________________
સાહિત્યમાં વાસ્તવવાદ
રમણલાલ વસંતલાલ દેસાઈ
= કે
દશ ,
આમ તો સામાન્ય વાતચીત, શાસ્ત્રિય છે, ઇતિહાસ, વિજ્ઞાન એ સર્વ સાહિત્ય કહી શકાય નહીં, કારણ તેમનો કાર્યપ્રદેશ અને સાહિત્યને કાર્યપ્રદેશ જુદો છે. સાહિત્ય સરખી જ વિશુદ્ધિ, સાહિત્ય સરખું જ બળ એ લખાણે કે વાતચીતમાં હોય તો પણ એ લખાણો મર્યાદા સ્વીકારી જ લે છે અને સાહિત્યના પ્રદેશમાંથી પોતાને અલગ રાખે છે.
ત્યારે સાહિત્ય એ શું છે?
સાહિત્યની ઘણી જાતની અને ઘણું રીતની વ્યાખ્યાઓ થઈ છે. સાહિત્યનાં વર્ણને પણ ઘણાં થયાં છે. એ સર્વ સમયાનુસાર બદલાયે જાય છે. એકાદ તત્ત્વ ગળાનું જાય, નવું તત્ત્વ ઉમેરાતું નય, અગર જુનું તત્વ નવા સ્વરૂપે દાખલ થાય. આમ સાહિત્યની વ્યાખ્યાઓ ઘડાય છે અને વર્ણને લખાય છે. પૂરી અણીશુદ્ધ સર્વસ્વીકાર્ય વ્યાખ્યા કે કે વર્ણન હજીસુધી રચાયાં નથી. છતાં ઘણાં તત્ત્વો મળતાં આવે છે, અને સહજ મતભેદ હોવા છતાં સાહિત્ય શું એ સંબંધમાં સામાન્ય માન્યતાઓ સમજાઈ જાય એવી જ હોય છે. - આપણે હાનાલાલની કવિતાને સાહિત્ય કહીએ છીએ. “સરસ્વતીચંદ્ર' કે ગુજરાતનો નાથને સાહિત્ય કહીએ છીએ. “વડલો' કે “આગગાડી' જેવાં નાટકને સાહિત્યમાં ગણીએ છીએ. “મુકુંદરાય” કે “ખેમી” જેવી ટૂંકી વાર્તાઓને સાહિત્ય કહીએ છીએ. ગાંધીજી કે કાલેલકરના તેજસ્વી લેખોને સાહિત્ય કહીએ છીએ.
શા માટે ?-ક્યાં તત્ત્વને અનુલક્ષીને આપણે ઉપલાં દષ્ટાંતને સાહિત્યમાં ગણાવીએ છીએ?
સાહિત્ય વાણીને તે આશ્રય લે છેજ, વાણી વગર સાહિત્ય રચાય જ નહીં. એ વાણું લિખિત હોય કે અલિખિત પણ હોય. પરંતુ સર્વ પ્રકારની વાણી-ભાષા-શબ્દરચના જ્યારે સાહિત્ય નથી ત્યારે સાહિત્ય માટેની વાણી વિશિષ્ટ પ્રકારની તે હોવી જ જોઈએ.
એ વિશિષ્ટતા શામાં રહેલી છે ? હાનાલાલનો “ તાજમહેલ', બળવંતરાય ઠાકોરની “રેવા', મેધાણીને “કોઇને લાડકવાયો ” અગર ત્રિભુવન વ્યાસની “ કાશ્મીરા” વાંચતાં આપણને આખી શબ્દરચના શુદ્ધ, સુંદર, મેહક, અસરકારક અને લાંબા સમય સુધી સાંભરી રહે એવી, વારંવાર સંભારવી અને ઉચ્ચારવી ગમે એવી લાગે છે.
ઇતિહાસમાં એવી ભાષા ન હોય તે ચાલે. વિજ્ઞાનમાં એવી ભાષા ન હોય તે ચાલે. માત્ર સામાન્ય ભાષાશુદ્ધિ જ એવાં લખાણ માટે આવશ્યક છે; જે કે બીજા ગુણો હોય તે ઇતિહાસ અને વિજ્ઞાન વધારે વાંચવા લાયક બને એ ખરું, પરંતુ ઉપર કહેલા સર્વ ભાષાગુ ન હોય તે ઇતિહાસ મરતો નથી, વિજ્ઞાન વિજ્ઞાન બનતું નથી. ઘણી વખત ઉપર કહેલા ગુણો ઈતિહાસ કે વિજ્ઞાનને કર્તવ્યભ્રષ્ટ પણ બનાવી દે.
પરંતુ સાહિત્યને તે માત્ર શુદ્ધિ ચાલે નહીં. શુદ્ધિ આવશ્યક છે, પરંતુ સાથે સાથે શબ્દરચનામાં સૌન્દર્ય, મોહકપણું, અસર ઉપજાવે એવું સામર્થ્ય, મનમાં રમી રહે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com