________________
૧૫૬ સુવાસ : શ્રાવણ ૧૯૯૫
ગર્ભમાં પોષનાર, જન્મ આપનાર, ખેળે ઉછેરનાર, અમૃતસમાં દૂધ પીનાર, બાળપણને સંસ્કારથી સિંચનાર જન્મદાત્રીને માનવી ગર્ભપુત્ર છે. માતા પણ જ્યારે દૂધ ન પાઈ શકે, યૌવન ઊછળતું હોય કે જીવનનાં સ ચુસાઈ ગયાં હેય, હાથમાં સમશેરે રમતી હોય કે પગનું કૌવત પણ આથમી ગયું હોય ત્યારે પણ જે એવા એકને જ નહિ અનેકને નિરંતર દૂધ પાયા કરે છે; જે માનવીની જ નહિ, પૃથ્વીમાતાની પણ માતા છે; સંતાનઘેલછાના પૂર્વસંસ્કાર સંતોષવાને જેને પ્રાણીની છતાં જગતમાતાની પવિત્ર જાતિમાં જન્મ મળે છે, જેનામાં શાંતિ-ગૌરવ-સહિષ્ણુતા માનવમાતા કરતાં પણ વિશેષ પ્રમાણમાં ઝળહળે છે તે ગાયમાતાને માનવી દૂધપુત્ર છે. જેણે આજીવન સંસ્કાર સિંચ્યા, તેજ બક્યું; માનવતા શીખવી, ધર્મ સમજાવ્યો; અનેકેને જેણે એક સાંકળે ગૂઠ, અલ્પમાં પણ જેણે આત્મભાન પ્રે; કલા અને સાહિત્ય, સ્થાપત્ય અને ગાર-જીવનનાં અનેક મધુર અંગે જેની સહાયથી ઝગમગ્યાં એ અદેહી છતાં પ્રત્યેકના હૃદયમાં વિરાજતી સંસ્કૃતિ-સરરવતી માતાને માનવી સંસ્કારપુત્ર છે. જે જડ છતાં ચેતનમાત્રને આધાર છે, કુદરતની રમણીય લીલાઓનું મંદિર છે; જે જળ પાય છે, જીવન રક્ષે છે; જે મૃત્યુ પછીની પણ શયનભૂમિ છે; સમસંસ્કારી બંધુઓની સાથે વસવાનું જે ગૃહમંદિર છે એ જન્મભૂમિને માનવી દેશપુત્ર છે. આ ચારે માતાઓ પ્રત્યે માનવીની સમાન જવાબદારી છે. એ ચારમાંથી એકની કિંમત ઓછી આંકનાર બાકીનાની વિશુદ્ધિ પર ત્રાપ મારે છે.
જનની અને જન્મભૂમિને તો જગતનાં પ્રત્યેક રાષ્ટ્રોએ વંદનીય ગણેલ છે. પણ એ ભાવનાએ કેવળ એ લાલસાજ જન્માવી જેને અનુસરી તેમણે ઘડેલા નિયમોને સંસ્કૃતિનું નામ અપાયું-જે સંસ્કૃતિ આજે જગતની વિરલ પ્રજાઓને ચક્કીમાં પીસી રહી છે. પણ હિંદ જનની અને જન્મભૂમિ ઉપરાંત ગાય અને સરસ્વતી-સંસ્કૃતિને પણ વંદનીય ગણ્યાં. ગાયને માતા ગણવાથી હિંદની મહાન પ્રજાને આજીવન માતાનું દૂધ મળ્યું-જેણે એના જીવનમાં અન્યાયને આવતે અટકાવ્યું, જેના વિશુદ્ધ પ્રભાવથી એનામાં શિશુનો સમભાવ ને માધુર્ય કેળવાયાં. સંસ્કૃતિને માતા ગણવાથી તેનામાં એવું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસ્યું જે હજારો વર્ષોના આક્રમણ અને નીચ યુક્તિઓ સામે હજી પણ કેટલેક અંશે અવનત ઊભું છે. અને હિંદની સંસ્કૃતિ વધારેમાં વધારે ઉન્નત, સંરક્ષણીય અને પ્રભાવશીલ એ માટે છે કે તે કેવળ લાલસાઓ સંતોષવાને કે અન્યને ભણવાને નહિ પણ સંસ્કાર, ન્યાય ને તેજને ખીલવવાને, પ્રાણીમાત્ર પ્રત્યે બધુભાવ કેળવવાને, ભૂમિને રક્ષવાને, સમૃદ્ધિને વિકસાવવાને, માનવતા જાળવવાને રચાઈ છે.
હિંદની મહત્તા જેટલી એના ભૂમિ-સ્વાતંત્ર્યમાં છે એટલી જ એ એના ગાય પ્રત્યેના માતૃભાવમાં, જનની પૂજામાં ને સંસ્કૃતિરક્ષામાં છે. જયપરાજય તો ભાગ્યને આધીન છે. પણ માનવીની કિંમત તે ન્યાયની, સંસ્કૃતિની, પવિત્રતાની કે સંસ્કારની જાળવણી માટેની એની તમન્નામાં છે. અને જ્યારે એ તમન્ના પૂરેપૂરી ઝગમગી ઉઠે ત્યારે જ
વ માતરમ પદની ભાવનાને તે સાર્થક બનાવી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com