________________
પ્રન્થપરિચય
ચાગી કાણુ ?—લેખક: શ્રી દિશ્વાનંદ; પ્રકાશક : નવચેતન સાહિત્યમંદિર. ૨૪૫૬, ભદ્ર, અમદાવાદ; કિંમતઃ ૧-૪-૦.
જળિની ’ અને ‘ પ્રીતમની ખાસ 'ના જાણીતા લેખકની પ્રથમની એ કૃતિઓએ વરી લાવેલ કાર્તિમાં ઉમેરા કરે એવી છે.
આ ત્રીજી કૃતિ તેમની
એક અભ્યાસી અને વિશદ ભાવનાશીલ વિદ્વાન પ્રા. દેવપ્રસાદની સુશીલ છતાં આશાઘેલી પત્ની માલિની, પતિની ગેરહાજરીમાં, સ્નેહી ડા॰ રમાકાન્ત સાથે એક પ્રસંગે ફસાઈ જતાં, તેના યેાગે, શરદ નામે પુત્રને જન્મ આપે છે. ડૅાકટર તેા માલિનીને સહવાસ સદૈવ ઝંખે છે પણ એ સુશીલ નારીના તીવ્ર ડપકાથી તેની સાન ઠેકાણે આવે છે અને તે આપધાતને માર્ગે વળે છે; પણ એન જયવતીનાં સૂચક વેણુથી પતનના પ્રાયશ્રિત તરીકે તે સેવાને માર્ગ સ્વીકારે છે. પ્રે, દેવપ્રસાદ માલિનીના એ પતનને ગુપ્ત રીતે જાણી જવા છતાં મૈન સેવી પરાયા પુત્રને તે પેાતાના તરીકે ઉછેરે છે. પણ જ્યારે પ્રોફેસરને એ પુત્ર ડા રમાકાન્તની પુત્રી કુંજન સાથે રનેહ વાંછે છે ત્યારે, તે કારણે સંતાપ અનુભવતી પત્નીને સાત્ત્વન આપવા પ્રોફેસર ડૉ. રમાકાન્તને એ બંને વચ્ચેના સ્નેહને અટકાવવા વીનવે છે. તે પ્રસંગેજ માલિની અને ડૉ. દેવપ્રસાદની સાચી મહાનુભાવતા અનુમવું છે પત્નીની પ્રેમઘેલી આશાએ ન સંતાષા માટે ડા॰ પ્રોફેસરને કંઇક આપ! આપે છે. પણ પછી તેની મહત્તાથી અંજાઈ, પેાતાની નાલેશીના ભાગે પણ તે પુત્રી આગળ પટ ખેલવાતી ભાવના દર્શાવે છે. તે પરિણામે પુત્રીના મુખે શહે લગ્નની ના કહેવરાવી દઇ તે માલિની અને તેના પુત્રની વિશુદ્ધિ સાચવી રાખે છે.
દેવપ્રસાદ, રમાકાન્ત, જયવતી, કુંજન, માલિની અને તેને દા-એ બધાં ખીન્નના સંતાપ, સ્નેહૂ તે વિશુદ્ધિને ખાતર એવી શાંત ન્યથા સહી લે છે કે તેમાંથી યેગી કાને ન કહી શકાય એ વિચારણીય થઇ પડે એવું છે. પ્રે. દેવપ્રસાદનું પાત્ર, કંઇક અંશે, શ્રી રવીન્દ્રનાથના ‘ધરે. આહિરે 'ના નિખિલની સમાંતર, તે માલતીનું પાત્ર અક્ષાંશે ‘ વિમલા ’ની સોડમાં ઊભું રહી શકે એમ છે.
પણ આ નાટકની ભાવના અને મહત્તા ‘ધરે બાહિરે ’ કરતાં ખૂબ નીચે ઊતરી જાય છે. પેાતાંનાંના પતનને સહી લેવું એ જેટલું વિરલ છે. એટલું જ નુકશાનકર્તા એ રીતે સહન કરી લેવાની વૃત્તિએ કેળવવી એ છે. જ્યાં અસહ્ય છે ત્યાં પ્રસંગે સહ્ય બનાવવું એ શાભાસ્પદ છે, પણ અસહ્ય સદ્ઘ તરીકે સ્વાભાવિક બની જાય એ નીતિષ્ઠાતક છે.
અમુક ભાવનાનું પ્રતિપાદન કરવાનું હોઇ નાટક કેટલેક સ્થળે ચર્ચાત્મક બની જાય છે છતાં એને વેગવંત પ્રવાહ વાંચકને ખેંચી રાખે એવા છે. પાત્રનિરૂપણ કેટલેક અંશે સુરેખ રહી શકયા છતાં શૈલી વાસ્તવિકતાની ભૂમિકા છેડી કલ્પનાના પ્રદેશમાં વધારે દેાડી જાય છે. ભાષાને આંડબર, અને જોડણી અને વ્યાકરણની ભૂલે કંઈક વિશેષ પ્રમાણમાં છે. કલાત્મક નાટક તરીકે મહદંશે સફળ ન ગણીએ તાપણુ આ પુસ્તક આવકારપાત્ર સાહિત્યકૃતિ તો છેજ.
યુગદર્શીન—લેખક અને પ્રકાશક : મૂલજીભાઈ પિતાંબરદાસ શાહ, · સાહિત્ય ભૂષણ '; રાવપુરા, વડેદરા, કિંમત ઃ ૧-૦-૦,
રંગભૂમિ માટે લખાયલ આ નાટકનું સાહિત્યકૃતિ તરીકેનું અવલોકન અસ્થાને લેખાય જેમ ના. મુનશીનાં નાકા સાહિત્યકૃતિ તરીકે ગમેતેવાં વિરલ છતાં રંગભૂમિ પરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com