________________
પપ૬ - સુવાસ : ફાગુન ૧૯૫
પાશ્ચાત્ય પ્રજાના આશ્રયે કરેલા અભ્યાસના પરિણામે, માંસાહાર માટે આપણે માર્ગ ખુલ્લે કરવાને, આપણામાં જેમ મહાવીર સમી પરમ અહિંસામૂર્તિને માંસાહારી ઠેરવવાની વૃત્તિ જન્મી અને એ માટે અસંભવિત અર્થને પણ બંધબેસત કરવાની આપણે જેમ બાલચેષ્ઠાઓ કરી એમ યવનપ્રજાના સંસર્ગે કરેલા અભ્યાસના પરિણામે તેમની પાસેથી અવળા અર્થ શીખી કેટલાક મધ્યકાલીન પડિતાએ ભારતની મહાન પ્રાચીન વિભૂતિઓના નામ પર માંસાહાર ચડાવી દઈ યવનકાલીન હિંદની પ્રજાને માંસાહારના પથે ચડાવી દીધી હોય એમ કાં ન બને ?
ને વસ્તુસ્થિતિ પણ મોટેભાગે એવી જ છે. યવનના સંસર્ગમાં આવી તેમના હાથે કેળવાયા પહેલાં હિંદની આર્ય પ્રજા માંસાહારી હતી એમ સિદ્ધ કરવાને એક પણ ચક્કસ પૂરા નથી. રતિદેવ ને વશિષ્ઠના નામે ચડાવી દેવાયેલ ગોવધ તો અસ્થાને કરી ચૂક્યો છે. એક અનાય -પારધીના હાથે થતી કૌચપક્ષોની હિંસા જોઈ રામાયણને જગવિખ્યાત આલેખકનું હૈયું તીશુ વેદના અનુભવે છે; રામાયણ-મહાભારતનાં નામાંકિત પાત્રોની ભજનવર્ણન પ્રસંગે માંસને કયાંય સ્પષ્ટથી નિર્દેશ નથી જણાતો; રાજવંશી કુમારને ધનુર્વિદ્યા શીખવવાને પક્ષીઓ પણ મોટે ભાગે લાકડાનાં જ વપરાતાં; પરમ અહિંસક જૈન સાધુઓ, દુષ્કાળના સમયમાં દિવસો સુધી સમ્રાટ ચન્દ્રગુપ્તની સાથે જ ભેજન લે છે; ચાણકયના નામે ચડાવાયેલ અર્થશાસ્ત્ર સિવાય હિંદની નગરીઓના વર્ણનપ્રસંગે કયાંય કતલખાનાને ચક્કસ નિર્દેશ નથીઆ સર્વ જતાં લાગે છે કે યવનોના સમાગમ પહેલાં, અને પરમ સૂત્રોના અર્થને પિતાના અંગત લાભને ખાતર અવળી દિશાએ દોરી અને એને અનુકૂળ નવાં સૂત્રો ગૂંથી પ્રજાને ખાડામાં ગબડાવી નાંખનાર વ્યક્તિઓના જન્મ પહેલાં હિંદની આર્ય પ્રજામાં કયાંય માંસાહાર કે પશુહિંસાનું નામ નહોતું.
આ માન્યતા સૂક્ષ્મ પૂરાવાઓ સાથે સિદ્ધ કરી શકાય એમ છે. પણ તે માટે ટૂંક નોંધમાં પૂરતે અવકાશ ન હોઈ આવતા અંકે તે એક વિસ્તૃત લેખ રૂપે પ્રગટ કરવાની આશા રાખીએ છીએ.
લેખોંધ : “વટપદ્રના ઐતિહાસિક ઉલ્લેખ ” ની લેખમાળાના બાકી બે હપ્તા હવે પછીના અંકમાં. .
સુધારે: આ અંકના પ૧૫મા પાના પર, પાંચમી લાઈનમાં, “સુદિવ્ય ગુંજનેને સ્થળે "સુદિવ્ય તુજ ગુંજને એ રીતે સુધારીને વાંચવું. ગુજરાત સાહિત્ય સભા
“ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ તરફથી ૧૯૩૯ના વર્ષના ગુજરાતી સાહિત્યની સમીક્ષા કરવાનું કાર્ય શ્રી. છે. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી અને શ્રી. પ્રો વ્રજરાય મુકુંદરાય - દેસાઈને મેંપવામાં આવેલ છે. તે આથી સૌ પ્રકાશક અને લેખકેને વિનંતી કરવાની જે તેઓનાં પ્રકાશનો નીચેના સરનામે મોકલી આપી સમાને આ કામમાં સહકાર આપે -
શ્રી. પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી,
એમ. ટી. બી. કેલેજ, આથવા લાઇન્સ, સુરત. લી. ઈચ્છારામ દવે
માનદ્ મંત્રી વતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com