________________
મસ સુવાસ : શ્રાવણ ૧૯૯૬ હેય; તે પ્રજાસાંના અમુક શ્રમજીવી વર્ગો જ્યારે પિતાની ચૂસણનીતિથી તદ્દન દ્રવ્યહીન બનીને કચરાઈ જાય ત્યારે તે વર્ગોને બીજા વર્ગો સામે ઉશ્કેરવામાં આવે છે ને પછી એ શ્રમજીવી વર્ગોને પોપકારના બહાને એવું નાણું ધીરવામાં આવે છે કે જે તે દેશમાંથી જ હરવામાં આવ્યું હોય, એને બીજે કયાંય સંઘરવાનું ઠેકાણું ન હોય તે અહીં ધીરતાં જે પિતાને માટે સારું, સુરક્ષિત ને સતત વ્યાજ લાવવાનું હોય; તે પ્રજા જે કંઈ શ્રમ કરે તેના લાભમાં પિતાનો વિપુલ હિસ્સો છ દેવામાં આવે છે ને પરિણામમાં જ્યારે એવી પ્રજાઓ પૂર્ણપણે ઘેટાંને સમાંતર બની જાય છે ત્યારે ખાટકી પોતાના ઘેટાની પીઠ થાબડતાં જેમ કહે કે, “આ તે મારું મિત્ર છે,” તેમ ગોરી પ્રજાઓ ઉપરોક્ત રીતે મેળવેલી કાળી પ્રજાઓની પીઠ થાબડતાં કહે છે કે, “આ તે અમારી મિત્ર પ્રજા છે.'
પ્રજા-કેળવણીના ઉપરોક્ત કાર્યક્રમમાંથી લશ્કરી બળને નાશ, દ્રવ્ય-હરણ, પરદેશી વ્યાપારવિકાસ, ધર્મપ્રચાર વગેરે વિભાગો તો હિન્દી પ્રજાના ખ્યાલમાં જ છે. દેશી દારૂના ઉદ્યોગને નાશ ને પરદેશી દારૂની ખીલવણીને કાર્યક્રમ પ્રજાએ તાજેતરમાં જ અનુભવ્યો છે. પણ યાંત્રિક ખેતી અને એની સાથે સંકળાયેલા કાર્યક્રમે તરફ પ્રજાએ હજી જોઈએ તેવી નજર નથી દેડાવી. એ કાર્યક્રમ ખરેખર રોમાંચક છે.
હદ એ ખેતીપ્રધાન દેશ છે. ને ખેતીનાં કેન્દ્રો ગામડાં જ બની શકે એટલે ગામડાં એ હિન્દી પ્રજાજીવનને મુખ્ય આધાર છે. હિન્દુ સમાજવિધાયકાએ એ ગામડાઓમાં રહેનારી પ્રજાને બે મુખ્ય વિભાગોમાં વહેચી નાંખી. એક ખેતી કરનાર વર્ગ (ખેડત); બીજે એ ખેતી અંગે ખેડૂતને જોઈતી નાણુની મદદ કરનાર, એને દરેક પ્રકારની વસ્તુઓ પૂરી પાડનાર અને તૈયાર થતા પાકની વ્યાપારિક વ્યવસ્થા કરનાર વર્ગ (શાહુકાર છે. ખેડૂત ખેતી ઉપરાંત પશુપાલન કરે, ગૃહઉદ્યોગો ચલાવે; ને શાહુકાર ધીરધાર ઉપરાંત વેપાર કરે, બનતી હદે પશુપાલન કરે ને સંભવિત ગૃહઉદ્યોગ પણ ચલાવે. આ બે વર્ગની વચ્ચે એક ત્રીજો વર્ગ વિકાસ પામે અને તે વણકર. ખેડૂત પાસેથી તે રૂ મેળવે, શાહુકાર પાસેથી જરૂરી નાણાંકીય મદદ મેળવે અને પિતાથી તૈયાર થતો માલ તે વેચાણ અર્થ શાહુકારને આપે. આ ત્રણે વર્ગો પરસ્પર સાથે હળીમળીને આનંદ અને શાંતિમાં પિતાનું જીવન વીતાવે અને કલા, ધર્મ અને સુંદરતાના વિકાસમાં પોતાને યોગ્ય ફાળો નેંધાવે. તે ત્રણે વર્ગોને આશ્રયીને ગામડામાં સુથાર, લુહાર, ઘાંચી, મોચી, સોની, બ્રાહ્મણ, ક્ષત્રિય અનેક વર્ગો પણુ ટકાવ પામે. ગામડામાં રહેવાથી આ વર્ગોની જરૂરિયાત ઓછી અને તેમને પોતાના ધંધા ઉપરાંત પશુપાલનની સગવડતા. ગચરોમાં ગાય આનંદથી ચર્યા કરે ને દૂધ–ઘી આપે. ગામડાંની આ પ્રકારની બધી અફાટ ઉપજેની શહેરોમાં વ્યવસ્થા થાય. રાજસત્તાને ધર્મ તે પિતાના ટકાવ માટે અને જમીન અને સંરક્ષણના બદલામાં ખેડૂત પાસેથી તેની ઉપજને છઠ્ઠો ભાગ અને બીજા વર્ગો પાસેથી સંરક્ષણના બદલામાં નજેવો કર લેવાને અને એ બધા વર્ગો સુખ, શાંતિ ને સંતોષમાં જીવી શકે એ જેવાને. દુષ્કાળ પ્રસંગે એવા કરમાંથી મુક્તિ અપાય ને જરૂર પડતાં મદદ પણ કરાય.
- ઉપર પ્રમાણે વ્યવસ્થા જળવાઈ રહેતાં કોઈ પણ વર્ગને દુઃખનું કંઈ કારણ ન હોઈ શકે. ને એમ છતાં સૈકાઓના ગાળે કઈ વર્ગ પર બેજે વધારે આવી પડે કે તેનું અણુ વધી જાય તે રાજસત્તા તે ઋણ ચૂકવી આપીને તેમને ઋણમુક્ત બનાવે ને તેમના જીવનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com