________________
૫૬૮ સુવાસ : ચિત્ર ૧૯૯૫
तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं द्वस्तदोषद्विषं तं
बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा॥ જેના ભવરૂપી બીજના અંકુરાને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા, વિષ્ણુ, હર અથવા જિન ગમે તે હો-તેને નમસ્કાર છે.
જે સાધુ પુરુષોને વંદન કરવા યોગ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દેષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાખ્યા છે એવા તે બુદ્ધ હો, વધમાન છે, તે પાંખડી ( કમલ) પર રહેનાર વિનુ છે કે શિવ હ તેને વંદન કરું છું.
વિદ્વતામાં બહસ્પતિ સમા શોભતા આચાર્ય હેમચન્દ્ર મધ્યકાલીન ગુજરાતની સૌથી તેજસ્વી વ્યક્તિ છે. તેમના નામ સાથે જૈન ચ થના લેખકે અનેક ચમત્કાર જોડે છે. પરનું હું માનું છું કે હેમચન્દ્રનું ગૌરવ વધારવા ચમત્કારોની કંઈ પણ જરૂર નથી, ઐતિહાસિક દ્રષ્ટિથી વિચાર કરતાં જે સાધન આપણને ઉપલબ્ધ છે તે ઉપરથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ગુજરાતના મહાપુરુમાં સહેલાઈથી અગ્રગણ્ય સ્થાન લઈ શકે તેમ છે.
અગાધ વિદ્વતા, તેજસ્વી પ્રતિભા અને ઉચ્ચ ચારિત્રને સુમેળ હેમચંદ્રમાં થયો હતો. ગુજરાતી સંસ્કારો વિકસાવવામાં હેમચંદ્રસૂરિનો ફાળો અપૂર્વ છે, ગુજરાતની સરકૃતિ ઉપર હેમચંદ્રસૂરિએ કરેલી અસર અદ્દભુત છે. જે શિવાજી અને રામદાસ સ્વામીનો સંબંધ હતો તે જ ગુરુશિષ્યને સંબંધ કુમારપાલ અને હેમચંદ્રાચાર્યને હતા. કુમારપાલ જ્યારે સિદ્ધરાજના સૈનિકથી પિતાનું રક્ષણ કરવા નાસભાગ કરતા હતા અને જ્યારે તેને મૂઠી ચણું મેળવતાં પણ મુશ્કેલી પડતી હતી ત્યારે હેમચંદ્ર તેનું અનેક વખત રક્ષણ કર્યું હતું. એક વખત તાડપત્રોનું આરઝાદાન કરી, કુમારપાલને આશ્રય આયો હતો. હેમચંદ્ર તે વખતે તેમણે ભવિષ્યવાણી ભાખી હતી કે તારા દુઃખનો થડા સમયમાં અંત આવશે અને તે ગુજરાતને મહાન રાજા થઈશ.આ ભવિષ્યવાણી સાચી પડી અને ઉપકારવશ કુમારપાલે પિતાનું રાજ્ય હેમચંદ્રને ચરણે ધર્યું આચાર્ય હેમચન્દ્ર કુમારપાલને રાજ્ય પાછું સોંપી ધર્મ અને નીતિ અનુસાર રાજ્ય કરવા કહ્યું.
કુમારપાલની ઘણી ખરી મહત્તા હેમચન્દ્રસૂરિના ઉપદેશ અને પ્રેરણાને આભારી છે. ગુજરાતના મહાન સંસ્કારસ્વામી હેમચન્દ્રાચાર્યની જયંતિ પ્રતિવર્ષ ઉજવવી એ ગુજરાતીઓને પરમ ધર્મ છે. આવા મહાન ગુજરાતીની ગુણપુજા કરવામાં ગુજરાતનું ગૈરવ છે.
शब्द-प्रमाण-साहित्य-छन्दोलक्ष्मविधायिनाम् । श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com