________________
સુવાસ : પેશાબ ૧૯૯૬
ભાભીના આકર્ષક વર્તનને ઉલ્લાસ અગર ઊર્મિને ઉછાળો નહતો. એ વાતાવરણ તેથી ગૂગળાવના અને ઉદાસ હતું. ભાભીના વર્તનમાં એટલું ગાંભીર્ય એટલી સહનશીલતા, અને એટલી વિનયશીલતા છે કે મારા મિત્રની તે શું પણ એનાં છાનાં બાળકની રમતિયાળ વૃત્તિ જ્યાં ને ત્યાં ઠરી જાય. ભાભીની નિર્દોષ સાત્વિક્તા અને એમના નાનકડા સંસારના ગંભીર વાતાવરણને લીધે ક્રોધિત કાર્તિકસ્વામીની સમાધિ પાસે જ બીતાં બીતાં ઊભા હેઇએ એમ આપણને લાગે. ભાભીમાં ચીડિયો સ્વભાવ, વિનોદ, રૂસણું, અલપણું, ખીલું બોલવું, ચાંચર્યો અને ઓઢવા--પહેરવાની ટાપટીપ હોત તે ભાભી આ પાસાદાર હીરાના વધતા ચમકાટમાં આકર્ષક રીતે દીપી ઊઠત અને મારા મિત્ર એમની દીસિવિલયની ચોમેર પતંગની માફક આખું જીવન ઘૂમરીઓ ખાયા કરત, એમ મને પણ લાગવા માંડયું. મારા મિત્રને જે જીવંતપણું, આકર્ષક સજીવપણું જોઈતું હતું તે મારાં ભાભી બતાવી શક્યાં નહિ. જેમાં એણે સજીવતા જઈ, જીવનની ધબક જે ત્યાં એ દેડી ગે. આમાં મારા મિત્રની મૂર્ખાઈ હેય તે પણ એનું કારણ તે ભાભીનું ઠંડુ વર્તન જ છે.
મારા મિત્રની પ્રવૃત્તિ અને ભાભીની આ અવસ્થા અપવાદરૂપ નથી; એ તે સાર્વત્રિક પરિસ્થિતિ છે. બહાર રખડનારા ઘણા પુરુષની સ્ત્રીઓ સુસ્વરૂપ અને સુસ્વભાવી પણ હોય છે. તેમના ગુણેને આ બદલે પતિ તરફથી મળે એ ખરેખર દુર્દેવ છે તે પણ એમ થવાનાં પણ કેટલાંક વ્યવહારિક કારણ હોય છે જ. એ કારણો કયાં અને સાથી નિવારી શકાય એ પ્રત્યેક પરિણીત સ્ત્રીએ જાણવું આવશ્યક છે.
પુરુષ ગમે તેટલે સુસંસ્કૃત ભલે હોય તે પણ કેટલાક પ્રકૃતિધર્મો એની નસમાં હઠથી બનેલા રહે છે જ. પુરુષને સ્ત્રીના સંદર્યને અનિવાર મોહ હેાય છે. એટલે દરજજે ઈતર પ્રાણીઓથી એને દરાજે શ્રેષ્ઠ કહી શકાય. પુરુષ ભલે સંસ્કારી, ઠરેલ ને કૈઢ હાય છતાં પણ એને સ્ત્રીમાં શારીરિક અને બૌદ્ધિક સંદર્યનું મિશ્રણ જ વધુ આકર્ષે છે. પુરુષ જન્મ જ ખેલદિલ હોય છે—ઓછે અથવા વ અંશે એટલે એવી રમતિયાળ સાથી મળતાં જ એમનામાં એકરાગ જન્મે છે. આ ખેલદિલીથી બીજી ઉપર ચડાઈ કરવાની તેને જેટલી હેશ હોય છે તેટલી જ ઈચ્છા તેને બીજી તેના પર હલ્લો કરે એ માટે હોય છે. પહેલવાન દુર્બળ માણસને સતાવતો નથી; મિત્ર તરીકે પણ તેમને તે સ્વીકારતા નથી. તુલ્યબળ-પછી તે બુદ્ધિનું હોય, શરીરનું હોય, શૈર્યનું હોય, અગર યુક્તિનું હાય-એ મૈત્રીનું અધિષ્ઠાન છે. આ સામર્થ્યને સમાનધર્મ સ્નેહની અભંગ સાંકળ છે. પુરુષ નાવીન્યપ્રિય અને ઉન્માદક વૈચિયન ભક્તા છે. બૌદ્ધિક સંદર્ય ડેઘણે અંશે એને સ્પર્શ છે ખરું, પણ એની આંકાક્ષાઓ તો છેવટે શરીરૌંદર્ય પર જ લુબ્ધ થાય છે. સ્ત્રી પ્રત્યે પુરુષની અંદવી પ્રવૃત્તિ છે. જે સ્ત્રી આ પ્રવૃત્તિની યુક્તિથી ઉપાસના કરે એને પુરુષ વશ વર્ત-પછી તે પરિણીત પત્ની હોય કે અપરિણીત મૈત્રિણી હેય. પુરુષ ઘણો વિવેકી હોય, પરિસ્થિતિ એને ચોમેરથી દાબી ગૂંગળાવતી હોય, દારિદ્રય અગર ધ્યેયના ધ્યાસમાંથી તે ઊંચે આવતે ન હોય તે તે ગમે તેવી પત્ની સાથે સંસારનું ગાડું ખેંચે રાખે છે, પણ કેટલીક અવત આકાંક્ષાઓ સહવર્તની મનુષ્યને દુઃખી બનાવે છે. પુરુષે બહેકી ન જાય, વહી ગયેલા સુમાર્ગે ચડે અને સમજુ પણ દુઃખી પુરુષોને જીવનમાં ઉલ્લાસ સાંપડે એવું વર્તન રાખવાની જવાબદારી સુગ્રહિણી ઉપર આવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com