________________
જીવન ઝરણ
प्रभा
થોડાક શીખ સૈનિકે સાથે ગુરુ ગોવિન્દસિંહ ચમકૌડના કિલ્લામાં ઘેરાયા. કિલ્લાની આસપાસ વિરાટ મેગલસેના પથરાઈ વળી. છૂટવાને એક માર્ગ ન રહ્યો.
ગુરુએ એક પછી એક વિરે બહાર નીકળી માગલસેના અને સેનાપતિઓને હંફાવવાની નીતિ સ્વીકારી, ને તેમના મેટા પુત્ર અજીતસિંહે પહેલ કરવાની આજ્ઞા માગી.
ધન્ય બેટા.” ગુરુએ હસીને વિદાય આપી.
અજીતસિંહ ચેડા જ સમયમાં લડતાં લડતાં સ્વર્ગે સિધાવ્યું. ને તરત જ તેમના, ચાદ વર્ષની વયના, બીજા પુત્ર જુઝારસિંહે પિતા પાસે યુદ્ધ ચડવાની આજ્ઞા માગી.
“ શાબાશ, બેટા” ગોવિન્દસિંહે પુત્રની પીઠ થાબડી. પિતાજી” પુત્ર ઘોડે ચડતાં બે તરસ લાગી છે. થોડુંક પાણી હશે?”
પાણી!ગોવિન્દસિંહે શાંતિથી કહ્યું, “પાણી તે સમરભૂમિ પર સૂતેલા તારા ભાઈની પાસે હોય. ત્યાંથી પી લેજે.”
પુનામાં ધારાસભાની બેઠક મળી હતી. તે સમયે લેકમાન્ય તિલક સભાગૃહમાં પ્રવેશવા જતાં બારણે બેઠેલા નોકરે સામે લટકાવેલ પાટિયા સામે તેમનું ધ્યાન બચ્યું. તે પર લખેલું હતુંઃ માનવંત સભ્યો સભામંદિરમાં પ્રવેરાતાં તેઓ કૂલ ડ્રેસ (કેટ–પાટલુન-મેજ ખૂટ)માં ન હોય તો મહેરબાની કરીને તેમણે પિતાના જોડા અહીં ઉતારી દેવા.”
લોકમાન્ય સાદુ ધેતિયું અને ચંપલ પહેર્યા હતાં. તેમણે ચંપલ કાઢીને એક ખૂણામાં ગોઠવતાં નેકરને કહ્યું, “જરા સભાના મુખ્ય મંત્રીને અહીં બોલાવી તે.”
નેકર માનવંત મંત્રીને બોલાવી લાવ્યા. તિલકે પિતાનાં ચંપલ સામે આંગળી ચીંધી તેને કહ્યું, “હું સભામાં હેઉં ત્યાંસુધી અહીં મારાં ચંપલ સાચવતા બેસે.”
મંત્રી અવાફ થઈ ગયો. પણ ધારાસભા અંગેના કામકાજમાં મંત્રીનું સ્થાન સભા અને સભાસદોના નેકર સરખું હેય છે. તે તિલકનાં ચંપલની સમીપ બેસી ગયા.
તિલક સભામાં ગયા. સભાનું કામકાજ શરૂ થતાં તેની નોંધ લેવાને ગવર્નરે મુખ્ય મંત્રીની તપાસ કરવા માંડી. તિલકે શાંતિથી કહ્યું, “એમને તે મેં મારા જેડ સાચવી રાખવાને બારણે બેસાડવા છે.”
ગવર્નર ચમકયા. પણ તરત જ તે પળ પારખી ગયા. તે જાણતા હતા કે મંત્રીની હાજરી સિવાય સભાનું કામકાજ આગળ વધી શકે નહિ; ને પ્રખર કાયદાબાજ તિલક આ વિષયમાં પાછા પડશે નહિ. તેમણે તરત જ ધોતિયું પહેરનારે જોડા ઉતારવાના નિયમને રદ કર્યો. ને ત્યારે જ મંત્રી સભાગૃહમાં પાછા ફરી શક્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com