________________
કલિકાલસર્વજ્ઞ ૫૮૧ રાને સમજાવ્યું કે હેમચંદ્ર જૈનમતાગ્રહી હોવાથી મહાદેવનાં દર્શન કરવા આવશે સહિ અને આવશે તે મહાદેવને પગે લાગશે નહિ. પણ હેમચંદ્રજી તે ત્યાં આવવાને તૈયાર થયા. પછી કુમારપાલ રાજવારી સાથે પ્રભાસ પહોંચ્યો અને હેમચંદ્ર પગે ચાલી ગિરનાર વગેરેની જાત્રા કરતા ત્યાં જઈ તેને મળ્યા. ત્યાં જઈ કુમારપાલની સાથે મહાદેવનાં દિશન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે –
મવવનારગનના રાજાવા. ક્ષીમુપાલતા થાય .
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ १ સંસારરૂપી બીજના અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દો જેના નાશ પામેલા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું.
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया ।
वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ २ જે ગમે ત્યાં હોય અને જેનું ગમે તે નામ હોય, પણ જેણે દોષમાત્રને ત્યાગ કર્યો છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું.
त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितं । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं साङ्गलि ॥ रागद्वेषभयामयान्तक जरा लोलत्व लोभादयो ।
नालं यत्पद लघनाय स महादेवो भया वंद्यते ॥ ३ હાથની આંગળીઓ અને રેખા સહિત હથેળીની પેઠે જેણે ત્રણે લેકને ત્રણે કાળને વિષે પ્રત્યક્ષ જોઈ નાંખ્યા છે અને રાગ, દ્વેષ, ભય, રોગ, મૃત્યુ, જરા, લેભ, લાલચ વગેરે જેની પાસે જઈ શકવાને સમર્થ નથી તે મહાદેવને હું નમસ્કાર કરું છું.
यो विश्वं वेद वेद्यं जननजलनिधेर्भगिनः पारदृश्वा । पौर्वापर्याविरुद्धं वचनमनुपम निष्कलंकं यदीयम् ॥ तं वंदे साधुवंधे सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतं । बुद्धं वा वर्धमानं शतदलनिलय केशवं वा शिवं वा ।। ४
જે આખા વિશ્વને જાણે છે, સંસારસાગરને જે તરી ગયા છે, જેનું નિષ્કલંક અનુપમ વચન પૂર્વાપર વિરોધનું છે, જે સાધુપુરુષને વંદન કરવા એગ્ય સકલ ગુણના ભંડાર છે તે બુદ્ધ હે, વર્ધમાન હે, બ્રહ્મા છે, વિષ્ણુ છે કે મહાદેવ છે, તેને હું નમસ્કાર કરું છું. | હેમચંદ્રાચાર્યજી બાળપણથી જ તેજસ્વી જણાતા હતા. એવી દંતક્યા છે કે એ ચાર પાંચ વર્ષની ઉમરના હશે ત્યારે એમની માતા પાહિનીદેવી એમને લઈને દેવચંદ્ર ગુરુને દર્શને અપાસરામાં ગયાં હતા. તે વખતે એ રમતા રમતા ગુરની ગાદી ઉપર ચઢો બેઠા. બાળકની આ હિંમત અને તેજસ્વી ચહેરે જેઈને ગુરુને લાગ્યું કે આ કઈ પ્રતાપી પુરુષ થશે. તે ઉપરથી ગુએ તેને યતિ બનાવવા માટે તેની માતા પાસેથી માગી લીધા અને દીક્ષા આપી દેવ નામ પાડ્યું, ને નાની ઉમરમાં જ સર્વ વિદ્યા ભણાવી તેને પારંગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com