________________
શુભસંગ્રહ-ભાગ પાંચમો બચી જાય છે, પરંતુ જો તેમ ન થાય અને સળેખમ છી કે વગેરેને બળજરીથી રોકવાના પ્રયત્ન કરવામાં આવે તે સ્થિતિ વધારે કફોડી બને છે. સળેખમ, છીંક વગેરે ફેફસાંવાટે મળને બહાર કાઢે છે એટલે તેને રોકવામાં ઉલટું નુકસાન થાય છે. તેને અટકાવવાનો સાચો ઇલાજ તો એજ છે કે, તેના મૂળકારણને રોકવું.
બીજું ધ્યાનમાં રાખવા જેવું એ છે કે, જ્યારે આપણે માંદા પડીએ ત્યારે માંદગીથી ડરવું જોઈએ નહિ, માંદગી વખતે પણ ખુશમિજાજ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક રીતે તે. માંદગી એ બીજું કશું નહિ પણ ફરી સાજા થવાના એક કુદરતી ઈલાજજ છે. દરદી માંદગીના સમયે ભયભીત બનવાથી ઉલટે પિતાની સ્થિતિને વધારે કફોડી બનાવી દે છે; કારણકે ભયથી રોગમાં વધારો થાય છે. એવે વખતે દરદીએ વિચાર કરવો જોઈએ કે, કયા કારણ કે કારણેને લઇને પોતે માંદો પડ્યો છે. તે કારણે જાણ્યા પછી તેને દૂર કરવા માટે તેણે ઉપાયો લેવા જોઈએ. માંદગીનું સામાન્ય કારણ હાજરી અને આંતરડાંમાં ભરાઈ રહેલો મળ-એટલે પરિણામે કબજિયાત-હાય છે. વધારે પડતો ખોરાક અથવા અપધ્ય ખોરાક આમાં મુખ્ય ભાગ ભજવે છે. આખા દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવાથી અને પૂરતી કસરત ન મળવાથી કબજિયાત વધે છે. સારી રીતે સ્નાન વગેરે નહિ લેવાથી પણ ચામડીનાં છિદ્રોઠારા પરસેવો બહાર નીકળી શકતા નથી અને શરીરના મળને બહાર કાઢવાનું એક મુખ્ય સાધન પરસેવો પણ છે. ટાઢી વગેરે તાવ આવવાનું કારણ ભલે આપણે બીજું ગણીએ, પણ ખરું કારણ આ મળ હોય છે.
આ બધું અટકાવવા માટે આપણે પહેલેથી જ જોઇતાં ફેરફાર કરવો જોઈએ. સળેખમ શરૂ થાય કે તરતજ એકાદ બે અથવા વધારે ઉપવાસ ખેંચી કાઢવા જોઈએ. ખોરાક ઓછો કરી તેમાં યોગ્ય ફેરફાર કર, બને તેટલો હલકો ખોરાક લેવો. ઠંડા અગર ગરમ પાણીમાં નારંગી કે લીંબુનો રસ લે, પાણી સાથે થોડું થોડું મીઠું લેવાય તેપણું ઠીક ફાયદો થાય. ઉપવાસની શરૂઆતમાં કબજિયાત ઘટી જાય એ ભાજીવાળો ખોરાક લે. નુકસાન ન કરે એવો એકાદ સારો હલકે જલાબ પણ શરૂઆતમાં લઈ શકાય. ઉપવાસ ૫છી જે બની શકે તે કેવળ દુધના ખારાક શરૂ કર. એનાથી શરીરની બધી અપૂર્ણતાઓ પૂરાઈ જઈ શરીર તદ્દન નવું બને છે. દૂધ કરતાંયે કેટલીક વખત ફક્ત તાજા દહીંની છાશ ઉપર રહેવાનું વધારે સુગમ અને પશ્ય થઈ પડે છે. દૂધ કેટલું લેવું એ દરેક પિતાની જરૂરિયાત ઉપરથી નક્કી કરી શકે; દૂધવટી પછી બહુ સાદે ખોરાક શરૂ કરો. કઠોળ, ખંડ (સ્ટાર્ચ) અને વધારે પડતું ગળપણ લેવું નહિ. જેને ચાળીને થુલું ન કાઢી નાખ્યું હોય તેવા લોટની રોટલી, રોટલા, દૂધ, દહીં, ઘી, શાકભાજી અને આસ્ફરસવાળાં ફળજેવાં કે લીંબુ, નારંગી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કરે. ભાતને ઓસાવ્યા સિવાય અને બટાટાને પાણીમાં ચઢાવીને ખાવાના ઉપગમાં લેવા. વળી ગાજર, કાકડી, ટમેટાં, મૂળા, મોગરી વગેરે કાચા ખાઈ શકાય તેવા પદાર્થો કાચા અથવા કચુંબર કરીને ખાવા. શરીરને ટમેટાંને રસ ઘણેજ ફાયદો કરે છે. આવી રીતે ખોરાક લેવાથી કબજિયત ઘટી જઈ શરીરમાં ઝેરી મળ એકઠા થતા નથી, હમેશ બે વખતજ ખોરાક લેવાની ટેવ હિતકારક છે; કારણકે તેથી હાજરી અને આંતરડાંને કંઇક આરામ મળી શકે છે. દર વર્ષે ૨૫-૩૦ ઉપવાસ કરવાની ટેવ પણ પાડવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ખૂબ ચાલવાની કસરત ઉપર ધ્યાન આપવું જોઈએ. - આ પ્રમાણે કદરતી ઉપાયોનું સેવન કરવાથી શરીરમાં મળ એકઠે થતો અટકાવી શકાય છે અને પરિણામે કઈ રોગ ભાગ્યે જ થાય છે. નાના રોગેની કાળજી રાખવાથી મોટા રોગ એની મેળે દર નાસતા ફરે છે. સળેખમ, શરદી, કબજિયત એ કે નાના રોગો છે, પરંતુ બધા. મોટા રોગનાં મૂળ એમાંજ રહેલાં છે. પિતાનું શરીર આરોગ્યમય રાખવા ઇરછનાર દરેકે વેળાસર, ચેતી જઈ તેની પહેલી કાળજી કરવી જોઈએ; અને આટલું હમેશાં યાદ રાખવું કે, કુદરત સિવાય તેમાં બીજું કોઈપણું વધારે મદદગાર નથી થવાનું.
(અંગ્રેજી ઉપરથી “કુમાર”ના એક અંકમાં લેખક શ્રી. ચુનીભાઈ ધ. પટેલ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com