________________
સાહિત્યમાં વાસ્તવાદ - ૫૧૭ લાલિત્ય, અને ભવ્ય પડઘો પાડી રણકારને વિસ્તૃત બનાવે એ શબ્દઘોર તેમાં હોવાં જોઈએ. તે સિવાયની ભાષાવાળાં લખાણને આપણે સાહિત્ય કહેતા નથી.
આમ સાહિત્ય એ પ્રથમ પગથીયે જ શબ્દકલા બની જાય છે–વાણીકલા બની જાય છે.
અને કલા બનતા બરોબર તે વાસ્તવતાથી સહજ દૂર ખસી જાય છે, નહીં ? વાસ્તવતાનો અર્થ સઘળી વાણી એમ કરવામાં આવે તો જરૂર સાહિત્ય વાસ્તવતાથી દૂર છે. કલા પસંદગી માગે છે, ગૂંથણું માગે છે, ગોઠવણ માગે છે, તારવણી માગે છે, ચાળવણી માગે છે.
‘તાજમહેલ'ના કાવ્યમાં સાલ, સંવત કે તેના શિલ્પીનું નામ નથી. કાશ્મીરા નાચી રહી” એ કાશ્મીર પ્રદેશના વર્ણનમાં ત્યાંને રાજ કેણ છે, અને કાશ્મીરની વસ્તી કેટલી છે એ હકીકત આપી નથી. કેઈને લાડકવાયાને થયેલા જખમમાં કેટલા શેર લેહી વહ્યું અગર જખમ કેટલું લાંબો પહોળો હતો તેનાં વજન માપ આપેલાં નથી. વાસ્તવિકતા કદાચ આ બધી વિગતે માગે. પરંતુ સાહિત્ય આવી વિગતો આપી વાસ્તવિકતાને પિષે એમ આપણે કદી કહેતા નથી.
‘તાજમહેલ વાંચી તાજમહેલનું ચિત્ર ખડું થાય એ તો જરૂર સાહિત્ય માગે. તાજમહેલનું સૌન્દર્ય અને સુપ્રમાણે પ્રત્યક્ષ થાય એ પણ સાહિત્ય માગે. પરંતુ તાજમહેલના ઘુમ્મટની થુલ ઊંચાઇને ગજ-તસુ ભરવા કરતાં જુદી જ ઢબે સાહિત્ય તેની ઊંચાઈ માપે છેઃ
પ્રેમની ભસ્મ ધારીને દિગતે માંડી આંખડી.
પ્રેમની જોગણ કે આ જુએ વહાલાની વાટડી.” તાજમહેલની ધવલતા ભસ્મથી ઓળખાઈ દિગંતમાં મળેલી આંખથી ઊંચાઈ પરખાઈ, અને હાલાની વાટ જોતી જોગણમાં શાહજહાનની આખી ભવ્ય પ્રેમકથાની પીઠિકા સમજાઈ.
વાસ્તવિકતા એમાં નથી, છતાં શબ્દ અને શબ્દથી રચાતા એ ભાવચિત્રમાં પાર્થિવ વાસ્તવિકતા કરતાં પણ વધારે સત્ય એવી ઐતિહાસિક અને મોગલ સંસ્કૃતિની રસમય અંતરંગ વાસ્તવિકતા ઊપસી રહી છે.
અહીં સાહિત્ય ઘણું છોડી દીધું. નથી સાલ, નથી માપ, નથી પથ્થરની જાત, નથી ધડનાર શિલ્પીનાં નામ કે નથી એણે બનાવેલા નકશા. સાહિત્ય કલા બની એવી શબ્દરચના કરી કે જેમાંથી એ વાસ્તવિક તો ગાળી કહાડ્યાં. તેણે જુદા જ શબ્દો વાપર્યા અને તાજમહેલની જુદી જ ઢબે ગોઠવણ કરી.
છતાં આપણને તેની શબ્દરચના ગમે છે, અને શબ્દરચનાએ ઊભું કરેલું ચિત્ર પણ આપણને ગમે છે.
કારણ?
સાહિત્ય વાસ્તવિકતાને ઉવેખે છે માટે? ના. કલાની વાસ્તવિકતા અને સામાન્ય વાસતવિકતામાં ફેર હોય છે માટે.
વાણીએ વાસ્તવિક ભાષામાંથી પસંદગી કરી, ચાળવણી કરી અને પિતાને સુયોગ્ય જણાયેલાં તની ગોઠવણી કરી.
એટલે સાહિત્ય એ ભાષા વિશિષ્ઠ છે. ભાષાનાં સૌન્દર્ય અને સામર્થ ઉપર અવલિંબન લેતી એ વાણુકલા છે. સાહિત્યનું આમ પ્રથમ અંગ ભાષાસૌન્દર્ય, ભાષાસૌષ્ઠવ
અને ભાષાસામર્થ. એ અંગને જ્યાં અભાવ ત્યાં સાહિત્યને અભાવ. સૌન્દર્યવિહેણી, ‘સાવવિહેણી, સામર્થવિહેણી ભાષાને આપણે કદી સાહિત્ય કહી શકીશું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com