________________
૧૯૨- સુવાસ : શ્રાવણ ૧૨ વણિક–યુવાન આવી પહોંચ્યો. તેણે સામને ઉપહાસ કરતાં ગુણપૂજક રાજાએ તેને પણ નિશાન તાકવાની અનુમતિ આપી. યુવાને તે જ પળે નિશાનને એક બાણથીજ વીંધી નાખ્યું. - રાજાએ બાણુ કેટલે દૂર પડ્યું છે તે તપાસવાને એક સૈનિકને મેલવા માંડયો. યુવાને હસીને કહ્યું, “રાજન સૈનિક નહિ, ઘોડેસ્વાર મેકલે. નહિતર સાંજ સુધી પણ તે પાછો નહિ ફરે.”–ને ખરેખર તેનું બાણ નિશાન ભેદીને છ માઈલ છેટે જઈ પડયું હતું.
“તારું નામ ?” રાજાએ તે યુવાનને પૂછ્યું. યુવાને વિનયપૂર્વક હસીને કહ્યું, “લેકે મને વિમલના નામે ઓળખે છે.” જગત એ યુવાનને આબુનાં સ્વર્ગીય દહેરાં બંધાવનાર વિમલમંત્રી તરીકે પિછાને છે.
અવંતીમાં એક મેઘલી રાત્રે એક સુંદરી પોતાને મૃત પિતાને સંભારી “હા તાત, હા તાત”—એ પ્રમાણે વિલાપ કરતી હતી.
રાજમહેલમાં તે વિલાપના પડઘા પડતાં રાજા ભેજે તે સુંદરીને પિતાપ્રેમ વખાણ્યો. પણું રાણીએ કહ્યું, “એ પિતાપ્રેમ ન હોય, વ્યવહાર છે.”
“એ શી રીતે ?” રાજાએ પૂછ્યું. કેમકે એ વેશ્યા છે.”
એ કેમ કરી જાણ્યું ?” રાજાએ ચકિત થઈ પૂછ્યું. “એમ કરીને,” રાજાના ગાલે ચૂંટી ખણતાં હસીને રાણી–સૌભાગ્યસુંદરી બોલી, કે વિલાપમાં તે એકલે તાત શબ્દ વાપરે છે. જયારે રૂદન વખતે ખરી રીતે તે બાપ કે પિતા શબ્દ વપરાય, પણ પોતાના ઓષ્ઠ પરની રંગપ્રભા ભૂંસાઈ ન જાય એ માટે તે એ એઠસ્થાની શબ્દો નથી વાપરતી.”
સેનાપતિ ગ્રાન્ટનું લશ્કર જ્યારે દક્ષિણ તરફ કૂચ કરતું હતું ત્યારે સૈન્યના આગળના ભાગને લેફટનન્ટ પોતાને ગ્રાન્ટ તરીકે ઓળખાવી, ત્યાં આવેલાં ઘરોમાંથી જે કંઇ ખોરાક મળે તે પોતાના મદદનીશની સાથે હઈયાં કરી ગયે.
પાછળ આવતા ગ્રાન્ટને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે તેણે શિક્ષાની એક જુદી યુક્તિ વિચારી. તે આગળના ભાગમાં આવી બોલ્યો, “લેફટનન્ટ મહાશય મારા નામે બધું હઈયાં તે કરી ગયા છે પણ એક ઘરમાં દુધીનું એક ભજિયું રહી ગયું છે, તેમણે સે સૈનિકો સાથે ત્યાં જઈએ ભજિયાનો પણ એગ્ય નિકાલ કરે જઈએ.”–ને બિચારા લેફટનન્ટને એમ કરવું પડયું.
દુશ્મનસૈન્ય પર વિજય મેળવ્યા પછી સેનાપતિ ગ્રાન્ટ એ સૈન્યના સેનાપતિની શોધખોળ કરવા માંડી. પણ કેટલાક સૈનિકોએ કહ્યું, “નામદાર, આખા સૈન્યમાં આપ એમને જ પહેલા પકડવાનું પસંદ કરશે એમ માની તેઓ પહેલેથી જ સહીસલામત સ્થળે ચાલ્યા ગયા છે.”
હત તારીની,” ગ્રાન્ટ હસીને કહ્યું, “મારે તે એને થોડુંક ઈનામ આપવું હતું. કેમકે દુશ્મન–સૈન્યમાં એના જેવા સેનાપતિઓ છે એને લીધે તે અમે મહત્વનો ભાગ આપ્યા વિના જ આટલી સહેલાઈથી વિજય મેળવી લઈએ છીએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com