________________
જીવનનું એક મોંધુ અને મધુર છતાં હળવું અને કરુણ સંસ્મરણ
મોહન વ. ઠાકરે કોલેજમાંથી છૂટીને બપોરે ઘરભણું વળતું હતું ત્યાં ખજુર ભરેલી ઠેલણગાડી ઠેલી જતા કેઈ વૃદ્ધ ફરિયાનો સાદ મારે કાને પડેઃ “ખજુરો મસ્કતી ખજૂર....” અને અધમધરાતે વાંચતાંવાંચતાં એકાદ ઝોલું આવતાં હાથમાંનું પુસ્તક સરીને ભયે પડી જાય એમ મારું વન સરી પડયું; હું ચારપાંચ વરસને શિશુ થઈને પેલી ઠેલગાડીના ખાલી ભંડકિયામાં પોઢી ગયો !
બા તે મને ધાવણે મેલીને જ ધામમાં ચાલી ગઈ'તી એટલે મારે મન તે, બા કે બાપા જે કહે છે, એક ‘અધા જ હતા. વહેલી પરોઢે, હજુ તે મેંઝણુંય માંડ થયું હોય ત્યાં, શિયાળાની ગુલાબી ટાઢમાં એમની હૂંફાળી ગાદમાં અર્ધા ઊંધમાં, અર્ધા જાગત
“મારે ઘેર આવજે માવા, સવારે ઢેબરાં ખાવા” એ મધુર પરભાતિયું સાંભળતા પડ રહે અને હજુ આજેય મને એ પરભાતિયું અને એના ગાનાર હેતાળ “અ” બંને, એવા ને એવાં જ સાંભરે છે ! - મિશનરેડ પરના વાડામાં, એક ઘટાદાર લીમડાની મીઠી છાંયે ગુણપાટ, ખપાટિયાં અને પતરાંમાંથી ઊભી કરેલી નાની શી ઝૂંપડીમાં અમે બાપદીકરો સુખે રહેતા!
- સવારમાં વહેલા ઉઠી. દાતણપાણથી પરવારી, સહેલું કામ ‘અધાની આંગળીઓ વળગી, કે એમને ખાંધેલીએ ચડી, ભીમા કંદોઈની હાટથી ગરમાગરમ ફાફડિયા ગાંઠિયા, અને મોહનથાળ લેવા જવું એ ! મને ત્યારેય મો’નથાળ ખૂબ ભાવત, મોહન ખરોને ! અને “અધા” નેય અફીણની ગોળી પછી એ ડુંગે ઠીક માફક આવતો !
ઘેર આવી અધા મંગાળા ઉપર ઝટપટ બે રોટલા ટીપી કાઢતા, ને ડુંગળીનું ડચકું ને રોટલાનું બટકે સીરાવી ગામમાં ફેરીએ ઊપડતા. ઠેલણગાડીના થાળા ઉપર ખજુરનું વાડિયું ગોઠવાતું, ને નીચે, ભંડકિયામાં બંદા ! “ખર મસ્કતી ખજૂર' આમ સાદ દેતા બાપા શેરીએ શેરીએ ઘૂમતા હય, ને હું ભંડકિયામાં આરામથી ઘટી ગયો હોઉં!
ધમ ધખ્યા હોય, ત્યારે કોઈ વડ કે લીમડાને છાંયે ગાડી ઉભી રાખી “અધા' ઘડીક પિરો ખાતા. હું જાગ્યો હોઉં, ને ભૂખ લાગી હેય તે, સામેની હોટેલમાંથી ચા-ગાંઠિયા મંગાવી રોઢે કરતા, અને પાછા ફરીએ ઊપડતા ! દિવસ નમતાં હુંય ઠેલણગાડીના થાળા ઉપર બેઠે બેઠે “ખજૂર લ્યો મસ્કતી ખજૂર” ની ઝીણી બૂમ પાડતો. - સાંજે પાટી-દફતર ઉલાળતા નિશાળિયાઓ નિશાળમાંથી નીસરી પાંસરા ઘેર જતાં મને ગાડીના થાળા ઉપર બેઠે બેઠે એકલે ‘દુકાન દુકાન રમતો જોઈ તાજુબ થતા ! કઈ પૂછતા “વલુકાકા અને રાજ સાથે જ કાં ફેર, ઘેર કેમ નથી રાખતા ?'
કોઈ ઘરાક વળી પૂછતું: “આ તમારે દીકરે કે, કાકા ?”
“દીકરે તે પ્રભુનો, ભાઈ, આપણે તે ગોવાળિયા રહ્યા, ગોવાળિયા !” અધા જવાબ વાળતા. એમની આ વાત સમજી શકું એટલે સમજણ ત્યારે તે થયો, એટલે તે મારી સીગારેટના ગોળ ડબ્બાનાં ઢાંકણાં ને સાંઠીકડાંની બનાવેલી લાકડી ને પથરા-ઠીકરાંનાં તેલાં વડે દુકાન દુકાન” રમવામાં જ વધુ મોજ માણતે.
આજે, વીસવીસ વરસ પછી, જ્યારે એ બધું સંભારવા બેસું છું ત્યારે આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવે છે. “પ્રભુના બાળકને લાડકોડથી ઉછેરનાર એ “ગેવાળ” આજે નથી; છે, હૈયામાં સદાને માટે જડાઈ રહેલું એનું મધુરું સંસ્મરણ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com