________________
જવાહિર -- ૩૨૫ પ્રજા એ સંબંધમાં ખૂબ ઊંડી ઊતરેલી અને વર્તમાન પાશ્ચાત્ય પ્રજા પણ એ વિષે સારું જ્ઞાન ધરાવે છે.
હિંદના પ્રાચીન સાહિત્યમાં રત્નના, જન ગણતરીએ, મુખ્ય સોળ અને હિંદુ ગણતરીએ, બાવીસ પ્રકાર ગણવેલા છે. જૈન ગણતરીએ-વજ, વૈદૂર્ય, હીતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સાગન્ધિક, તિરસ, અંજન, અંજનપૂલક, નપુલક, જાતરૂપ, સુભગ, અંક, સ્ફટિક ને રિપ્ટ. હિંદુ ગણતરીએ–વજ, ઈન્દ્રનીલ, મરકત, કરકેતન, પદ્મરાગ, રૂધિરાખ્ય, વૈર્ય, પલક, વિમલ, રાજમણિ સ્કાટકચદ્રકાત, સોગશ્વિક, ગોમેદક, શેખ મહાનીર, પુષ્પરાગ. બ્રહ્મિણું, જ્યોતિરસ, શાસ્ત્રક, મોતી, પ્રવાલ. એક જૈન ગણતરીમાં ઉપરનાં સોળ ઉપરાંત ઇન્દ્રનીલ, સાસ્યક, કરકેતન. મરકત પ્રવાલ અને ચંદ્રકાન્ત એમ છ નામ વધારાનાં પણ ઉમેરાયાં છે. એ જોતાં જૈન વિજ્ઞાન પણ રત્નોના બાવીશ પ્રકાર સ્વીકારે છે એમ ગણી શકાય. એ બાવીશમાં વજ, મોતી, પદ્યરાગ અને મરકત એ ચારને વિશિષ્ટતા અપાયેલી છે. પાશ્ચાત્ય પ્રજા પણ જમીન પરથી, ખાણમાંથી, સમુદ્રમાંથી, ને જગતના જુદા જુદા ભાગમાંથી મળી આવતાં જુદા જુદા રંગનાં રત્નોનાં લક્ષણો અને તેના સ્વરૂપનો વૈજ્ઞાનિક ખ્યાલ ધરાવે છે અને તે દરેકને તેણે વિશિષ્ટ નામ આપેલાં છે.
પ્રાચીન હિંદી પ્રજાએ આ વિષયમાં દાખવેલી પ્રગતિની સાબિતી રૂપ “રત્નપરીક્ષા,” “બૃહત્સંહિતા,” “માનસોલ્લાસ,” “કલ્પસૂત્ર' વગેરે ગ્રંથો હજી પણ મોજૂદ છે. તે સમયે સગ -સુન્દર હીરાની જન્મભૂમિ વેણુતટ, કાળાની સુર્પારક, નીલમની પીન્દ્ર દેશ, પોખરાજની કલીંગ, માણેકની સૌરાષ્ટ્ર ને હિમાચલ ને ચેત-પીળાં રત્નોની જન્મભૂમિ કેશલ ગણાતી.
તે યુગની પ્રજા નેના બે પ્રકાર પાડતી. કાગપગ કે એવાં બીજાં દૂષિત લક્ષણોવાળાં રત્નો અશુભ ગણાતાં જ્યારે અવિરત પ્રકાશ ફેંકતાં અને એકે અઘટિત લક્ષણ વિનાનાં રત્નોને શુભ ગણવામાં આવતાં. શુભ રત્નની કિંમત ઘણી જ અંકાતી અને તે પહેરવાથી ભાગ્ય ખૂલી જાય ને કીતિ અને આયુષ્ય વધે એમ મનાતું.
આયુર્વેદમાં રનોનાં લક્ષણે સમજાવતાં હીરાને બ્રાહ્મણની, માણેકને ક્ષત્રિયની, ખિરાજને વણિકની અને કાળા રત્નને શકની ઉપમા આપવામાં આવી છે.
માનવીની જેમ રત્નને પણ પિતાની જાતિઓ હોય છે. જે રત્ન સારી રીતે ગોળ, હાંસાવાળું, તેજસ્વી, મોટું અને રેખા તથા છાંટ વગરનું હોય તે પુરુષ-જાતિનું ગણાય છે. જે રેખા અને છાંટ સહિત તથા છ હાંસાવાળું હોય તે સ્ત્રી-જાતિનું લેખાય છે. અને લાંબુ અને ત્રણ ખૂણાવાળું રત્ન નપુંસક–જાતિનું હોય છે. આમાં પુરુષજાતિનું રત્ન સર્વશ્રેષ્ઠ અને સર્વભોગ્ય ગણાય છે. જ્યારે સ્ત્રી જાતિનું રત્ન સ્ત્રીઓને જ લાભદાયી થઈ પડે છે.
પ્રાચીન રોમને યુદ્ધમાં જતી વખતે ડાબા હાથે હીરા બાંધતા. રોમન રમણીઓ પૈત્ય મોતીની માળાઓ માટે લાખ સોનામહોરાના ઢગલા કરતી. ભારતીય સ્ત્રીઓ પણ કલ્યાણની વાંછનાથી રત્ન પહેરતી.
પ્રાચીન, અને અર્વાચીન યુગમાં પણ રત્નોને બહુમૂલ્ય કોટિનું દ્રવ્ય ગણવામાં આવ્યું છે. પરિણામે તેને માટે ખેડાયેલ યુદ્ધો કે સાહસોની પરંપરા ગણવા જતાં પાર પણ ન આવે. સિકંદરને ઈરાનની લૂંટમાં રનોના ઢગના ઢગ મળેલા. નાદિરશાહ મયૂરાસનની સાથે હિંદમાંથી બીજું પણ બહુમૂલ્ય જવાહિર ઉઠાવી ગયેલ. શિવાજીએ સૂરત લુંટતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com