________________
૨૬૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ શ્રી ષ્ણની રગેરગમાં વિશુદ્ધ પ્રેમ ઉછળી રહ્યો હતો, અને રૂપકાલંકારમાં તે તેમને પ્રેમની સાક્ષાત મૂતિજ ગણી શકાય; પણ માસી પૂતના, મામા કંસ કે કુટીલ કૌરવ પ્રત્યે તે પ્રેમ બતાવ્યો હતો ખરો ? અઘાસુર બકાસુરની વાતને કલ્પિત ગણી કાઢવામાં આવે છતાં તેને સાર શું છે ? એ દુષ્ટ નરરાક્ષસોપ્રત્યે શ્રીકૃષ્ણ માથે હાથ પસારવાને પ્રેમ બતાવ્યો હતો કે હરકોઈ પ્રકારે તેમને દઢતા અને વીરતાની સાથે યમકારમાં પહોંચાડીને, પૃથ્વી પરનો તેટલો ભાર ઓછો કર્યો હતો? જરૂર, પ્રેમ એ તો અલૌકિક ચીજ છે; અને સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો તેમજ યુવાનોને તેના વડે જીતી શકાય છે. ઘણી વાર વિરોધીઓ અને દુશ્મનોને પણ તેના વડે જીતી શકાય છે, પણ તે બધું ક્યાં સુધી ? જ્યાંસુધી સામા હૃદયમાં સજજનતાસત્યપ્રિયતા, ન્યાય, દયા અને વિવેકબુદ્ધિના અંશો હોય ત્યાં સુધી ! પણ આ બધા ગુણેથી પરવારી જ્યારે દુષ્ટ મનુષ્યો રાક્ષસી સ્વરૂપ ધારણ કરે, ત્યારે તેઓ પ્રેમથી જીતી શકાતજ નથી; અને એવા સંજોગોમાં તે તેમનો નાશ કર્યો જ છૂટકો થાય ! પછી તે તે સ્ત્રી છે કે પુરુષ, અને નજીકનો સગે છે કે જાણીતું છે, તે પણ ના જોવાય ! માસી પૂતના સ્ત્રી હતી છતાં ગોપીજને પ્રત્યે અતુલિત પ્રેમ બતાવી, સ્ત્રી જાતિને સામાજિક ઉદ્ધાર કરનારા શ્રીકૃષ્ણ તેના પ્રાણ ખેંચી લીધા. કંસ મામો હતા, છતાં તેના પૈશાચિક જુલમોથી ત્રાહી ત્રાહી પિકારી રહેલી પ્રજાની મુનિ અર્થે શ્રીકૃષ્ણ તેનો વધ કર્યો અને અધર્મને ઉથાપી, સત્યધર્મની સ્થાપના અર્થે કૌરવકુળ સંહાર કરી રાજમદ, ધનમદ અને સત્તામંદના તેણે કુરુક્ષેત્રમાં કેવા ચૂરા કરાવી નાખ્યા, તેના સંબંધમાં તે વધારે લખવાની કોઈ જરૂર જ રહેતી નથી ! મહાથ બાણાવળી અજુનને જ્યારે વ્યામોહ પેદા થયો અને અસ્ત્રશસ્ત્ર છેડીને જ્યારે તે નામર્દો મૂચક સાધુતા બતાવવા લાગે, ત્યારે શ્રીકૃષ્ણ તેને શું ઉપદેશ આપ્યો, તે એકલા હિંદુઓજ નહિ પણ આખી દુનિયા આજે સારી રીતે જાણે છે. અજાયબીની વાત તો એ છે કે, અન્ય દુનિયા જ્યારે શ્રીકૃષ્ણના ઉપદેશાનુસાર વર્તાવામાં ભારે ગૌરવ માની રહી છે, ત્યારે તેનાજ ભકત કે પ્રશંસકો હોવાને ગર્વ ધરાવનારાઓ પોતાની નિર્માલ્યતા, હિચકારાપણું અને નામર્દીઈ છુપાવવા માટે પ્રેમનાં ગીતડાં ગાઈ, હિંદના એક મહાન રાજદ્વારી, યોગેશ્વર અને ધીરવીર લેવાના નામને જાણે અજાણે કલંકિત કરી રહ્યા છે !
દુષ્ટોને માટે પ્રેમનો પ્રયોગ કરવો, એ તે તાવના ત્રિદોષમાં ઘેરાયેલા દર્દીને ત્રણ દિવસનું ખાટું દહીં આપવા બરોબર છે ! દયા માગવાથી, પ્રેમ બતાવવાથી કે નમતા ભતા જવાથી દુષ્ટ કદી પણ સુધરતાજ નથી. આવા ભાવને નબળાઈ સમજી તેઓ ઘણી વાર વધારે દુષ્ટ બને છે. દમન, પ્રહાર, પશુબળ, એજ તેમને ઠેકાણે લાવવાના અગર તો તેમના ભારથી પીડાતી પૃથ્વીને હળવી કરવાના રામબાણ ઉપાય છે ! મારા વિચારો ખરા હોય કે ખટ! હાય, અને તેની સાથે કઈ મળતાપણું બતાવે કે ન બતાવે, પણ વધુ વિચાર કરતાં મને તો એમજ લાગે છે કે, જેઓ શ્રીકૃષ્ણના નામને આગળ કરીને દુષ્ટોને પ્રેમથી જીતવાની વાતો છે જનતાને અવળે માર્ગે દોરતા જાય છે, તેઓ શ્રીકૃષ્ણના જીવને દેશને યથાર્થ રીતે સમજી શક્યા નથી; અને જે તેઓ દંભી કે ઢગી ન હોય, તે તેઓની બુદ્ધિમાં તેઓ ન જાણતા હોય કે ન ઈચ્છતા હોય છતાં કોઈ આસુરી તત્ત્વજ ઘુસી ગયું છે. એમાં કોઈ સવાલ જ નથી. દુષ્ટનું દમન કરવાની તાકાત ન હોય તો તો નિબળતાને સ્વીકારી જોઈતી શક્તિ પ્રાપ્ત કરવા માટે અવિશ્રામ શ્રમ ઉઠાવો, એ વ્યાજબી ગણાય; પણ નમાલાપણાને છુપાવવા પ્રેમની ઢોલકી બજાવી, શ્રીકૃષ્ણ જેવા દુષ્ટોનું દમન કરનારા નરવીરના નામને તેમાં સંડોવવું: એ તો એક પ્રકારની અણગમતી અને અણછાજતી કાયરતાજ ગણાય ! પરમાત્માની દયાથી આવી કાયરતાને કાયમને માટે અંત આવે; અને આર્ય ભ્રાતા ભગિનીએ શ્રીકૃષ્ણજીનાં દુષ્ટોનું દમન કરવાનાં વીરતત્વને ગ્રહણ કરતાં શીખે; એવી જગદીશને ચરણે મારી નમ્ર પ્રાર્થના છે ! ઈયો...
(તા.-૨૫-૮૨૯ના “આર્યપ્રકાશ”માં લેખક:-શ્રી. કનૈયાલાલ કોઠારી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com