________________
વિશ્વાસઘાતી !.૩૧
“હા, પણ તેનું શું?”
“મહારાજ, એ ધર્મના અનુયાયીઓ સર્વત્ર કેર વર્તાવી રહ્યા છે. પારસ એઓના હાથમાં આવી ગયું છે અને ગાંધાર પર પણ એઓની કર દષ્ટિ પડી છે. ”
“પરંતુ ગાંધારરાજ કાંઈ નિર્બળ નથી.”
“હા મહારાજ, ગાંધારનરેશે હાલ તુરત તે એ વિકટવાહિનીને અટકાવી છે, પરંતુ એઓના ધર્મગુરુઓએ સમુદ્રમાર્ગે ભારતમાં પ્રવેશ કરવાનું વિચાર્યું છે.”
“તને એ વાત કોણે કહી?”
“મહારાજ, મારે ગુપ્તચર શ્રીધર અરબસ્તાનનાં વહાણમાં આ વખતે ખાસ ગયો હતે. તે એમ પણ ખબર લાવ્યો છે કે સૌવીર (સિંધુ) પ્રદેશ પર ચડાઈ કરવાની એમના ધર્મગુરુઓની ઈચ્છા હતી પરંતુ અમુક વેપારીઓએ આપણાં બંદરોની સમૃદ્ધિનાં વખાણ કર્યા છે માટે એમને વિચાર આ તરફ ફર્યો છે.”
તું શું કરવા માંગે છે?”
“મહારાજ, આપણું જળસેનાને તૈયાર રાખી સમુદ્રમાં ફરતી મૂકી દેવી જોઈએ. દર્શની સેનાની સંખ્યા ત્રણ ગણી કરવી જોઈએ. બંદરમાંના પ્રત્યેક વિધમાં વેપારી પર નજર રાખવા હું શ્રીધરને કહી દઉં છું.”
કઈક વિચારી સમ્રાટ બોલ્યા, “સહદેવ, તારે વિચાર મને પણ માન્ય છે. પરંતુ જળસેનાના એક ભાગને સંસ્થાન (સંજાણ) ના બારામાં રાખી મૂકે એ વધારે ઠીક થઈ પડશે.”
“હા મહારાજ, આપનો વિચાર ઉત્તમ છે. હું સાગરભટ્ટને આદેશ આપી દઈશ.”
સહદેવ, ધ્યાન રાખજે આ કટીમાં આર્યાવર્તના સમ્રાટ હર્ષને પરાજિત કરવાથી મળેલું નૈરવ ભૂંસાઈ નહિ જાય?”
“મહારાજ, સહદેવને પ્રાણ રહેતાં સુર્પારકનું ગૌરવ જશે નહિ!”
આર્યાવર્તમાં સમ્રાટ શ્રીહર્ષનું તથા દક્ષિણાવર્તમાં સમ્રાટ પુલકેશીનું સામ્રાજ્ય હતું. અરબસ્તાનમાં ઇસ્લામને ઉદય થઈ ચૂકયો હતે. અને મદોન્મત્ત ઈસ્લામી સેનાએ પારસ, ફિલીસ્તાન, મિશ્ર, ટ્રીપલી, સીરિયા ઈત્યાદિ રાયે જમીનદોસ્ત કીધાં હતાં. ભારતવર્ષની કીર્તિ અને સમૃદ્ધિથી આકર્ષાઈને ખલીફાઓએ ભારત પર દષ્ટિ નાંખી. આર્યાવર્તના પ્રબળ સમ્રાટ હર્ષની સેનાને હરાવવી અસંભવિત જાણે એ તરફને વિચાર પડતો મૂકાય. હજુ ગાંધાર અને કાબુલનાં હિંદુ રાજ્ય ભારતને માટે રક્ષકરૂપ હતાં. સમુદ્રમાર્ગે સુપરક પર ચડાઈ કરવાની ખલીફાઓની મહત્વાકાંક્ષા જાગી. તે માટે ખલીફાના જાસૂસ અને વેપારીઓ બધી સામગ્રી એકઠી કરવા લાગ્યા.
“દેવ, અરબસ્તાનના ઉમરશેઠ આજે આપને મળવા આવ્યા છે.”
કારણ!” “કાલે તેમનાં વહાણ અરબસ્તાન જવાનાં છે અને તેઓ પણ જવાના છે.” “વારૂ, એમને અંદર લઈ આવ.” ઉમાશેઠને અંદર લાવવામાં આવ્યા. તેઓ ઊંચા કદના એક આરબ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com