________________
સભ્યપરિચય |
IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
શ આના,
*
ત્રણ કાવ્યગ્રન્થ ૧. પાંખડી-કર્તાઃ જેઠાલાલ નારાયણ ત્રિવેદી. પ્રકાશક: બચુભાઈ રાવત, કુમાર કાર્યાલય, રાયપુર, અમદાવાદ. કિમત બાર આના.
૨. કુમારનાં કાવ્યો–લેખકઃ મહેન્દ્રકુમાર મોતીલાલ દેસાઈ. પ્રકાશક : જે. એમ. દેસાઈ, અમદાવાદી પાળ, કડવા શેરી, વડોદરા. મૂલ્ય એક રૂપિયો.
૩. મદાલસા-લેખકઃ ગોવિન્દ હ. પટેલ. પ્રકાશક: ગોરધનભાઈ કીશોરભાઈ પટેલ, વડોદરા. કિંમત દશ આના. - જેટલાં સ્વરૂપ કુદરતનાં છે એટલાં જ કવિતાનાં છે. કવિતા સાગરની જેમ ગર્જતી હોઈ શકે, સરિતાની જેમ રૂપેરી પટે દેડતી પણ હેય; મેઘધનુષ્યની જેમ સુરમ્ય રંગપ્રધાન હોય તે ઝરમર વર્ષતી વર્ષની જેમ તે આહલાદક પણ હોઈ શકે; મોતીની જેમ ચમકતી હોય તો તમાળાની જેમ ગૂંથેલી પણ હેય; અમૃતબિંદુની જેમ મધુર હોય તે પુષ્પપાંખડીની જેમ સુગંધફરતી પણ હેય. મેઘદૂતને સહેજે ખેતીની માળાની ઉપમા આપી શકાય.
એક શ્લોક કે ઓછામાં ઓછી પક્તિઓમાં એક જ ભાવ કે દર્શનને વાળીમાં મતીની જેમ પરેવતી, પૂજનના વાળમાં પુષ્પપાંખડીની જેમ સોહાવતી કે અમૃતબિંદુનો સ્વાદ બક્ષતી કવિતાને મુક્તક કહેવાય છે. “પાંખડી” એવા મુક્તકોનો સંગ્રહ છે.
કુમારનાં કાવ્ય 'માં મુક્તકે છે; ભાવ, દર્શન કે આત્મમંથનને વિકસાવતી કે વર્ણવતી લાંબી કવિતાઓ પણ છે.
“મદાલસા ' એ એક પૌરાણિક પ્રેમપ્રસંગનું ભાવ-ચિત્રદર્શન કરાવતું સળંગ અને સંવાદમય કાવ્ય છે.
ત્રણે કાવ્યસંગ્રહમાં આમુખ પણ ગુજરાતના ત્રણ જાણીતા વિવેચકેએ લખ્યો છે. પાંખડીમાં શ્રી. રામનારાયણ પાઠક, કુમારનાં કાવ્યોમાં શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ અને “મદાલસામાં શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.
શ્રી રામનારાયણ પાઠકે પિતાના કથનમાં મુખ્યત્વે મુક્તકનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી રમણલાલ દેસાઈ ‘કુમારનાં કાવ્યોના ગુણદોષ વર્ણવે છે; શ્રી ત્રિવેદી “મદાલસાનું અવલોકન કરતાં સાથે રસપાન પણ કરે છે.
પ્રાચીન યુગ કવિતાને પ્રકૃતિમાં બાંધવા મથત; અર્વાચીન યુગ તેને વિજ્ઞાન અને જીવનના સામાન્ય પ્રશ્નોમાં બાંધવા મથે છે. આ ત્રણે કાવ્યગ્રન્થ અર્વાચીન કરતાં પ્રાચીન સ્વરૂપને વિશેષ પ્રમાણમાં અનુસરે છે એટલે સંભવિત છે કે અર્વાચીન યુગ-સંપ્રદાયીઓને એ યોગ્ય પ્રમાણમાં ન આકર્ષ; છતાં ત્રણેમાં કવિત્વના માધુયંગભ ચમકાર ઓછેવધત અંશે પણ છે જ.
આ ત્રણે પુરતમાં મૌલિક ચિંતન, રમ્ય શબ્દગૂંથણ, સુલલિત પ્રવાહ, ચિત્રાત્મક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com