________________
નાગર-ગરવ - ૨૧ અને નંદશંકર તુલજાશંકર જેમણે ઘણું રાજ્યનાં કારભારાં કરેલાં તેવા મહા મુત્સદ્દી નાગર હતા. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા અને જૂના કવિઓમાં છેલ્લે રસમસ્ત કવિ દયારામ નાગર હતા. અર્વાચીન કાળમાં નરસિંહરાવ ભોળાનાથ, દિ. બ. કેશવલાલ ધ્રુવ, વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સમર્થ ભાષાશાસ્ત્રીઓ તથા તત્વચિંતકે નાગરોમાં ઉત્પન્ન થયા છે. અને હાલના જમાનામાં પણ સર પ્રભાશંકર પટ્ટણી તથા સર મનુભાઈ જેવા નાગરોએ મોટા રાજ્યોની દિવાનગીરીએ દીપાવેલી છે. હિંદના સાડા ત્રણ ડાહ્યાઓ–હૈદ્રાબાદના સરસાલાર જંગ બહાદુર, ઇદેરના સર દિનકરરાવ, વડોદરાના રાજા સર ટી. માધવરાવ અને અર્ધા ભાવનગરના ગગા ઓઝા; તથા દિ. બ. મણિભાઈ જસભાઈ, સર લલ્લુભાઈ શામળદાસ અને રાજેન્દ્ર સોમનારાયણ દલાલ જેવા લાખોની ઉથલપાથલ કરનારા વેપારીઓ પણ નાગરોમાં છે.
નાગર નામ નગર ઉપરથી પડેલું છે. જે બ્રાહ્મણો તપોવનના આશ્રમોનો ત્યાગ કરી નગરમાં રહેવા આવ્યા અને રાજાઓના આશ્રિત થઈ રાજ્યકારભારમાં ભાગ લેવા લાગ્યા તેઓ કાળે કરીને નાગર–નગરમાં વસનારા કહેવાયા, અને રાજદરબાર સાથે વધારે પરિચય થવાથી ને રોજના સહવાસથી કુદરતી રીતે જ તેમનામાં મુત્સદ્દીગીરી, ચતુરાઈ, સુઘડતા વગેરે ગુણે આવ્યા.
નાગરોનું મૂળ વસતિસ્થાન વડનગર હતું. વડનગર નામ વૃદ્ધનગર ઉપરથી પડયું છે. એને વૃદ્ધનગર કહેવાનું કારણ કે એ જૂનામાં જૂનું-ઘણું કાળથી વસેલું માટે વૃદ્ધ-ઘરડું શહેર કહેવાતું. એ આનર્ત દેશમાં એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. પુરાણમાં એવી વાત છે કે પૂર્વે એ દેશના ચમત્કાર નામના રાજાએ એ જગ્યાએ શહેર વસાવી તે બ્રાહ્મણને વસવા આપ્યું હતું. એ સ્થળ નીચે પાતાળમાં હાટકેશ્વર મહાદેવનું સ્થાન હતું. દેવેએ સેનાની પ્રતિમા બનાવીને તેમાં મહાદેવની સ્થાપના કરી હતી અને ત્યાં જવા આવવાને માર્ગ પણ બનાવ્યા હતા, તેથી ઘણુ માણસ પાતાળમાં મહાદેવની પૂજા કરવા જતા ને તેને પુણ્યના પ્રભાવથી સીધા સ્વર્ગમાં ચાલ્યા જતા. આથી સ્વર્ગમાં વસ્તી વધી જવા લાગી એટલે કે તે માર્ગ માટી નાખીને પૂરી દેવડાવ્યા. પણ પછી નાગાએ ત્યાં દર પાડયાં ને તે દરેમાંથી ઘણું નાગ પૃથ્વી ઉપર આવવા લાગ્યા. એ નાગોના ત્રાસથી બ્રાહ્મણોને ગામ છોડવું પડયું. છેવટે તેઓ મહાદેવને શરણે ગયા ત્યારે શિવે તેમને કહ્યું કે હું તમને “નગર' એ મંત્ર આપે છું. એ મંત્ર બોલતા બોલતા તમે શહેરમાં જાઓ એટલે તે સાંભળીને જે નાગો ત્યાં હશે તે પાતાળમાં નાશી જશે ને જે નહિ જાય ને ત્યાં ને ત્યાં જ રહેશે તે વિષરહિત થઈ જશે. મંત્રને અર્થ એ છે કે ન એટલે નહિ અને નર એટલે વિષ, અર્થાત નગર એટલે વિષરહિત. તેથી એ નગર શબદના પ્રભાવથી નાગે જતા રહ્યા ને શહેર આબાદ થયું માટે બ્રાહ્મણોએ તેનું નામ નગર પાડયું. દુનિયામાં એણે પહેલવહેલું નગર નામ ધારણ કર્યું તેથી એ સૈથી જૂનું, માટે વૃદ્ધ નગર કહેવાયું. તે જ વડનગર. આનંદપુર એવું પણ એનું નામ હતું.
આજે પણ વડનગર ગુજરાતમાં એક પ્રખ્યાત શહેર ગણાય છે. અસલ એમાં નાગરોની જ વસ્તી હતી. અને તે નાગરે શ્રીમંત તથા સુખી હતા. હાલ તે તેમાં નાગરોનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com