________________
કુર્ર્ .. સુવાસ : કાર્તિક ૧૯૯૬
એ-ત્રણ જ ધર છે. બાકીના બાર દેશાવર ચાલ્યા ગયા અને જુદે જુદે ઠેકાણે જગ્યા આંધીને રહ્યા. એમ કહેવાય છે કે વડનગરને કિલ્લે આધ્યેા. ત્યારે નાગરાના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું દેવાલય ગામની અઢાર બંધાવ્યું તેથી મહાદેવ તેમના પર ગુસ્સે થયા ને તેથી તેમની વસ્તી ગામમાંથી ધટી ગઇ. વડનગર આબાદ હતું પણ મુસલમાનેાએ તેને પાયમાલ કર્યું, અને પછી મરાઠાઓએ એ વખત લૂંટયું તથા બાળી નાખ્યું તેથી નાગરેા રાતવાસા લઇ નાસી છૂટયા તે પછી ગામમાં આવીને વસ્યા જ નહિ.
નાગાનું મૂળ વસતિસ્થાન વડનગર. તેથી વડનગરમાં નાગરા રહેતા હતા ત્યાંસુધી તેમનામાં જુદી જીરી ન્યાતા બંધાયલી નહેાતી, પણ જ્યારે તે જુદે જુદે ગામ જથા આંધીને રહેવા ગયા ત્યારે તે તે ગામનાં નામ ઉપરથી તેમના જથાનાં નામ પડયાં. જે વડનગરમાં જ રહ્યા તે વડનગરા કહેવાયા.
નાગરાની ઉત્પત્તિને માટે જુદી જુદી દંતકથાએ અને કલ્પના છે. કેટલાકના મત એવા છે કે એ આ દેશના વતની નથી, પણ વિશ્વવિજેતા મહાન સિકંદરની સાથે જે શ્રીકા, સિથિયને અને ખાદ્રિયને આ દેશમાં આવ્યા હતા તે પછી કાયમનેા વસવાટ કરીને આ દેશમાં રહ્યા તથા આર્યામાં ભળી ગયા તેના વંશજો તે નાગરા છે. તેઓ ગૈારવર્ણના, કદાવર દેખાવના, બળવાન અને બુદ્ધિશાળી હતા: જે ગુણેા હાલ પણ નાગરામાં છે. વળી કનકસેન રાજાની સાથે નાગજાતિના લેાકા આવ્યા તે વડનગરમાં આવીને વસ્યા તે જ નાગરે એમ પણ કહેવાય છે. પુરાણમાં એક કયા એવી છે કે શિવનું લગ્ન થયું તે વખતે બ્રહ્મા લગ્નવિધિ કરાવતા હતા તે વખતે પાર્વતીનું સ્વરૂપ જોઈ ને બ્રહ્માનું મન ચલિત થયું તેથી તે શરમાઈને જતા રહ્યા. પછી લગ્નવિધિ પૂરી કરાવવા શિવે કપાળમાં ચાડેલા અક્ષતમાંથી જમીન ઉપર દાણા પાડવા તેમાંથી કેટલાક બ્રાહ્મણા ઉત્પન્ન થયા તે તે બ્રાહ્મણા પાસે લગ્નવિધિ પૂરી કરાવી. એ બ્રાહ્મણેાને નાગકન્યા પરણાવી વડનગરમાં વસાવ્યા. તે નાગર બ્રાહ્મણો કહેવાયા.
નાગરાના મુખ્ય છ ભેદ છે. વડનગરા, વિસનગરા, સાઢાદરા, પ્રશ્નોરા, કૃષ્ણેારા અને ચિત્રાડા. આ ભેદે ગામભેદે પડેલા છે. આ ઉપરાંત ડુંગરપુરા અને સીપાહી નાગરે! પણ છે. બાયડ નામે નાગરાને એક ભેદ છે, તે સાઠાદરામાંથી કાર્ય કારણથી બહિષ્કૃત થયેલા તેમનેા છે. વડનગરા, વિસનગરા અને સાઠોદરામાં ગૃહસ્થ નાગર અને ભિક્ષુક નાગર એવા એ ભેદ છે. જે નાગાએ દાન લેવાનું છેાડી દીધુ' અને રાજદરબારની નેાકરી કરવા માંડી તે ગૃહસ્થમાં ગણાયા અને જેએ પાનપાન સંધ્યા વંદનાદિ કર્મ કરતા રહ્યા તથા જેમણે દાન લેવાનું જારી રાખ્યું અને ગૃહસ્થ નાગરેશને ત્યાં ગોરપદું કરવા માંડયું તે ભિક્ષુક નાગર કહેવાયા.
વડનગરા નાગર। તે। વડનગરમાં કાયમને વસવાટ કરીને રહેલા અને જેમણે રાજાઓનું દાન નહિ લીધેલું તે વડનગરા નામથી જ પ્રસિદ્ધ થયા છે. બધા પ્રકારના નાગરેમાં વડનગરા શ્રેષ્ઠ ગણાય છે અને તેએ સુખી તથા વૈભવી છે.
વિસનગરા નામ વિસનગર ઉપરથી પડેલું છે. વિસનગર શહેર અજમેરના વિસલદેવ રાજાએ ગુજરાતના રાજા ભીમદેવ સેાલંકી ઉપર જીત મેળવી તેની યાદગીરીમાં વસાવેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com