________________
૩ર૬ સુવાસ: કાર્તિક ૧૯૬ ત્યાંથી વીશ વીશ શેર મોતીની માળાઓ મળી આવેલી. અયોધ્યા અને લખનાની લૂટમાં મોતી બજારમાં વેરાયેલાં.
અંગ્રેજીમાં હીરાને ડાયમન્ડ, નીલમ (મણિ)ને સેફાયર, માણેકને રૂબી, લીલમ (પાનું)ને એમેરેડ, પોખરાજને ટોપેઝ ને મોતીને પર્લના નામે ઓળખાવવામાં આવે છે. તે ઉપરાંત એપેલ, જેડ, જર્ગોન, ટુર્મલાઈન, પેરીડેટસ, અલેકઝીટસ, જેસીન્થ હાયસીન્થ વગેરે કિસ્મતી પત્થરો પણ જાહિરના જ પ્રકાર છે અને ઓછી કિંમતે તે રત્નની ગરજ સારે છે.
પ્રાચીન હિંદની જેમ વર્તમાન જગત પણ રત્નના શુભ અને અશુભ એવા બે પ્રકાર પાડે છે. પણ તે રત્નોનાં મૂળભૂત લક્ષણોથી નહિ પણ તે તે રત્નોએ નીપજાવેલી અસરના આધારે; અને એ અસરના કારણ તરીકે તેની વિચારપદ્ધતિ એવી છે કે રત્નો જે જે હાથમાંથી જે જે ઉદ્દેશથી પસાર થતાં હોય તેનું તેઓ પિતામાં પ્રતિબિંબ ઝીલી લે છે. જેથી શુભ હાથમાંથી સારા ઉદ્દેશે પસાર થતાં રત્ન શુભ પરિણામદાયી થઈ પડે છે અને અશુભ હાથે ખોટા ઉદ્દેશમાં વપરાયેલ રત્ન અશુભ પરિણામ દાખવે છે. જગતમાં આજે એવાં પણ કેટલાંક રત્ન અને રત્નહારો છે કે જેની સામાન્ય કિંમત લાખની હેવા છતાં એના પાછળ પૂર્વે લેહી રેડાઈ ચૂક્યાં હોઈ તે તેના માલિકને એવાં અશુભ પરિણામદાયી થઈ પડે છે કે એને અડધી કિમતે સંઘરવાની પણ કઈ હિંમત નથી કરી શકતું. કેટલાંક રને તે એટલાં અપશુકનિયાળ છે કે એ જેની નજરે પણ પડયાં હોય તે તે દરેકને તેમણે અકાળે ભાગ લીધે છે
કાન્સની મહારાણું મેરી એક ઝળહળતા રત્નહાર પર મોહી પડી; પણ હાર વધારે કિમતી હોઈ રાજાએ તે ખરીદવાની ના કહી. રાણની સાથે મીષ્ટ સંબંધ બાંધવા ઈચ્છતા એક ખ્રિસ્તી ઘર્મગુરુને આ બાબતની ખબર પડતાં તેણે એ હાર ખરીદી મહારાણીને ભેટ આપવાની યોજના વિચારી. આ બાબતમાં તેણે એક ઉમરાવજાદીની સલાહ લીધી અને ઉમરાવજાદીએ પોતાના બગીચામાં તેને મહારાણી સાથે મેળવી આપવાનું વચન આપ્યું. બીજી બાજુએ ઉમરાવજાદીએ એક સ્વરૂપવાન યુવતીને તૈયાર કરી જે મહારાણીનો વેશ લઈ બગીચામાં ધર્મગુરુ પાસેથી એ કિમતી હારની ભેટ સ્વીકારી લે. બધી યોજના પારે તે પડી પણ ધર્મગુરુ પાસે હારની કિંમત પેટે ચૂકવવાનાં પૂરતાં નાણાં ન હતાં એટલે ઝવેરીઓને તકાદ થતાં તેણે કહ્યું, “હાર મહારાણીના કબજામાં હોઈ તેમણે તેની કિંમત સંબંધમાં ગભરાવાની કશી જ જરૂર નથી.” પણ ઝવેરીઓએ રાજમહેલમાં તપાસ કરાવતાં પિગળ કુટી ગયું ને હાર કેસમાં સંડોવાયેલા કેટલાક ઝવેરીઓ, ધર્મગુરુ, ઉમરાવજાદી વગેરેને સજા થઈ. થોડા જ વખતમાં એ હાર સાથે સંબંધ ધરાવનાર એકેએકનાં ખૂન થયાં જેમાંથી રાજા રાણી પણ બચી ન શકયાં.
મનના રત્નસંગ્રહમાં એક ઝળહળતા ઘેરા ગુલાબી રંગનું ઈંડાકારી રત્ન છે. તેના પર ક્રાઈસ્ટ જાગે છે' એવા શબ્દ કતરેલા છે. એ રત્ન મૂળ રશિયાના ઝારની માલિકીનું હતું અને રશિયન રાજવંશીઓ ઇસ્ટર પ્રસંગે એવાં રને પર ઈશુને લગતું કંઈક કાતરાવી એકમેકને તે ભેટ આપતા. પણ આ રત્ન પર જે ગામમાં ઉપરના શબ્દો કોતરાયેલા તે જ ગામમાં એક વર્ષ પછી ઝારનું ખૂન થયેલું અને તે પછી પણ જે કાઈએ એને પર લાલસાભરી નજર નાંખી છે તેને તેનું પરિણામ ભોગવવું જ પડયું છે. થોડાક વર્ષો પૂર્વે સ્પેનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com