________________
મગજને કૌવત આપનાર એક ઉત્તમ ઔષધિ-શંખાવળી ૩૫૩ १५०-मगजने कौवत आपनार एक उत्तम औषधि-शंखावळी
આજકાલ ભારતવર્ષ છાનીક' શબ્દ ઉપર મહી રહ્યો છે, અને તેના ઘરોઘરની અંદર ટોનીક શબ્દનીજ ચર્ચાઓ થયા કરતી જોવામાં આવે છે. પરદેશીઓએ દૈનીક શબ્દથી ભારતવાસીઓને ભૂલાવી નવા નવા નીક કાઢી છાપાઓમાં છપાવી ટોનીક દવાઓ લેતા ક્યાં છે અને નિ-કૌવત-બળ આપવાને બદલે એનાથી બળ હણાયા છે. એ બળ એક પ્રકારનું નહિ પણું અનેક પ્રકારનાં હણાયાં છે. ભારતવાસીઓનાં શારીરિક અને માનસિક બળ શરૂમાં હસીને હવે તેનાં ટોનીક બહાર પાડયાં છે, જેના નામે અજ્ઞાનીઓ પિતાનું બાકી રહેલ બળ ઠાલવી નાખે છે. ઘેરે ઘેર તપાસી જુઓ. એવો કાઈકજ ભાગ્યશાળી પુણ્યશાળી બાકી રહી ગયો હશે કે જેનું બધા પ્રકારનું કુદરતી બળ સચવાઈ રહ્યું હોય. બાકી તો કેટલાકનાં માથાં દુખતાં હોય, કેટલાકની કેડ ફાટતી હોય, કેટલાકને હાથપગમાં સખત કળતર થતી હોય, પુરુષો ધાતુક્ષયથી અને સ્ત્રીઓ પ્રદરાદિ રોગોથી પીડાતી હોય. કેટલાકનાં હદય નબળાં તો કેટલાકનાં ફેફસાં નબળાં, વળી કેટલાક હાજરી અને આંતરડાંનીજ બૂમ પાડતા હોય; કેટલાકને બીજું કંઈ ન હોય તો આંખ નબળી હોય. આમ જ્યાં જુઓ ત્યાં દરેકને કંઈક કંઈક બાબતની નબળાઈઓ જણાય છે કે જે કોઈ વાર પિતાનીજ ભૂલથી, કોઈવાર માબાપની ભૂલથી, કેઈ વાર શિક્ષકોની ભૂલથી અને કોઈ વાર તો તેના પૂર્વજન્મના કર્મથીજ પ્રાપ્ત થયેલી હોય છે. અને પછી તેઓ તેવા તેવા પ્રકારની દૈનીક બળ આપનારી દવાઓ માટે ફાંફાં મારે છે. આજકાલ હિંદુસ્તાનની શેરીએ શેરીએ જુદી જાદીટીનીક દવાઓ વેચાય છે, અને ચોપાનીઆઓ ચેઢી નિર્બળ મનવાળા મનુષ્યોને ભમાવી તેઓને જીદગીભર રહે તેવા ખાડામાં ફરતાથી એક સારા વૈદ્ય અને ડૉકટરના નામધારી કસાઈઓ ધકેલી દે છે. જો કે હૃદયમાં તે ક્રરતા નહિજ હોય પણ પોતાના અજ્ઞાનપણને લીધે અને પેટને માટે તેઓ એ કામ કરતા હશે. ન આવડતું હોય તે બહેતર છે કે તેઓ તે કામ મૂકી દે અને બીજાને પણ શરમાવા જેવું ન કરે; નહિ તો ખરેખર તે મનુષ્યના કસાઈએ જ છે. તેઓના કરતાં ઢોરના કસાઇઓ હજારો દરજજો સારા છે કે તરતજ એકજ ધાથી પ્રાણીને મારી નાખે છે, પણ આ છ પા કસાઈઓ તો મનુષ્યકામને એવી છુપી રીતે મારે છે કે માણસ ખરેખર મરતો નથી, પણ મરવા કરતાં ખરાબ હાલતે મૂકાય છે. ભારતવાસીઓ ! હજી એતો, વિચારો, પરિણામે જીએ. અંધશ્રદ્ધાથી અને અંધવિશ્વાસથી તમે તેમના શબ્દો, છાપાંઓ અને જાહેરખબરો
સ ન રાખે. કુદરતની કૃપાથી અથવા કોઈ એવી ભૂલથી કોઈ પણ પ્રકારની નબળાઈ જણાતી હોય તો તેના ઉપર વિચાર કરી સારા વૈદ્ય અથવા ડોકટરની સલાહ લઈ પછી કામ કરો. વિલાયતન ટોનીક દવાઓ જેવી અથવા તેથી પણ સારી દવાઓ તમારા દેશમાં છે કે નહિ તે જુઓ અને જરૂર, તમારા દેશના ઉપાયો પહેલા અજમાવો; છતાં ન મટે તો પણ તેને જ વળગી રહેવું એવું કહેવાનું નથી.
અત્યારે હું તમને આયુર્વેદે બતાવેલી એવી એક શ્રેષ્ઠ, સસ્તી અને સહેલાઈથી મળી શકે તેવી છે કે--- જે ભાગ્યે કોઈ નહિ ઓળખતું હોય અને એવી બહુ થોડી જગ્યા હશે કે જ્યાં તે નહિ ઉગતી હોય એવી–મગજ(બ્રેઈન)ને સુધારનાર બળ આપનાર દવા કહીશ,
આજકાલ અભ્યાસના બોજાથી, પરીક્ષાઓની હાડમારીથી વિદ્યાથીઓને ઘણીજ મહેનત કરવી પડે છે. રામચંદ્રજી ભગવાનના નાના ભાઈ લક્ષ્મણને સાંગ વાગવાથી મૂરછ આવેલી ત્યારે એક ઔષધ લાવવા માટે હનુમાનજીને મોકલેલા તે વનસ્પતિને બદલે આખો ડુંગર લાવ્યા. એ પ્રમાણે વિદ્યાર્થીઓને માબાપ એવી ઉપયોગી વસ્તુ લાવવા માટે નિશાળે મોકલે છે. પછી તેઓ આખો ડુંગર લઈ આવે છે અને એ મહેનતમાં તેઓ એવા થઈ જાય છે કે કોઈકજ તેની અંદરથી તેવી ઉપયોગી વસ્તુનો ઉપયોગ જાણી શકે છે. પરીક્ષાના વખતમાં તેઓને ચોપડીને ડુંગરે મગજમાં ભરવાના હોય છે. તે સમયમાં પૂરતું બળ ન હોય તો તેઓ થાકી જાય છે, શુ. ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com