________________
શાખ ર૯ સમાજનું આર્થિક બંધારણ જે સંપૂર્ણ વ્યવસ્થિત હોય, સ્થિર હોય, અને સમાજના પ્રત્યેક સભ્યના જાનમાલની સહીસલામતી હોય તેજ શાખની હસ્તી સંભવી શકે. પરસ્પરને વિશ્વાસ સમાજમાં વિશ્વાસનું વાતાવરણ એ શાખને આધારસ્થંભ છે. કોઈ પણ સમયે આ વિશ્વાસનું વાતાવરણ નબળું પડે તે શાખ નિર્બળ અને સત્વહીન બને છે.
શોખ ઉત્પાદનનું તેમજ ઉપભેગનું એક જબરદસ્ત સાધન થઈ શકે છે. ઉત્પાદક શાખ જેટલી ફાયદાકારક છે તેટલી જ ઉપભોગાત્મક શાખ નુકશાનકારક છે. શાખને વણુવિચાર્યું ઉપયોગ હંમેશાં નુકશાનકર્તા છે. શાખને પરિણામે સંપત્તિને વિકાસ સુંદર રીતે થાય છે. પૈસે પૈસાને રળે છે એ કથનના મૂળમાં શાખનો ઉપયોગ રહે છે. નાણું એક જગ્યાએ નિઈવ બની પડી રહે તો તે નાણું સમાજનું તેમજ વ્યક્તિની પાસે હોવા છતાં વ્યકિતનું પણ હિત સાધી શકતું નથી. એ નાણાની જે શાખ ઉપર લેવડદેવડ કરવામાં આવે તો તે નાણું વ્યક્તિને આવકનું સાધન થઈ પડે છે, તેમજ સમાજમાં નાણું ફરતું રહેવાથી સમાજના આર્થિક વ્યવહારમાં સુગમતા પ્રાપ્ત થાય છે. | મુખ્યત્વે કરીને શાખનાં પાંચ સર્વસાધારણ સાધન છે. શાખનું પ્રથમ અને મુખ્ય સાધન ચિંક-cheque–છે. ચેકના મુખ્ય ચાર પ્રકાર છેઃ (૧) સાદે ઍક–Bearer cheque-, કોઈ પણ વ્યકિત બેંકમાં જઈ આ ચેક વટાવી શકે છે. આવા ચેકને નાણુની માફક વાપરી શકાય છે. (૨) હુકમને ચેક-Order cheque-, જે માણસના નામને ઍક હેય તે જ માણસ બેકમાં આ ચેકને વટાવી શકે છે, અથવા તે એ માણસ કેઇપણ માણસને આ ચેકની પાછળ શેર કરીને તે આપી શકે છે. ચૅક ઉપર યોગ્ય શેર થયા વિના બેંકમાં ચેકને રવીકારવામાં આવતો નથી. (૩) Crossed cheque-, પહેલા બે પ્રકારના ચેક કરતાં આ પ્રકારને ચેક બહુ જ સહીસલામતી ભરેલું હોય છે. ચેકની વચમાં અથવા તો ચિકના ખૂણું ઉપર બે સમાંતર લીટીઓ દેરવામાં આવેલી હોય છે. આ પ્રકારને ચેક બેંકમાં વટાવી શકાતો નથી પણ માત્ર જમા કરાવી શકાય છે. એટલે ચેકના બદલામાં રોકડ નાણું મળતું નથી પણ જેના નામને ચેક હોય અથવા તો ચેક ઉ૫ર જેને નામને શેરે હોય તેના ખાતામાં ચેકની રકમ જમા થાય છે. (૪) Specially crossed cheque- ત્રીજા પ્રકાર કરતાં આ પ્રકાર એક ડગલું આગળ વધે છે. બે લીટીની વચમાં અમુક બેંકનું નામ લખેલું હોય છે એ જ બેંકમાં આ ચેકના પૈસા જમા થાય છે.
શાખનું બીજું સાધન ડી--Draftછે. ઠંડીને ઉપયોગ ઘણા જૂના કાળથી થતે આવ્યા છે. પણ વર્તમાન યુગમાં બેંકના વિકાસ સાથે હૂંડી શાખનું વ્યવસ્થિત અને સંગીન સાધન બનેલ છે.
શાખનું ત્રીજું સાધન–-Bills of Exchange છે. આ બીલ, જેને દંડી પણ કહેવામાં આવે છે એટલે લેણદારે દેણદારની ઉપર પોતાને અથવા તે બીજા કેઈ માણસને પૈસા આપવાને કરેલ હુકમ. આવા બીલને લેણદેણના સાધન તરીકે વાપરી શકાય છે.
શાખનું ચોથું સાધન કાગળની નોટ છે. આમાં Promissary note ને પણ સમાવેશ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com