________________
કલ્યાણ
કૃષ્ણરાવ માહિલે
ઊંચા ઊંચા ગગનભેદી બ્રાટાથી વીંટાયલા સજ્જનગઢ ઉપર રામદાસ સ્વામીએ પાતાની મહૂલી બાંધી તે મડૅ સ્થાપ્યા. સજ્જનગઢ સુજનતાથી ઉભરાવા લાગ્યા. પતિતપાવની ગંગા સમી રામદાસની મૂર્તિએ અનેક પતિતાને પાવન કરવાનું સુકાર્ય આર્જ્યું. સ્થળે સ્થળે પવિત્ર વાતાવરણ સર્જાયું. ગમે તેવા પાપી માણસ પણ એ જગ્યાએ પોતાના પાપી સ્વભાવને ઘડીભર વિસારી દેતા. સંયમ અને ઇંદ્રિયનિગ્રહની ત્યાં ભૂમિકા રચાણી. બ્રહ્મચર્ય ત્યાં વલસવા લાગ્યું. સંપૂર્ણ વિરક્તિનું એ સ્થાન થયું.
રાત્રીના સમય હતા. લગભગ નવ દશ વાગ્યા હશે. પૂર્ણિમાના ઝગમગતા ચંદ્ર આખીએ વનસ્થળીને રૂપેરી રંગથી રંગતા હતા. આજુબાજુથી હિંસક પ્રાણીઓના ખરાડા સંભળાતા હતા. ગરીબ બિચારાં હરણાંએ આશ્રય શોધતાં મહૂલીની આસપાસ છૂપાઈ જતાં. ન્હાના ગ્રા ફૂલબાગથી વીંટાયલી મહૂલી સેાહામણી લાગતી. વાળીઝાડી સ્વચ્છ બનાવેલા આંગણાની વચ્ચેવચ્ચે અખંડ ધૂણી સળગતી હતી; એ ધૂણીની આસપાસ, ગાળકુંડાળું કરી વીશ પંચીશ શિષ્યા બેઠા હતા. પાસે એક વ્યાઘ્રાસન પડયું હતું. વાળુ કરી રામદાસ સ્વામી એ વ્યાધ્રાસન ઉપર બિરાજ્યા. કલ્યાણુ સ્વામીના માટે પાન બનાવવા ગયા. સ્વામીના શિષ્યામાં એક શાસ્ત્રી પણ હતા. એ સમયમાં, એ શાસ્ત્રી સૌથી વિદ્વાન અને જ્ઞાની લેખાતા. માનું ધણુંખરૂં કામ એમને સેાંપવામાં ાવ્યું હતું.
મહારાજ ! આપે કલ્યાણને પાન બનાવવાનું કામ સોંપ્યું છે. પણ એને તે કશું જ સમજાતું નથી. અક્કલ વિનાના એ ખુડથલ છે. ' શાસ્ત્રી ખેચ્યાં.
¢
જે દિવસથી કલ્યાણુ આવ્યા તે દિવસથી જ શાસ્ત્રીના હાશકે।શ ઊડી ગયેલા. એ ઈર્ષાથી બળવા લાગ્યા. કલ્યાણુ જેવા જડભરત ઉપર દિવસે દિવસે સ્વામીની કૃપા વધવા લાગી એથી એમને ધણું જ દુ:ખ થતું. ગમે તે પ્રકારે કલ્યાણને અહીંથી ખસેડવા એવી શાસ્ત્રીએ પેરવીએ રચવા માંડી. આજ એને એ સમય મળ્યેા. કલ્યાણુની ગેરહાજરીમાં એમણે મહારાજના કાન ભંભેરવા શરૂ કર્યાં.
t
એમ ! શાસ્ત્રીજી, ખરૂં પૂછે તે જેને કશું જ સમજાતું નથી એ જ માણસ મને બહુ પસંદ છે. કારણુ કે એને કશું જ સમજાતું નથી એટલે એની દષ્ટ માત્ર સેવા ઉપર જ કુન્દ્રિત થયેલી હાય છે. રામદાસ સ્વામી માત્ર હસ્યા.
""
“ એ ખરું મહારાજ, પરંતુ કલ્યાણ તે આપને બે દિવસથી એ ુ` પાન ખવાડે છે. મ્હામાં ચાવી—ભૂકા કરી કલ્યાણુ આપ પાન લાવી આપે છે. એઠું ખવાડે છે અને જુઠ્ઠું' ખેલે છે.
* એમ ! તેા ખલ કયાં ગયા ? ” રામદાસ સ્વામીએ હસતાં હસતાં પૂછ્યું.
tr
ખલ તે પરમ દિવસથી ખાવાઈ ગયા છે. ઘણા શાષ્યા પણ જડતા નથી. ”
પેાતાના શબ્દની શી અસર થાય છે તે જોવા શાઓ સ્વામી તરફ્ એકી નજરે જોઇ રહ્યા. પશુ સ્વામી તા માત્ર હસતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com