________________
ર
વર્ગ બહુધા પેટ પીડામાંજ પડયે છે. એ ઉપરાંત સમાજ આળ અને વૃદ્ધલગ્ન-કન્યાવિક્રય આદિ જીવલેણ રૂઢિએથી અવનતીના ઉંડા કૃપમાં સખડે છે તેનુ મુખ્ય કારણ્ મજ્ઞાનતાજ છે. આ સ્થીતિ નિઢ઼ાળતાં સુરતની જૈન પ્રજાએ આ અજ્ઞાનતાના નિવારણ અર્થે શુ કરવુ એજ પ્રશ્ન પ્રથમ તા તેની પાસે ખડા થયા.
આ સમયે સુરતની જૈન સમાજને એમ ચાકસ લાગ્યું કે આપણી કામ કેળવણીમાં અન્ય કામા કરતાં ઉતરતી છે. કેળવણી સિવાય કોઈપણ સમાજ કે દેશ આગળ વધ્યું નથી, વધવાના પણ નથી. અન્ય કામાને પેાતાની આંખ આગળ વધતી દ્રુઈ જૈન સમાજને તેની ઈર્ષોં ન થઈ પણ સ્પર્ધા કરવાની વૃત્તિ ઉત્પન્ન થઇ, અને સા કોઇ એમ વિચારવા લાગ્યા કે આપણી કામ બીજી કામા કરતાં ઉતરતી શા માટે હાય? આથી સુરતી જૈનાનુ' દ્રઢ મતવ્ય થયું કે ગત્ ગારવ પુનઃ સ્થાપવું હાય તા ભાવી પ્રજાને સુસંસ્કારી બનાવવા તેમને ચેાગ્ય કેળવણી આપી તેમનું ઘડતર કરવું.
જ્યારે જ્યારે સમાજમાં નવું જોમ આવે છે, આગળ ધ્રુપવાની ભાવના થાય છે ત્યારે ત્યારે તેને માર્ગ કા મળી આવે છે. તેમ સુરતના જૈનાએ ભાવી પ્રજા ઘડવાના વિચાર કર્યાં, ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિ સુરીશ્વરજી તથા ૫. મહારાજ શ્રી ચતુરવિજયજી તથા પૂજ્ય માહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com