SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક અભિપ્રાય સુવાસે પિતાની ઉચ્ચ કટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા . અભ્યાસપૂર્વક લખાયેલા છે. –અરદેશર ફરામજી ખબરદાર ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા સત્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. –માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. –જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. યુવક આ નવો ફલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવો નથી. “યથા નામા તથા ગુણું’ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખોની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન ‘સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે. તેના સંચાલકને ધન્યવાદ છે....... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે તે ?–અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. –ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે. –ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. - પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખો, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા “સાહિત્ય' માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે. -સયાજીવિજય ‘સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે. –તંત્રી – દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયોગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. –બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિયેની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કેઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. -- મિત્રપ્રિય -બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034631
Book TitleSuvas 1940 06 Pustak 03 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy