________________
રાણા જંગમહાદુ૨ - ૧૬૯
આ વખતે જંગનું ભાગ્ય સાથે કળાએ ખીલી નીકળ્યું હતું. શક્તિ અને પ્રભાવ, સમૃદ્ધિ અને સત્તા, વિજય અને કીર્તિ તેના મુગટમાં મઢાયાં હતાં. રાજા તેના હાથમાં રમકડું હતા; પ્રજા તેના પર મુગ્ધ બની હતી; તેના વિરે।ધીએ કચરાઈ ગયા હતા. યશસ્વી પગલે તે નેપાળના ભાગ્યવિધાતાને પદે ચડી રહ્યો હતા. તેનું મધુર અને સ્વાભાવિક ઔદાર્ય પણ તેને તેમાં સહાયક બનતું.
એક વખતે તે પાતાને માટે થાપથલી મહેલની આસપાસ એક સુંદર બગીચેા બનાવત હતા. તે અંગે એક માળીની માલિકીની ઘેાડાક એકર જમીનની તેને જરૂર પડી. રાજ્યના ચાલુ નિયમે તે જમીનની આંકણી કરાવતાં તેની કિંમત રૂ. ૭૦૦ રી. પણ માળીએ ખરીદનાર સમૃદ્ધિસંપન્ન વાવર છે એ જાણતાં રૂ. ૧૫૦૦ માગ્યા. જંગે એ કબૂલતાં માળીએ ૩૦૦૦ માગ્યા; ૩૦૦ કબૂલાતાં ૫૦૦૦ માગ્યા; તે ખૂલાતાં ૫૦૦ ઉપરાંત પોતાના સાતે દીકરાઓ માટે તેણે અકેક ધર પણ માગ્યું. જગે એને પેતાની પાસે ખેલાવી, મીઠાશથી સમજાવી રૂ. ૫૦૦થી તેને સંતોષ પમાડયા. માળી જંગ ગુણુપૂજક બન્યા.
કાઇ પ્રસંગે તે શિકારેથી પાછા ફરતાં તરસ લાગવાથી એક ઝુંપડી સમીપે જઈ થાયે.. ખારણે ખેડેલ ડાથી પાસે તેણે પાણી માગ્યું. ડેાશીના મુખ પર ઉદાસીનતા હતી પણ અજાણ્યા મુસાફર–મહેમાનને જોતાં જ તેણે સ્મિતભર્યા ઊડીને તેને મધુર પાણી પાયું. જંગ ડાશીની આદરવૃત્તિ પર મુગ્ધ બન્યા. તેણે યુક્તિથી ડેાશી પાસેથી તેની દર્દભરી કથની કઢાવી. તે એ ર્દીને દૂર કરી, એની કંગાલિયતને પાછી હઠાવી, એને અને એના કુટુંબને સુખમાં રમતું જોયા પછી જ તે મહેલે પાા કર્યાં.
એક દિવસે નેપાળમાં સૈકાઓથી ભયાનક લેખાતા માર્ગ પર એક જાન લુટાયાના જંગને સમાચાર મળ્યા. આવા બનાવા એ પ્રદેશમાં અને તેમાં પણ એ પન્થ પર તા સામાન્ય થઈ પડયા હતા. પણ જંગે તરતજ એ લૂટારાઓને પકડવાના, અને એ રસ્તા પર પાકી સડક બંધાવી પ્રજાની સલામતિને બંદોબસ્ત કર્યાં.
એ અરસામાં જંગી માથે એક ધર્મસંકટ આવી પડયું. ખીજા શીખવિગ્રહમાં રજિતસિંહની હાર પછી તેમનાં મહારાણી ચંદકુંવરને ચુનારના કિલ્લામાં કુદ પૂરવામાં આવેલાં ને રણજિતસિહ સંસારત્યાગી—સાધુ બની નેપાળનાં જંગલામાં ચાલ્યા ગયેલા. કદ પૂરાયલાં મહારાણીને પતિના સમાચાર મળતાં તે અંગ્રેજોની આંખમાં ધૂળ નાંખી નેપાળ નાસી આવ્યાં. રણજિતસિંહ સાધુ બની ગયેલ હાઇ તેમની પંચાત નહાતી પણ નાસી આવેલાં મહારાણીએ તેા નેપાળની સરહદ પરથી રાણા પર પત્ર લખી રક્ષણની ઉલટી માગણી કરી. નેપાળને અંગ્રેજો સાથે મિત્રતા હતી ને શીખવિગ્રહમાં તે। અંગ્રેજોને મદદ કરવાને તે તત્પર પણ બનેલું. છતાં રાજવંશી અતિથિની માગણી તરછોડવામાં જંગને અધ જણાયા. તે મૂંઝાયા, પણ છેવટે તે સત્યને જ વળગી રહ્યો. મહારાણીને તેણે દિલાસાપૂર્ણ પત્ર લખ્યા અને તેમના સન્માન માટે હાથી, પાલખીએ, સૈન્યની ટૂકડી વગેરે સામાં મેાકલાવ્યાં. મહારાણી માંદાં હાઇ તેમની સારવાર માટે તેણે વૈદ્યો પણ સાથે જ માકલાવ્યા. થોડાક દિવસમાં તે ખટમંડુ આવી પહોંચતાં જંગે તેમને ઘટિત સન્માન આપી, ધર બંધાવવાની આર્થિક સગવડતા કરી આપી રૂ. ૩૦૦૦નું વર્ષાસન ખાંધી આપ્યું. અંગ્રેજ એલચીએ બ્રિટિશ શહેનશાહતના એવા અગત્યના અને નાસીલા કેદીને સંધરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com