________________
મામ મહારાજનું
१४१-दिवाळीनी दश प्रतिज्ञाओ
જે હું શ્રીમંત હઈશ તે મારી સંપત્તિને દશમો ભાગ ભારતવર્ષમાં ઠામઠામ અખાડાઓ સ્થાપવા માટે જુદા કાઢીશ.
જે હું કવિ હઈશ તે કોયલ, ચંદ્રમા, સાહેલડી અને ફૂલડાંનાં કાવ્યોને હમણાં મુલતવી રાખી શરીરબળનાં શૌર્યગીતો લખી મારા દેશના જુવાનીઆઓને કવિતા દ્વારા પ્રેરણા પાઈશ.
જો હું સાક્ષર હોઈશ તો હ્રસ્વ-દીર્ધાની ચર્ચાઓ આ વર્ષે બંધ રાખી, વિશ્વસાહિત્યમાંથી શરીરની ખીલવણના અભ્યાસપૂર્ણ લેખો લખી ભારતના યુવક સંધને શરીરશાસ્ત્ર સમજાવવા પ્રયત્ન કરીશ.
જે હું ચિત્રકાર હોઈશ તે અર્ધનગ્ન વિકારમય ચિત્રો અને અણિયાળી આંખોવાળી સ્ત્રીઓનાં ચિત્રોની પિંછી જોઈ નાખી, બ્રહ્મચારી રી-મહારથીઓનાં ચિત્રોને પિંછીમાં ઉતારી મારા દેશ સમક્ષ ભારતના પ્રાચીન શરીરબળને ખ્યાલ રજુ કરીશ.
જે હું યુવક હોઇશ તે આજ ને આજ શરીર સુદઢ અને સબલ બનાવવા માટે અખાડાને સભ્ય થઈ નિયમિત વ્યાયામને ઉપાસક બનીશ.
-----
જો હું વિદ્યાર્થી હોઇશ તો મારા અભ્યાસ સાથે રોજ નિયમિત કસરત કરી શરીરને ચેતનવંતું અને બળવાન બનાવીશ. એક મુઠ્ઠી મારી ભીંતો તોડી નાખતા ભારતના બ્રહ્મચારીઓને આદર્શ દષ્ટિ સમક્ષ રાખી હું વિદ્યાર્થી અવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય પાળીશ.
-----
જો હું અધિકારી હોઇશ તે મારા અધિકારની હદમાં જેટલી બને તેટલી વ્યાયામશાળાઓ સ્થાપવા પ્રયત્ન કરીશ.
જે હું વૈદ્ય હોઇશ તો મારા દર્દીઓને દવાનાં પડીકાંઓને બદલે નિયમિત કસરતથી શરીરસંપત્તિ સારી રાખવા સલાહ આપીશ.
આ
બ૦
9
જે હું કોઈ ધારાસભાના સભ્ય હઈશ તે દેશનું શરીરબળ વધારવાને વિદ્યાથીએને વ્યાયામનું ફરજીઆત શિક્ષણ આપવાનો ઠરાવ સૌથી પહેલો રજુ કરીશ.
જે હું દેશનેતા હઈશ તો દેશનાં કાંડા બાવડાં મજબૂત શી રીતે થાય એની ધૂન સર્વત્ર જગાવીશ.
(“શારદાના દિવાળી અંકમાં લેખક-રા. પરિવારજક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com