________________
૧૯: સુવાસ "શ્રાવણ ૧૬
રોમમાં માર્સિયસ દેવની એક સુંદર પ્રતિમા હતી. અને વકીલે પોતે પાછલા દિવસે જેટલા કેસ જીતી શક્ય હોય તેટલા ફૂલહાર તે પ્રતિમાને સવારે પહેરાવતા. પણ જુલિયાએ હવે એક નવી રીત કાઢી, તેને રાત્રે વ્યભિચાર માટે જેટલા સુંદર પુરુષે મળી શક્યા હોય તેટલા મુગટ તે બીજી સવારે માસિયસના મસ્તકે મુકાવવા લાગી.
એક દિવસ આ જુલિયાને એક સભામાં પૂછાયું કે, “સુંદરી, તમારાં સંતાન તમને તમારા પતિથી થયાં હોય તે તો લગભગ અસંભવિત વાત છે. છતાં બધાં સંતાનના ચહેરા તમારા પતિ સાથે મળતા કેમ આવે છે ?”—-ઉત્તરમાં જુલિયાએ કહ્યું, “બહારના મુસાફરોને તે હું ત્યારે જ સ્થાન આપું છું જ્યારે મારું વહાણ ઘરનાંથી ભરાઈ ચૂકયું હોય.”* : ': જુલિયાએ પિતાના દરેક પ્રેમિકને વર્ષાસન બાંધી આપેલું ને એ નાણુને બોજ રામની તિજોરીને માથે પડતો. જગવિખ્યાત મહાકવિ વઈલ પણ આ જુલિયાના પ્રેમિકામને એક હતો.
ઓગસ્ટસની પુત્રી જેમ વ્યભિચારિણી હતી તેમ તેની પત્ની કાબત્રાંબાજ હતી. પિતાના આગલા ધણુના પુત્રને ગાદી મળે તે માટે તેણે એગસ્ટસના દરેક સંભવિત વારસો ને નૌકાધીશ અગ્રીપાનાં પુત્રપુત્રીનાં ખૂન કરાવી નાખેલાં. ને અંતમાં તેણે પોતાના પતિને પણ ઝેર આપ્યું. ખ્રિસ્તી ભક્તાણીનો વેશ ભજવીને અને હરનિશ જેરૂસલેમના મંદિરને ભેટ એકલાવીને તેણે પ્રજાના મોટા ભાગને વશ કરી લીધેલ. એટલે ઓગસ્ટસના અકાળ મૃત્યુ પછી તે પિતાના આગલા ધણીને પુત્ર ટીબેરિયસને સહેલાઈથી રામની ગાદી અપાવી શકી. પણ એ પુત્ર એ ડાઘો નીકળ્યો કે આગળ ઉપર જ્યારે તેની માતા પર વ્યભિચાર અને ખૂનના આરોપ મુકાયા ત્યારે તેણે તે સામે માતાને બચાવ કરવાને બદલે આરોપીઓના નિવેદનને વધુ મહત્વ આપ્યું.
ટીબેરિયસની પછી કાલીગુલા રામની ગાદીએ આવ્યો. તે એ અચીપીના પુત્ર હતો કે જે પિતા-પુત્રીના સંયોગથી ઉત્પન્ન થઈ હતી. કાલી ગુલાએ પિતાની કુમારવયે ટીરિયસના મંત્રી માની પત્નીને ફસાવેલી ને માર્કેએ ભાવી લાભની આશાએ તેમાં તેને સગવડતા કરી આપેલી. પણ ગાદીએ આવ્યા પછી કાલીગુલાએ તે બંનેનાં ખૂન કરાવી નાખ્યાં.
કાલીગલાના વ્યભિચારી માનસને હદ નહેતી. તેણે પોતાની બહેનોને તેમના ધણીઓથી છૂટાછેડા લેવાની અને પછી પોતાની અને પિતાના સંખ્યાબંધ મિત્રોની સાથે વ્યભિચાર કરવાની ફરજ પાડી. બહેનોની સાથેના આ વ્યભિચારના પરિણામમાં એક બહેને એક પુત્રીને જન્મ આપ્યો. તે પછી કાલીગુલાએ એ બહેને પર વ્યભિચારને આરેપ મૂકી તેમને દેશવટો દીધો. ને સમય જતાં બહેનના પેટે થયેલી પુત્રીની સાથે પણ તેણે વ્યભિચાર કર્યો ને પરિણામમાં ભીષણ અત્યાચારથી તે પુત્રી મૃત્યુ પામી. | કાલીગુલાએ મિત્રનું એક એવું મંડળ જમાવેલું કે જે તેના જેવું જ પાશવી હતું. બહેનોની દુર્દશા કર્યા પછી તે બધાએ નગરની સુંદરીઓ પર નજર દોડાવી. તેઓ સ્વરૂપવતી સ્ત્રીઓને હમેશાં ઉઠાવવા લાગ્યા ને તેમની સાથે વ્યભિચાર ખેલતી વખતે તેમના પતિઓને સમીપ ઊભા રહી એ ભીષણ દશ્યનું અવલોકન કરવાની ફરજ પાડવા લાગ્યા. જે પતિએ પિતાની પત્નીઓ સાથેના એવા વ્યભિચારના નિરીક્ષક બનવાને તૈયાર નહતા તેમનાં જાનમાલ લૂટાવા લાગ્યો.
[ ચાલુ ] 'Numquam, Nisi plena pavi, tollo vectorem.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com