________________
લાલજી મહારાજનું આગમન સુરતમાં થયું, અને ઉપરોકત મુનિરાજની હાજરી વચ્ચે પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણા-સ ભાવના અને ઉપદેશથી તેઓશ્રીનાજ શુભ હસ્તે એક જાહેર મેળાવડા સમક્ષ સંવત ૧૫૭ માં શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા અને બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી.
આ કેળવણીની સંસ્થા સ્થપાઈ ત્યાર પહેલાં ઘણા વર્ષોથી કેળવણીની સંસ્થાઓ હિંદભરમાં સ્થપાઈ ચુકી હતી. એથી જ સૌ કેઈને અનુભવ હતો કે નિશાળોમાં અપાતી કેળવણીમાં અનેકવિધ ખામીઓ છે. કેળવણી તેનું જ નામ કહેવાય જે શારીરિક-માનસિક-નેતિક અને આધ્યાત્મિક વિકાસો કરે. ખરી કેળવણી તેજ કહેવાય જે વિદ્યાર્થીઓને સત્યપ્રિય, આત્મપ્રિય, અને ધર્મપ્રિય બનાવે. કેળવણીને આદશ એજ હોઈ શકે કે જે સમાજમાં સ્વાભિમાન-ધર્મભિમાન અને સ્વદેશાભિમાન જાગૃત કરે. આથીજ આ શાળાએ ગતાનગતિકે’ એમ ન કરતાં અન્ય શાળાઓથી સ્વતંત્ર ઉદ્દેશ ઘડે અને આજ સુધી એજ ઉદેશ કાયમ રહે છે.
આ વિદ્યાશાળાને ઉદેશ. હાલમાં અપાતી કેળવણીમાં ધાર્મિક જ્ઞાન-શિક્ષણને સ્થાન ન હોવાથી વિદ્યાથીઓની અસંસ્કારિતા અને ધર્મ વિષયક અજ્ઞાનતાને દૂર કરવા, જૈન ધર્મના પૂનિત સિદ્ધાન્ત બાળકોને સમજાવી તેમનું ભાવી જીવન ઉજવળ કરવા, ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com