________________
૧૮૪ - સુવાસ : શ્રાવણ ૧૯૯૬
ચાળી ચણિયે પાટલીને ઘેર, સેંથલે સાળુની સેનલ સેર; છેડલે આચ્છાદી ઉરભાવ, લલિત લજજાને વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ, સાળમાં ઢાંકતી રૂપની વેલ. જેવું સરસ રસિકતાથી છલકાતું ગૂર્જરનારીનું વર્ણન બીજે વાંચ્યું નથી. પરન્તુ એ વર્ણનની મર્યાદા આમ અંકાય છે:
ભાલ કુમકુમ, કર કંકણ સાર, કંથના સજ્યા તે જ શણગાર. વળીગાલે ઢળે નમણી પાંપણ અર્ધ મીંચી, ઢાંકે વળી નવીન પાલવ ઉર દેશ; સંકેરી કેર સરતી કરવેલડીએ, તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકાર.
જેવી અદભુત વ્યંગાર્થમાં રસનિષ્પત્તિ કરતી પંકિતઓ વર્તમાન કવિતામાં તે ન્હાનાલાલ સિવાય બીજા કવિએ ઉતારી જાણ્યામાં નથી. પરંતુ એ સર્વરસિકતાને એક સનાતન ચેતવણી એ જ કવિએ આપી છેઃ
ઓ રસતરસ્યાં બાળ, રસની રીત ન ભૂલશો !
પ્રભુએ બાંધી પાળ, રસસાગરની પુણ્યથી. જની તેમજ નવી સંસ્કૃતિ બંને પ્રત્યે ઉદારતા એ સાતમું તત્વ. કૌટુંબિક જીવનમાં કવિતા નિહાળવાની વૃત્તિ સાથે સાથે જૂનવાણી લાજ, પડદા, સ્ત્રી-પુરુષના સહજ મીલન પ્રત્યે ઊભી થતી સંશય અને શંકાની ભાવના એ સર્વને વિરોધ. તેમણે કપેલાં પુરુષ અને
સ્ત્રી-પાત્રો ગામડાંનાં કે શહેરનાં હોય, સામાન્ય કેટીનાં હોય કે રજવાડી હોય તો પણ તે બહુ છૂટથી એક બીજાની સાથે હળી મળી શકે છે.
આમ આવાં આવાં ખીલવણી પામેલાં તોથી ઘડાયેલા માનસની અંગત વિશિષ્ટતા પણ ભૂલવાની નથી. ઉપર ગણાવેલાં કેટલાંક ત એ યુગના ઘડતરમાં મૂળભૂત હતાં. પરંતુ સહુ કોઈ ન્હાનાલાલ બની શક્યા નથી, ન્હાનાલાલ હજુ સુધી એક છે અને અજોડ છે. એ વ્યક્તિગત તત્ત્વ. એ અંગત વિશિષ્ટતાએ, એ સ્વયંભૂ અમે પ્રચલિત તને પિતાના જીવનમાં ઘટાવી ઉચ્ચ સાહિત્ય સર્જી ગુજરાતને ગૌરવાન્વિત કર્યું.
વિદ્યાથીંયુગ પછીના સંસ્કાર પણ જીવનઘડતરમાં ભારે ભાગ ભજવે છે. જો કે બાળપણ અને વિદ્યાર્થી અવસ્થા એ સમગ્ર જીવનના પાયારૂપ બની જાય છે. પછીનું ચણતર એ પાયા ઉપર જ. - કવિ ન્હાનાલાલ રાજવીઓના શિક્ષક બન્યાઃ સાદરા અને રાજકોટમાં સફળ સુખી જીવન ધનસંચયમાં નહીં પણ સંસ્કારસંચયમાં, સંસ્કારવિનિમયમાં, સંસ્કારની લહાણી કરવામાં મેજ માનતું બની ગયું. ઉદારતા, મૈત્રી, ઉત્સાહ એ જીવનનાં ઊછળતાં અંગે બન્યાં. સાહિત્યમાં પણ ભવ્ય સફળતા મળી–જે બહુ જ વિરલ વ્યક્તિઓને મળે છે. શક્તિશાળી પુરુષો સામ્ય હોય હેય તેમનામાં સ્વાભિમાન-સ્વભાન–નથી હતું એમ કહેવાય નહીં. શક્તિ અને શકિતને સામુદાયિક સ્વીકાર ગમે તેવા છૂપા અહંને પણ જાગૃત અને તીવ્ર રાખે છે. સમતાપૂર્વક સાહિત્યમાં પ્રવેશતા એ મહાકવિનું અહં સ્વાભાવિક રીતે જ ષિાતું ચાલ્યું. સામર્થની શ્રદ્ધામાં બહુ જ ભવ્ય અને ઉદાત્ત સાહિત્યરચનાઓ પણ થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com