________________
૨૦. '
શુભસંગ્રહ-ભાગ પાંચમ
મદઈને આશરો લે નુકસાનકારક જણાય છે, તે મૂછ મુંડાવે છે. ગાયના છાણ-મૂત્રથી સ્નાન કરીને પાવન બને છે. જાતીલાઓના ગુસ્સા આગળ ટકી નહિ શકવાથી તે દંડ આપે છે. ન્યાત જમાડે છે અને જીવતે મુડદુ બની જાય છે.
એજ રીતે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, કુળલગ્ન, ધનલગ્ન, વરવિક્રય, કન્યાવિક્રય, કજિયાત વૈધવ્યપાલન વગેરેની વિરુદ્ધ વિચારે ધરાવનારા, ભાષણ કરનારા અને લાંબા લાંબા લેખો લખનારાઓ પ્રસંગ આવ્યે ભીરુતા બતાવીને ભાગી જઈ સામાજિક સત્તા આગળ નમી પડે છે !
એક માણસ એવું માને છે કે, ચારિત્ર્યથી જ માણસ ઉંચો થઈ શકે. શક પણ વિશુદ્ધ ચારિત્ર્યબળ ખીલવીને બ્રાહ્મણકટીને પામી શકે-અર્થાત નીચલા થરથી ઉપલા થર સુધી પહોંચી શકેપણ અનેક પાપકર્મો કરીને ગંગાસ્નાનથી તે પવિત્ર થઈ ન જાય, અનેક અનર્થ કરતા રહીને ચોરાશી જમી આવવાથી કે બ્રાહ્મણ બની ન બેસે; પરંતુ જે તે એવું બહાર કહેવા જાય તો એની ન્યાતના વહેમી અને રૂઢિપૂજકને ગુસ્સો ચઢે. એ ગુસ્સે સહન કરવાની, સામાજિક બહિષ્કાર વેઠી લેવાની તેનામાં તાકાત નથી હોતી એટલે તે બાયલો બની જાય છે. તુરતજ પિતાના બધાજ સિદ્ધાંતને ગણી કરીને ગજવામાં મુકી દે છે અને જ્ઞાતીલાઓની સાથે ઝંખે ઝેબે કરતે એ ૫ણું કહેવા લાગે છે–ચોરાશી જમવાથી આપણે બ્રાહ્મણ બની ગયા !
આર્થિક ભીસતા આજ રીતે આર્થિક દબાણ અને લાગવગ માણસને ભીરુ બનાવી મૂકે છે. એક ન્યાયાધીશ લાંચ લઈને અન્યાય કરે છે ત્યારે તે બાયલો બની મૃત્યુ પહેલાં મરી ચૂકે છે.
એક નોકર કેવળ અમુક માણસને ત્યાં નોકરી કરે છે, એટલા ડરથી ભીરુ બનીને પોતે ન માનતો હોય તેવું કામ કરે (દાખલાતરીકે શેઠને કે શેઠના સગાને ખોટી શરમથી ચુંટણીમાં મત આપી આવે, પોતે દિલથી ન માનતો હેય તે કામ કેવળ શેઠના દબાણથી કરે ) ત્યારે તે બાયલો. બનીને જીવતા મુડદાની દશા ભેગવે છે.
તેવીજ રીતે પૈસા લઇને નિર્દોષને બીજાની ખાતર મારવા જનાર ગમે તેટલો શારીરિક બળવાળો હોવા છતાં પણ બાયલો મનાય છે.
ભીતા ત્યાગો-મરદ બને એ ભીસ્તાનો જેણે ત્યાગ કરેલો છે તેજ મરદ છે. એવા મરદ અમકજ દેશમાં કે અમકજ જાતિમાં પાકે અને બીજે નજ પાકે એમ કઈ કહી ન શકે; તોપણ વિચાર કરતાં એવું તે કહેવું જ જોઈએ કે, જેઓ એવા ભયથી ડરતા નથી તેએજ જગતમાં નામના, યશ, સત્તા, ધન, સન્માનબધું પામી શકે છે.
ગામમાં ધાડ આવી હોય, ઘરમાં ચાર પે હોય, ગામ જતાં રસ્તામાં લૂંટારો મળે તેવે વખતે પણ શારીરિક બળ છતાં અંતરમાં કાયરતાને વાસ હોવાને લીધે અનેક માણસે બાયલાની માફક ધાડ વખતે ઘરમાં ભરાઈ બેસે છે. ઘરમાં ચોર પેસે ત્યારે ધ્રુજતા ધ્રુજતા ઉંઘવાનો આડંબર કરે છે અને રસ્તામાં મળેલા લૂંટારાને સર્વસ્વ આપીને ઉપરથી માર ખાય છે; કેમકે બાયેલાઓના નશીબમાં એ સિવાય બીજું કશુંજ નિર્માયલું હેતું નથી.
અંગ્રેજીમાં બીજા ગમે તેટલા દુગુણે ભલે હોય, પરંતુ તેમનામાં મરદાઈને અસાધારણ ગુણ છે એની ના કેઈથી પણ પાડી શકાશે નહિ. આપણે એ જાતની પાસેથી એ સગુણ ખાસ શીખવો જરૂરી છે. | મુઠ્ઠીભર યાત્રાળુઓ જઇને અમેરિકા વસાવે, પૃથ્વીભરના દેશોને ખુંદી વળીને ઠામઠામ યુનિયન જેક ઉડતો કરે, મુઠ્ઠીભર વ્યાપારીઓ હિંદ જેવા વિશાળ દેશ ઉપર સામ્રાજ્ય જમાવે, જરાક જેવડા ટાપુની પ્રજા સમસ્ત આલમમાં બળવાન રાષ્ટ્ર થઈ પડે તે એની મરદાઈને લીધેજ.
જીસસ ક્રાઈસ્ટ પર્વત ઉપરના ઉપદેશની દશ આજ્ઞાઓમાં અનેક વાત કહી છે, તેમાં તે જમણે ગાલે તમાચો મારનાર પાસે પ્રો ગાલ ધરવાની વાત છે: ૫ણ વ્યવહાર અને મરદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com