________________
w
આતે શિષ્ટ શ્રીમંતો, સફેદ ઠગ કે લુચ્ચા લૂંટારાઓ? २५-आते शिष्ट श्रीमंतो, सफेद ठगो के लुच्चा लूटाराओ?
કેટલાક સંતપુરુષો આ જગતને સીધા રાહ પર લાવવા અથાગ પ્રયત્નો આદરે છતાં કોણ જાણે શા કારણથી માનવજાત એની બધી નબળાઈએસહિત એમ ને એમ જીવન ગુજારે છે ? કવિઓ, તત્ત્વજ્ઞાનીઓ અને મહાત્માઓ અવળે માર્ગે વળેલી આલમને ઉપદેશ આપવામાં પોતાની સઘળી શક્તિઓ ખર્ચી નાખે છે; છતાં પાપકર્મોની પરંપરા ઇશ્વરે સરજેલી અવનિમાં ઉત્તરોત્તર વધતી જાય છે. રાજ્યવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિના એકસામટા બળની સામે આમ પાપ પ્રગતિ કરે એ ખરેખર વિચાર કરવા જેવો પ્રશ્ન છે. ખૂન કરનારને ફાંસીની સજા કર્યા વિના કાયદો છેડતો નથી: ચોરી કરનારને, લૂંટફાટ કરનારને અને ગાકટકાથી જીવનનિર્વાહ કે દરવાજા રાજસત્તા ઝટ લઈને બતાવે છે; પાપકર્મ કે અપરાધમાં જેટલું વૈવિધ્ય છે એટલું જ કાયદાની કલમોમાં શિક્ષાનું વિધવિધ પ્રમાણ નિર્ણિત થયું છે અને તેનો અમલ પણ થાય છે, એ આપણે નજરે જોઈએ છીએ; છતાં સમાજમાં આવી ભયાનક સ્થિતિ પ્રવર્તે છે એ કોઈપણ વિચારકને ચિંતામાં નાખે છે. કદાચ કેટલાકને હું લખું છું એથી આઘાત લાગશે, પણ આ જગતમાં પાપને ખાતર સજા ભોગવતા ગુન્હેગારોના કરતાં ભદ્રજનોમાં ખપતો વર્ગ આ સ્થિતિ માટે
નદાર છે. આ દુનિયાને મેટામાં મોટો પ્રશ્ન પાપીઓને નહિ પણ “પુણ્યાત્માઓ”નો છે-દુર્જનને નહિ પણ “સજજને”ને છે. સજજનોના લેબાસમાં ફરતા સફેદ ઠગે ઘણાજ ભયંકર હોય છે; અને પાપ કરવામાં એ એની સજજનતને પૂરો ઉપયોગ કરે છે. એક ધર્મગુરુ પિતાના અનુભવ લખતાં કહે છે કે, પાપીઓ જ્યારે મારી પાસે આવી એનાં પાપની મુક્તિ માટે પ્રાર્થના કરવાનું કહે છે, ત્યારે તો હું એને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું કહી છૂટી જાઉં છું. હું એને સીધી જીંદગી ગુજારવાની ભલામણ કરું છું; પણ જ્યારે ભલા માણસો મારી આગળ ઈશ્વરને છેતરવા આવે છે ત્યારે એમને હું કંઈજ કહી શકતા નથી. સાધારણ નીતિનાં વાક્યો એમને કહેવાથી કંઈજ વળે નહિ; કારણ કે એ પાળવા માટે હોતાં નથી, એમ આ ભદ્રજને પ્રથમથી જ માને છે. આવા અમીર ખવાસના ઉમદાજનેને સુધારવા માટે કોઈ શાસ્ત્રજ રચાયું નથી. એમને યોગ્ય માર્ગ પર લાવવા માટે કઈ પદ્ધતિસરની પ્રણાલિકા શોધાઈ નથી.
ખરેખર, સજજનેને સુધારવા માટે એકેય માર્ગ ખુલ્લો નથી ! કાયદો એની કલ્પનામાંય આવતો નથી. કારણ કે કાયદો પાળવે એના કરતાં એમાં લખેલી શિક્ષામાંથી કેમ છટકવું. એ આ સજજનોમાં ખપતા સાધુ પુરુષોને શિરસ્તો છે. પ્રતિષ્ઠાના તખ્તા પર ઉભા રહી દંભનાં આ પૂતળાંઓ સમાજની આંખમાં ધૂળ નાખે છે, ઉજળાં લૂગડાં પહેરી એમની લૂંટ ચલાવે છે અને અપરાધે કરવાનો ધંધે લઈ બેઠેલા બદમાશોને પણ શરમાવે એવી માનસિક નબળાઈઓ અને અલ્પતાએ આચરે છે. સમાજમાં સણસણુટી ઉપજાવે એવા ભયંકર ગુન્હાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે આ સજજનોમાં ખપતાં પામર પુતળાંઓ ભડકી ઉઠે છે, એકઠાં મળી એના ઉપર આંસુએ પાડે છે અને આવા ગુહાએ ફરી ન બને એને માટે ચળવળ ચલાવે છે; પણ ખરી રીતે આ ભલા ભોળા ગૃહસ્થ એમના જીવનની શાક લેવાની વાતથી માંડી સટ્ટા ખેલવા સુધીની વાતમાં કંપારી લાવે એવાં કાયદેસર કર્મો આચરે છે. બે આનાનું શેર શાક લેવાનું ઠરાવ્યા પછી એકાદ વેગણુ મત માગતાં સદ્ધર કમાણી કરતો સફેદ સજજન અટકશે નહિં. ઝીણી ઝીણી વાતોમાં અપ્રમાણિક થતાં આ સમાજને ઉપલો થર અચકાશે નહિ. વ્યવસ્થિત મુડીવાદ મેટાં ક્ષેત્રોમાં જે ચૂસણક્રિયા ચલાવે છે એને માટે તે ઉલ્લેખ કરવા નકામે છે; કારણ કે આજ એ કુટિલ નીતિનાં કેટલાંય કારસ્થાને પ્રજા સમક્ષ મૂકાયાં છે; પણ જીવનના સામાન્ય પ્રસંગોમાંય કિંમત આપવી એના કરતાં વેચનાર પાસેથી થોડું ઘણું રકઝક કરીને પણ વધારે ઉઠાવવું એ આ “સજજન”ની છાપવાળા ગૃહસ્થનો નિત્યધર્મ હોય છે. અને આમ કરવામાં અભિમાન લેનારા ઘણાય પરોપકારી ગૃહસ્થો હજુ સજજનનાં ટોળાંમાં ખપે છે. એમને એમજ થયા કરે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com