________________
૧૭૦ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫ માટે સુલેહ તૂટવાની જંગને ચેતવણી આપી. પણ અંગ અતિથિધર્મમાં મક્કમ રહ્યો. અંગ્રેજ અધિકારીએ છેવટે મહારાણી કંઈ કાવવું ન ગોઠવે એની જવાબદારી જંગને માથે ઓઢાડી સંતોષ માન્યો..
નેપાળમાં પિતાની સત્તાનાં મૂળ જામી જતાં જંગે પરદેશે પ્રતિ પિતાની દૃષ્ટિ દોડાવી. ગારી પ્રજાનું રાજકારણ, તેને સ્વભાવ, તેની સ્થિતિ વગેરેનું નિરીક્ષણ કરવાની ને તે પ્રજા પર છાપ પાડી તેની સાથે મિત્રતા બાંધવાની તેને ઘણા સમયથી હોંશ હતી. તે હેશ પૂરી પાડવાને હવે તેને અનુકૂળ અવસર જણાયો. બ્રિટનનાં મહારાણીને નેપાળની મિત્રતાની ખાતરી આપવાના ને બંને પ્રજા વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવાના બહાને તેણે ઈગ્લાંડ જવાનો નિર્ણય કર્યો. ને થોડા જ સમયમાં યોગ્ય સાધનસામગ્રી ને રસાલા સાથે તે મુસાફરીએ નીકળી પડયો.
કલકત્તા સુધી જમીનમાર્ગ અને ત્યાંધી યોગ્ય સ્થળો જોતાં જળમાર્ગ ઇગ્લાંડ પહોંચવાનો તેને ક્રમ હતો. કલકત્તા, મદ્રાસ, કેલ, એડન વગેરે સ્થળે અંગ્રેજોએ તેને સ્વતંત્ર રાજ્યના રાજવંશી પ્રતિનિધિ સરખું માન આપ્યું. જેમાં અનેકવાર અંગ્રેજ અમલદારોના સંસર્ગમાં આવ્યો હતો, તેણે નેપાળમાં કેટલાક સુધારા કર્યા હતા, પરદેશની મુસાફરીનું તેણે સાહસ પણ ખેડયું હતું છતાં ગમે તેવા પ્રસંગે પણ એક પણ હિંદુ રિવાજને તિલાંજલિ આપવાને તે તૈયાર નહોતો. તે બ્રિટિશ અમલદારોનું સન્માન સાચવતે પણ કોઇની સાથે પાણી શુદ્ધાં પણ પીવા ન બેસતા. જમીન પર ઊતર્યા વિના તે રાકને સ્પર્શ પણ નહિ, સ્ટીમરમાં કેવળ દૂધ-ફળથી જ ચલાવી લે. તેણે પોતાની સાથે ગાયો લીધેલી અને પોતાનાં જ માણસો સિવાય બીજાને હાથે તે તેમને કહેવા પણ ન દેતે. કલકત્તા, મદ્રાસ વગેરે નગરોની પિતાની નોંધપોથીમાં તેણે નોંધ લીધી છે પણ તે તેમનાં પરદેશી નામે નહિ-કાલિઘાટ, ચીનાપન વગેરે મૂળ હિંદુ નામે.
એડન મૂકી સ્ટીમર સુએઝને બારે જઈ ઊભી. સુએઝની નહેર સદૂભાગે એ વખતે દાયેલ નહોતી. પરિણામે જમીનમાર્ગે તેમણે ઈજીપ્તમાં પ્રવેશ કર્યો. શાહ અબ્બાસપાશાએ જંગને ઘટિત સન્માન આપી તેને તેજવા આરબ ઘેડાની એક જોડ ભેટ ધરી; અંગે શાહને ચરણે કસ્તુરીના બાર ઘડા ને એક નેપાળી ખંજરની વળતી ભેટ મૂકી. ઈજીપતિએ જંગને ઉતારે બીજી પણ રાજવંશી ભેટ મોકલાવી. ત્યાં થોડાક દિવસ થોભી, સત્તાધીશ સાથે મિત્રતા કેળવી, જેવા જેવું જઈ લઈ જંગે ફરી સ્ટીમરની મુસાફરી શરૂ કરી. આ વખતે તેને ખબર પડી કે પિતાની સ્ટીમર પર પણ સ્ટીમરનાં માણસના ખેરાક માટે ગાયો કપાય છે. તેણે તરત જ સ્ટીમરના કપ્તાનને પોતાની પાસે બોલાવી જણાવ્યું કે સ્ટીમર પર જે ગાયો કપાવાની હોય તે તેઓ આ સ્ટીમર ખાલી કરી બીજી સ્ટીમર રોકી લેશે. કતાને તરત જ ગોવધ બંધ કરાવ્યો.
થોડાક દિવસમાં તેઓ માહટા થઈ ઈગ્લાંડના સાઉધેમ્પ્ટન બંદરે પહોંચ્યા. બંદરના જકાતી અમલદારએ સામાન તપાસવાની માગણી કરી પણ જંગને બિનહિન્દુઓ પિતાના પવિત્ર સામાનને અડકે એ પસંદ ન હતું તેમ તેને એ પ્રકારના વ્યવહારમાં માનહાનિ પણ જણાઈ. તેણે પિતાના છ સૈનિકને ઉઘાડી તલવારે સામાન સાચવવાની આજ્ઞા કરી ને બંદરના અધિકારીઓને તેણે જણાવી દીધું કે જે તેઓ સામાન તપાસવાની હઠ નહિ છોડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com