________________
પરદેશી આંખે–
[ ચર્ચાપત્ર ]
તંત્રી શ્રી—
આજે આપણે શિક્ષણ અને સંસ્કારમાં, વાણી અને વર્તનમાં, વિચાર અને પહેરવેશમાં, ધર્મ અને રાજકારણમાં તેા પરદેશી બની ગયા છીએ. પણ આપણાં એ મેટામાં મેટાં કમભાગ્ય નથી કે હજારો વર્ષોં સુધી હિંદનું સ્વાતંત્ર્ય સાચવી રાખનાર, જગતની સર્વોત્તમ સંસ્કૃતિ ઘડનાર, પ્રજાને પવિત્રતાના મંત્રો શીખવનાર આપણા મહાન પૂર્વજોને તે આપણા ઈતિહાસને પણ આપણે પરદેશીઓની આંખે કૅ પરદેશીએએ આપણને આપેલી આંકણીએ માપી રહ્યા છીએ ? કેટકેટલાંય ઐતિહાસિક અસત્યને આપણે પરદેશી આંખે સત્ય તરીકે જોઈ રહ્યા છીએ. એવાં અસત્યા અનેક છે પણ અહીં હું એ વિષયને નથી સ્પર્શતા. અહીં તે મારા આશ્ચય આપણાં કેટલાંય સ્વાભાવિક સત્યાને આપણે કેવળ પરદેશીઓને અનુસરીને ચૂથી રહ્યા છીએ; કેટલાંય નામેાને ભ્રષ્ટ કરી રહ્યા છીએ; અંગ્રેજીના ઉચ્ચારને ન સમજી, મૂળ તપાસી જોવાને ખલે, કેટલીક વખત, બિચારા પરદેશીઓએ લીધેલ શ્રમને પણ આપણે કુવા હાસ્યાસ્પદ બનાવી રહ્યા છીએ એ સંબંધી કંઇક ટાંચા આપવાના છે.
ટાંચણા કે દાખલાઓ આપતાં તે તે લેખકનાં નામ નોંધવાં પડે એ સ્વાભાવિક છે. પણ એના અર્થ એ નથી કે હું એ લેખાની ભૂલા દર્શાવવા માગું છું. અનેક લેખકાની અનેક ભૂલા નાંધવાને અહીં અવકાશ પણ નથી. પરિણામે ચેડાક નોંધપાત્ર દાખલાઓ રજુ કરી, આપણી સ્વતંત્ર-સમગ્ર પ્રજાકીય ચાકસાઈ ધ્રુવળ પરદેશીઓને અનુસરીને કેટલી અવનત બની રહી છે એ દર્શાવવા રજા લઉં છું.
ચંદન તે મલયાગીરી નામે રાજદંપતી અને સાયર તે નીર નામે તેમના પુત્રોની હડ્ડીકત ભારતજાણીતી છે. પણ કર્નલ ટાર્ડ, ‘ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇન્ડિયા’માં લખ્યું કે, ‘ચંદનરાજાએ ચન્દનાવતી (વડાદરા) વસાવ્યું હતું. તેને મલયાગીરી નામે પત્ની અને સાક્રી અને નીલા નામે એ છે।કરી હતી. ’ આ વિધાના કેટલાં સાચાં છે એની તપાસ કર્યાં વિના જ ‘એન્સાઇકલેપીડિયા ઈન્ડીકા ', ડૉ. નંદલાલકૃત ‘જોગ્રાફીકલ ડીક્ષનેરી' વગેરેમાં એની એ રીતે નોંધ લેવાઈ.
વડાદરાનું મૂળ નામ પરદેશીઓએ વીરવતી (વીરાથી વસાયલી) ઠેરવ્યું. અંગ્રેજીમાં એ પરથી લખાયું–‘ Viravati ';ને એ અંગ્રેજી શબ્દ પરથી શ્રી. નર્મદાશંકર લાલશંકર કવિએ ‘ગુજરાત સર્વ સંગ્રહ'માં લખ્યું-‘વરાવતી.’ વરાવતીને અર્થ સ્વ. વિ જાણે. પણ એ પરથી ડૉ. અતેકર જેવા અનેક વિદ્વાનાએ એવા જ ઉતારા કર્યાં.
રાજવી ધંધુરાજનું અંગ્રેજી શબ્દાંતર Dhandhuraj. એ પરથી રાવબહાદુર દેસાઇ જેવાના ઇતિહાસમાં પણ તંદુરાજ લખાયું.
મહાકવિ આસડ ’ને કવિસભારંગાર'નું બિરુદ મળેલું. ‘ આસડ ’નું અંગ્રેજી રૂપાંતર Asad' અથવા ‘Ashad. ' એ અંગ્રેજી શબ્દ પરથી શ્રી. મેાતીચંદ કાપડિયાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com