________________
ચિત્રાંગદા : રસદર્શન
બાલચ મણિલાલ પરીખ (ગતાંક પૃષ્ટ ૪૮૧ થી ચાલુ)
મદનના વરદાનથી ચિત્રાને અનુપમ દેહલાવણ્ય પ્રાપ્ત થયું ખરું, પણ જ્યારે તે વતી પ્રિય મિલનની મધુરજનીને અભિષેક કરવાનું સુભગ પ્રભાત આવી પહોંચે છે ત્યારે તે કઈ અગમ્ય ક્ષોભ અનુભવે છે. એકાએક તેને વિમલ ચિત્તાકાશમાં એક સંદેહરેખા પ્રગટે છે- જેને લઈ તેનું મન વ્યાકુળ બને છે, હદય અસ્વસ્થતા અનુભવે છે, અંતરમાં બધા જાગે છે. એકજ ઝબકારમાં પૂર્વને સઘળો આનંદ અદશ્ય થાય છે. પ્રભાતપંખીના પ્રય ગાને જાગ્રત થતાં જેવી તેની નજર કિસલયી અધરને હાસ્યકિરણે ઓપતા અર્જુનના સૌ વદન પર પડે છે કે તરત જ તેના મુખારવિંદ પર હર્ષની એક આછી સ્મિતપ્રભા ઝળકી રહે છે. પણ હજુ તે એ પ્રજા તેના હદયમાં ભરાતા રસેલાસને સંપૂર્ણ પ્રગટાવી તેને સનાતન સૌમ્યમિત રૂપે તેની મુખમુદ્રાપર અંકિત કરી દે તે પહેલાં તે પેલે સંદેહ વચ્ચે પોતાને અંધારપટ્ટ નાખી દે છે. ને તત્સણ આનંદ અને ઉલ્લાસ-પ્રણયદર્શનના એ બે નૈસર્ગિક પ્રાદુર્ભાવ ત્યાંથી વિદાય લે છે. તેમને સ્થાને વિષાદ અને ઔદાસિન્ય પિતાનું સામ્રાજ્ય જમાવે છે; અને એ માલતીમંડપ, એ નિદ્રાધીન પ્રિયતમ, એ હાલી પૃથ્વીમાત પર એક આછો ઉદાસીની છાયા પાથરી દે છે. આસપાસની ભૂમિમાં ચિત્રાને જુનાં સંસ્મરણો તાજા થાય છે. પોતે પૂર્વે શું હતી અને અત્યારે તેની શી દશા ક્તી તે સર્વ
મૃતિપટ પર ઊઠી તેના હદયમાં ચિરસુષમ ભાવ જગાવે છે ને તેના મનને ભાયમાન કરી મૂકે છે. જે પ્રિય વસુધાના બાહુપાશમાં, અર્જુનના સાન્નિધ્યમાં, થોડીક ક્ષણે પૂર્વે તે અપૂર્વ સુખ અનુભવતી હતી તે જ વસુધા પૂર્વસ્મરણોના દર્પણ રૂપ બનતાં હવે તેને અકારી થઈ પડે છે. ને કઈ પણ લય વિના, બાલવિના કમલ-તેજસ્વી પ્રકાશમાં સુધાતા એ લલિત લતામંડપ અને અંદર સૂતેલા સુરમ્ય કાન્તને સહસા ત્યાગ કરી તે અરણ્યના અંતઃપ્રદેશમાં દેડી જાય છે. આખો દિવસ તે દેડે છે–દેડયા જ કરે છે, આખરે એક એકાંત ખૂણે મળતાં ત્યાં સંતસ હદયને અવિરત રુદનની અમવર્ષામાં ઠાલવે છે. અભિષ્ટ સુખની સંપ્રાપ્તિ પછી તરત જ આવી દારૂણ હદયવ્યથા શા કારણે હશે ?
પ્રત્યેક પ્રસંગનું બીજ ઊંડે ઊંડે તેને સાંકળતા પુરોગામી પ્રસંગના ગર્ભમાં જ રહેલું છે એ સત્ય તરફ જે પ્રસ્તુત વસ્તુસ્થિતિ નિર્દેશવામાં આવે અને તેને અનુલક્ષીને, પિતાની. પરિસ્થિતિથી મદન અને વસન્તને વાકેફ કરવા તેમની સમીપ ચિત્રાએ કરેલા ઉક્ત પ્રસંગના નિવેદનનું જે ઊંડું અનવેષણ કરવામાં આવે તે જણાઈ આવે કે તેની મને વેદનાને પ્રેરક હેતુ તેના આત્મવૃત્તાંતમાંથી જ એવી સમ ને મનોહારી ભાવમયતાથી વ્યક્ત થાય છે કે તેને બીજે કયાંય શોધવા જવાની જરૂર રહેતી નથી. એ વૃત્તાંત અહીં પ્રગટ કરવાથી તેના હેતુનો પાર મપાય એટલું જ નહિ પણ તેના પરિણામિક ભાવિ અંતની ચાવી પણ તેમાંથી જ મળી રહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com