________________
૧૯૬ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫
પાશ્ચાત્ય સંસ્કૃતિ વિષે એને અભિપ્રાય ણા જ હલકા છે. તે કહેતા, પશ્ચિમને સંસ્કૃતિ જેવું કંઈ હતું જ કયાં ? એ તે બધું ધર્મયુદ્ધ ( ઝેડ ) ના પ્રસંગે પૂર્વમાંથી
આયાત કરેલું છે. '
સ્ત્રીઓ વિષે તેના અભિપ્રાય લગભગ નેપાલિયન જેવા છે. તે કહેતા, ‘સ્ત્રીઓને સન્માન આપવું પણ એમના પાસેથી પવિત્રતા, સંસ્કાર અને સેવાપરાયણતાની પૂરેપૂરી આશા રાખવી. તે પાતે ધણા જ અતડા હતા. એક અમલદારના પુત્ર સાથે એને મિત્રતા બંધાયેલી. તે મિત્રની ખૂબસૂરત બહેન અને તે—બંને હૃદયથી પ્રેમમાં પડયાં, પણ બંને એકમેકને શબ્દોમાં તે તે કાઈ દિવસ ન જ કહી શકયાં. એક પ્રસંગે એક ગાવાળકન્યા એની વાગ્યારા પર મુગ્ધ બની ગઇ. તેણે તેના પાસે પ્રેમની માગણી કરી. તે હીટલરને પેાતાના એકાંત ઘરમાં પણ લઈ ગઈ. પણ હીટલર તેને સ્પર્ધા પણ વિના ત્યાંથી ભાગી છૂટયા.
ગમે તેવા ગહન વિષયામાં પણ તે માથું મારતા. પણ એક વખતે શાપનહેગને લગતા વિષ્યમાં તેની કચાશ પકડાઇ જતાં પૂર્ણ અભ્યાસ વિના કાઇ પણ વિષય પર ન ખેલવાનું તેણે વ્રત લીધું.
'
અન્યાયને તે ઉગ્ર વિરાધી હતા. એક વખતે એને લાગ્યું કે ડેનીશે તેની સાથેના કામમાં તેને છેતર્યા છે કે તરતજ તેણે વર્ષોજૂના મિત્રને પણ કા માં ધસડયેા.
આજે તે જર્મનીના સર્વસત્તાધીશ છે પણ તેના જીવનનું ઘડતર ઉપરના સાધારણ પ્રસંગાને આભારી છે.
સાપેક્ષવાદના નવા સિદ્ધાન્તના સંશાધક અને મહાન વિજ્ઞાનવેત્તા એઈન્સ્ટીનને તેના એક મિત્રે તેના નવા વાદની ટૂંકી વ્યાખ્યા પૂછી. એઈન્સ્ટીને કહ્યું :
‘સુંદર–ગુલામી યુવતી પાસે એક કલાક એક મિનિટથીયે એછે લાગશે, ભઠિયારા પર એક મિનિટ કલાક કરતાં પણ વધુ લાંખી જણાશે.......આનું નામ સાપેક્ષવાદ.'
અમેરિકન મ્યુઝિયમમાં નેચરલ હીસ્ટરીના સાયન્સના પ્રેફેસર કહે છે કે, ‘ માનવી વધ્યા જ કરે છે. પાંચ લાખ વર્ષમાં એ રાક્ષસી ઊંચાઇએ પહોંચશે. ' બીજા કેટલાક વિદ્વાન એથી ઊલટા જ અભિપ્રાય ધરાવે છે. તેમનું એમ કહેવું છે કે, “લાખા વર્ષ પૂર્વે માનવી રાક્ષસી કદને! હતા. ધીમેધીમે તે ઘટતા જ આવ્યા છે. ”ને તેમની એ માન્યતાની સાબિતીમાં હમણાં વાશિંગ્ટનની બ્લેક ડાયમન્ડ ક્રાલસાની ખાણુ પાસેથી તેમને માનવીનું સાડાત્રણ ફૂટ લાંબું પગલું પણ મળી આવ્યું છે.
કેપ્ટન કેરીના જન્મ વખતે એને બાપ એટલા બધા ખૂશ થઈ ગયેલા કે તેણે પોતાના પુત્રને હિંદી સૈન્યના બધા જ અંગ્રેજ કેપ્ટાનાં નામ એકી સાથે આપી દીધાં. એ અન્વયે કૅપ્ટન કેરીનું ખરું નામ ‘એસ્કર વીલિયમ ફ્રી એન્લીસ પ્રીવ્ઝ એલન જહાન ડૅાન પેટ્રો એલ્ફેનલ્સ મેલટાર ગુસ્ટાફ્સન ટટલ સ્ટેપ કાર્લ કરી' છે.
નીગ્રાજાતિમાં એમ મનાય છે કે માઢામાં જો ચાંદીનાણું રાખવામાં આવે તે ભૂતપ્રેત વળગતાં નથી. એને અનુસરી જોન વેક્સ્ટર નામના નીગ્રેાએ ૪૪ વર્ષ સુધી સતત પોતાના મેઢામાં ચાંદીતા ડૉલર રાખેલા. તેમ કરતાં ત્રણ ડેાલર તા ચગળાઈને ખલાસ થઈ ગયેલા.
જગતના મેટામાં મેટા સહરાના રણને ઠેકાણે પહેલાં જળ હતું. શેાધખેાળ કરતાં તેના ભૂગર્ભમાંથી સૂકી માછલીએ સાથેના કૂવાઓ મળી આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com