________________
***
શુભસંગ્રહ-ભાગ પાંચમે આમ કહીને તેમાંના એકે મારા મુખ ઉપર હાથ ફેરવ્યું. મારી આંખો બંધ થઈ ગઈ. મેં જોયું કે એક મોટા આસન ઉપર ખુદા બેઠા છે. સઘળા પેગંબરો ચારેય બાજુએ બેઠેલા છે, મહમદ તથા શ્રદ્ધાનંદ ખૂબ ગરમાગરમ વાત કરી રહ્યા છે. શ્રદ્ધાનંદની છાતીમાં જ્યાં મારી ગોળીઓ વાગેલી હતી ત્યાં પુષ્પોવડે શોરૂમ લખાયેલો છે.
એટલામાં તો ચારેય તરફથી મારા ઉપર ગાળીઓની વૃષ્ટિ થવા લાગી. પ્રત્યેક ગોળી મારૂ હદય વિધીને પાર જવા લાગી. મેં દોડીને પ્યારા રસુલ મહમદના ચરણે પકડી લેવાની ઈચ્છા કરી, પણ ઉભા થઈને મને તિરસ્કારી દૂર કાઢયે; પરંતુ વૃદ્ધ શ્રદ્ધાનંદ મારા તરફ દોડી આવ્યા અને મારા ઉપર આવતી ગાળીએ પિતાની છાતી ઉપર ઝીલી લેવા આડા ઉભા રહ્યા. રસુલ કહેવા લાગ્યા કે “સ્વામીજી! જવા દે, એ પાજીને તેના કર્મનું ફળ ભોગવવા દો, તેના જેવા મૂર્ખ ઇસ્લામીઓએ દુનિયામાં મને બદનામ કર્યો છે. મેં ભાઈચારાનો સંદેશ પહોંચાડ્યો હતો, તેને આ લોકો મિટીમાં મીલાવી રહ્યા છે.”
સ્વામીજીએ હસીને કહ્યું-“રસીદ ! તું ડરીશ નહિ. વહાલું માણસ પણ ભૂલ કરે તે તેના ઉપર ગુસ્સો કરવામાં આવે છે અને તેથી જ રસુલ તારાપર નારાજ છે.”
રસુલે કહ્યું-“રસીદ ! સઘળા પેગંબરો એકજ છે. દર્પણમાં જોવાથી પ્રતિબિંબમાં જેટલો ફરક દેખાય છે, તેટલોજ અમારામાં ફરક છે. સ્વામીજીએ અત્યારે તારી રક્ષા કરી છે, માટે તેમના ચરણોમાં પ્રણામ કર. તેઓ તારૂ કલ્યાણ કરી દેશે.”
આ દશ્ય જોઈ શરમ, ભય અને ભક્તિથી મારૂં હદય આચ્છાદિત થઈ ગયું; મેં સ્વામીજીના મુખ ઉપર એક પ્રકારનું નૂર જોયું. તેમની આંખોમાંથી દયા ટપકી રહી હતી. તેમના હાસ્યમાં પ્રેમની ઉર્મિઓ ઉછળી રહી હતી, તેમના પ્રત્યેક રોમ ઉપર ક્ષમાને આભાસ થઈ રહ્યો હતો, તેમની છાતી ઉપર “શુદ્ધિ ” શબ્દ દેખાતો હતો. ધીમે ધીમે સ્વામીજીની કાયા વધવા માંડી, શિર આસ્માન પહોંચી ગયું, તેમના બાહુ પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓ સુધી પહોંચી ગયા. તે સાથે તેમની છાતી પર શુદ્ધિ શબ્દ પણ મહાન વિશાળ બની ગયો. સારી દુનિયા શુદ્ધિમાં સ્નાન કરવા લાગી, પણ આ શુદ્ધિ દિલની શુદ્ધિ હતી.
અહા! શું આ દેવતાને હું મારવા ઈચ્છતા હતા ! હું કે પાગલ-કેવો બેવકુફ ! મારૂં મસ્તક નમી પડયું અને કાયા પણ તે પૂજ્ય મહાપુરુષના ચરણમાં ઢળી પડી. તેમણે મને ઉઠાડીને ગળે લગા; અને કહ્યું કે “રશીદ ! હવેથી તારું નામ “ઋષિદત્ત જાણવું. હિંદુ માન્યતા પ્રમાણે પુનર્જન્મ થાય છે તે ઋષિ દયાનંદની કૃપાથી તને ના જન્મ પ્રાપ્ત થશે. જાઓ, પુનઃ સંસારમાં જાઓ, શુભ કર્મ કરે અને શુભ ગતિને પામે.”
એટલામાં તે જેલનો ઘંટ વાગ્યો, મારી આંખ ઉઘડી ગઈ, પુનઃ બંધ કરીને તે દિવ્ય દસ્ય જેવા પ્રયત્ન કરવા લાગ્યો; પણ સફળતા ન મળી. પણ હવે મને મોતનો ભય નથી, પુરાણું ખોળીઉ ઉતારીને નવું પહેરી લઇશ; પરંતુ મારા બિરાદરને એટલું અવશ્ય કહીશ કે, પેલા એક હાથીને સ્પર્શ કરનાર ૬ આંધળાની પેઠે મજહબની નાની નાની વાતો ઉપર લડવાનું છોડી દો! મારા માટે ખુદા પાસે દુઆ માગે-તમારાથી વિખૂટે પડતે–તમારે ભાઈ રશીદ."*
(આષાઢ વદી ૭ સં. ૧૯૮૪ ના “આર્યપ્રકાશમાં લેખક:- શ્રી. અષ્ટાવક્ર )
x “ શુદ્ધિ સમાચાર”માંથી અનુવાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com