________________
અમારું દર્ટ
સાહિત્ય પ્રત્યેની બેપરવાઈ ગુજરાતી પ્રજા શું કઈ દિવસ નહિ ની રે ? સાહિત્યમાં રસ ધરાવતા ગૃહસ્થને અમે તેઓ ગ્રાહક બને એ ભાવનાએ નિયમિત “યુવા મોકલીએ છીએ. ગ્રાહક તરીકે હા-નાને ઉત્તર આપવાને સાથે જ કે જુદાં રીપ્લાય-કાર્ડ મોકલાવીએ છીએ; કાર્ડમાં ડા-નાને શબ્દ ભરવા જેટલી તસદી પણ ન લેવા ઈચ્છનાર બંધુઓને ન અંક ન સ્વીકારતાં તે પાછો મોકલી દેવાની વિનંતિ કરીએ છીએ. છતાં મોટા ભાગના વર્ગ બેમાંથી એકે વિનતિ ધ્યાનમાં નથી લેત. અને એ વિભાગમાં ઘણી વખત તો એવા કેળવાયેલા સગૃહ, વિદ્વાન અને યુનિવર્સિટીની ડીગ્રી ધરાવનારાઓ હોય છે કે જેમની સજજનતા પર અમે પૂરો વિશ્વાસ રાખી શકીએ. પણ અમારો એ વિશ્વાસ જાણે અસ્થાને હોય એમ છ-સાત અંકે સ્વીકારાઈ ગયા પછી જ્યારે વી. પી. થાય છે ત્યારે મોટા ભાગના સહસ્થે તે પાછાં ધકેલી દે છે. જે લોકો વી. પી. ને અસ્વીકાર કરે છે એ લોકો શું અંકનો જ અસ્વીકાર ન કરી શકે? કાર્ડમાં ડા ના ન મોકલી શકે ?– બન્ને માર્ગ સહેલા છે. પણ મફત મળે ત્યાં સુધી વાંચી લેવાની ઈચ્છા છે બેમાંથી એક માર્ગનો અમલ થવા નથી દેતી. પણ એ ઈરછા અમને કેટલી નુકશાનમાં ઉતારે છેઅમારે ઠેકાણે જે એ સદ્દગૃહસ્થ જ કામ કરતા હો તો એમની શી દશા થાય વગેરે વિચારી એવા બંધુઓ હવે અમને છોટા ખર્ચમાં ન ઉતારતાં પોતાની ઈછા તરત જણાવી દેશે એવી એમની પાસેથી આશા રાખીએ છીએ. અમારી આ પદ્ધતિ જે કોઈને વાંધાભરી લાગતી હોય તે અમને એ જણાવી શકે છે, પણ હા-નાનો ઉત્તર ન આપ, અંક પાછે ન મેકલવો ને વી. પી.ને જ અસ્વીકાર કરે એ નીતિ તે સમભાવ અને સજજનતાના ભંગ જેવી છે. દરેક વ્યક્તિ સાહિત્ય પ્રત્યેની પિતાની આવી અ૫ ફરજ તે બજાવતી જ રહે એ આશા આ તકે જાહેર કરવી જરૂરી માનીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com