________________
હિટલર-વાહ' કે “હિત-લડવાઇ' ૨ ધણી : ભલાં તે–દુનિયાના દરેક દેશમાં ઘણાંયે માણસે હોય છે. રાજ–તંત્રવાદનો જ આ વાંધો છે.
ધણિયાણી ઃ શું કીધું? ધણી : વાદને વધે.
ધણિયાણી : જોયું? તમારે ફરીફરીને મારા ઉપર જ ઊતરી પડવું છે. આ તમારા ઘરને કારભાર અમે ચલાવીએ છીએ એટલે અમે વાદીલાં એમજને? તમે ભલા અને અમે ભૂંડાં ! ! તમારા ઘરને કારભાર મારે હવે એક ઘડીવ સાચવવો નથી. પછી કાંઈ! અમે ભૂંડાં થવા માગતાં જ નથી. બસ થયું. પછી મારે કાંઈ સાંભળવું જ ન પડે ને ! લે–અમે વાદીલા!
ધણી : અરે ! અરે ! હું તે નાઝીવાદ અને શાહીવાદની વાત કરું છું.
ધણિયાણી : મને તમે ઉડામાં, મારે એવી તમારી શાડી કે ડાહીવાદની વાત જ સાંભળવી નથી, પછી કાંઈ !
ધણું : ભલે-હમણું નહીં સાંભળે, તે પછી બંબગોળો પડશે ત્યારે જીવને જોખમે સાંભળવું પડશે.
ધણિયાણી : હે! હૈ! ન ધણી : હા. હું તમને ખરું જ કહું છું કે ખાંઉ ખાંઉ કરે એવા આ રાક્ષસીવાદે. વચ્ચે વઢવાડ થઈ, અને વિગ્રહ થયે પછી થઈ ચૂક્યું. વિક્રાળ રૂપ ધારણ કરે, પછી તેમાં
તમે કે–છોકરાં કેાઈ પણ સલામત રહેવાનાં નથી. ધણિયાણી : કાં! કાં!
ધણું : આ વાદ એક-બીજા પર વર્ચસ્વ મેળવવા માટે સમગ્ર વિશ્વને ઉપરતળે કરી નાખે, દયા-ધર્મને છાંટો વટીક રાખવાના નહીં. નિર્દોષ શહેરીઓ અને સ્થાન પર બેબના વરસાદ વરસાવે અને તેમાં માનવજીવને સંહાર થાય.
ધણિયાણી : એ--માડી ! એટલું બધું ! આંહી પણ બંબ પડે ! . ધણી : દુશ્મને કાંઈ પણ છેડે નહિ. આંહી પણ પાડે તે પાડે.
ધણિયાણી : એ--મા! આ લડાઈ! પીટયો ! એવા બધા વાદનું સત્યાનાશ જજે ! તમે અત્યાર લગી છાપાં શું વાંચ્યા કરે છે અને મુંગા મુંગા બેસી શું રહ્યા છે? રામા ! એ--રામા !
ધણી : રામાનું શું કામ છે?
ધણિયાણી : રામા! અરે–રામા-આ| જલ્દી બાબા-બેબી અને કામુને નિશાળેથી તેડી લાવ્ય.
ઘણું : કાં–આં?
ધણિયાણી કાં? આપણે એક ઘડીય હવે આંહી રહેતું નથી. મારે તે જીવ ધરાતે નથી. દેશમાં અટાણે જ ઊપડી જાવું છે. તમે સાબદા થાવ. રામા ! અરે-રામા–આ. પીટયો રામલે પણ ટાંકણે કણ જાણે ક્યાં મૂ૫.
[ ધણિયાણી હાંફળાફાંફળાં સામાની ધમાં જાય છે, અને ઘણી તાકી રહે છે. ટા, ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com