________________
૨૬૭
દુષ્ટનું દમન કરનાર વીર કૃષ્ણ! १०५-दुष्टोनुं दमन करनारा वीर कृष्ण !
પ્રેમથી કેણ છતાય ? મહાન યોગેશ્વર અને વીર યોદ્ધા શ્રીકચંદ્રની જન્મજયંતી આવી લાગતાં, આપણે આર્યાવતના તે મહાન વિલક્ષણ બુદ્ધિના નરવીરનાં અનેક ગુણગાનો થતાં સાંભળીએ છીએ. શ્રીકૃણચરિત્રને સાગર એટલો તો વિશાળ છે કે, તેમાં વિશુદ્ધભાવે ડૂબકી મારનારાઓને કંઈ ને કંઇ નવું મળે છે. જે અવતારવાદની જાળ બિછાવી એ મહાન ધર્મવેત્તા, ધીર, વીર, રાજદ્વારી પુરુષના જીવન ઉપર અનિષ્ટ રંગોના અટપટા ચીતરી કાઢવાની ધૃષ્ટતા બતાવવામાં આવી ન હોત, તે જે ભૂમિમાં રામ, કૃષ્ણ, ભીમ અને બાણાવળી અર્જુન જેવા નરશ્રેષ્ઠ પેદા થયા છે; તે આજે આવી અધમાવસ્થામાં ગબડી ના પડત ! સદભાગ્યે સ્વાર્થોધ પા૫જીઓએ લગાડેલા કૃત્રિમ રંગના લેપડા; સત્યજ્ઞાનનો સૂર્ય પ્રકાશતાં આપોઆપ ઉખડવા લાગ્યા છે; શ્રીકૃષ્ણને નામે અગિયાર વર્ષ અને બાવન દિવસની લીલાની ભવાઈ કરનારાઓની જનતાની આંખ ઉઘાડે એવા સચીટ ભવાડી થવા લાગ્યા છે; અને જ્ઞાનવિજ્ઞાન આગળ વધતાં, ઈશ્વરના અવતારની કેવળ મનઘડંત વાતે રવીકારવાને અને કુદરતના ક્રમ વિરુદ્ધના એલારપેલારના ચમત્કારની બનાવટી વાતોના ગપગોળા એમ ને એમ ગળી જવાને, કોઈ પણ સુશિક્ષિત જન તૈયાર થતું નથી અભ્યાસી મગજે હવે કૃષ્ણજીવનમાં ઉંડાં ઉતરી, તેમાં રહેલું રહસ્યને શોધી, જનસમાજ આગળ રજુ કરવામાંજ શ્રીકૃષ્ણનાં ગુણગાનનું ખરૂં સાર્થક સમજે છે !
શ્રી કણજીવન ઉપર સામાન્ય દષ્ટિપાત કરતાં પણ દુષ્ટાનું દમન કરવાની તેમની વીરતા અને દઢતા કોઈ અજબ પ્રકારે આપણી સમુખ ખડી થાય છે ! હિંદુસમાજમાં જેએને અવતારી પુરુષો ગણવામાં આવે છે, તે બધાએ જગતને અચૂક રીતે બતાવી આપ્યું છે કે, દુષ્ટનું દમન કરવાથીજ પૃથ્વી પાપરહિત બને છે. ચહાય તો રામાયણમાં ડોકીયું કરીને શ્રીરામનું જીવનચરિત્ર તપાસો કે ચહાય તો મહાભારતનાં પર્વો ફેરવી શ્રીકરણનાં જીવનનો સાર શોધો કે ઈચ્છામાં આવે તો નૃસિંહાવતારની કાલ્પનિક લીલા નીહાળો; બધેથી એકજ વનિ ઉઠતે સંભળાશે કે, પૃથ્વી ઉપરનો વધી પડેલો પાપાચારીઓનો ભાર ઓછો કરવા માટે, જે વીર નરકેસરીએ
| ભવ્ય ભારતભૂમિ ઉપર પેદા થયા છે, તે બધાએ ઇટોનું દમન કરીને જ પોતાનાં જીવનને સાર્થક કયું છે અને આજે તેથીજ અંધશ્રદ્ધાળુઓ જ્યારે તેમને ઈશ્વરના સાક્ષાત અવતાર ગણે છે, ત્યારે શુદ્ધ હૃદયના અને સાત્ત્વિક બુદ્ધિના શ્રદ્ધાળુઓ પણ તેમને પરમાત્માની મહાન વિભૂતિસમા તે અવશ્ય ગણે છે ! ગંગાજી ઉલટાં વહેવા લાગે તેમ, આજે કેટલાક અજ્ઞાનાંધકારમાં ગોથાં ખાઇ, મહાન પુરુષોના જીવને દેશને ભૂલી, સ્વાથી પિપ કે પૂજારીઓએ બિછાવેલી જાળમાં ફસાઈ, રામકૃષ્ણનાં ભજની જ ગાયા કરે છે, અને એ ઘેલછા એટલી હદ સુધી આળ વધે છે કે, તેમાં નીચ બુદ્ધિના નરકાસુરો તેમનાં તન, મન, ધન, લૂંટી, અનાચારના અખાડા જમાવે, ત્યાં સુધી પણ તેમને ભાન રહેતું નથી; અને દિવાનાઓ તથા નિશાખોરોની માફક જેઓ તેને સારી નેક સલાહ આપે તેમને જ તેઓ પોતાની વિરોધી કે દુશ્મન ગણી કાઢે છે ! પ્રથમ કહ્યું તેમ જ્ઞાનની રોશની ફેલાતાં, આવી અંધતા ઓછી થવા લાગી છે, અને મધ્યાહનના સૂર્યનાં પ્રખર કિરણોના તાપમાં પિપડમની તમામ કુચેષ્ટાઓ બળી જળીને ખાખ થઈ જશે, એમ માનવાને આજે ઘણાં કારણે મળવા લાગ્યાં છે. પણ એક પોપડમ જતાં, તેની જગ્યાએ બીજું વધારે સુધરેલું અને સુંવાળું, છતાં અતિ ભયંકર પિડમ તે ઘુસી નહિ જાય ને ? મને તો લાગે છે કે, અવતારવાદ, રાસલીલા કે ઢાઢીલીલાવાળાં પાપડમને હવે ટુંક સમયમાં નાશ થઈ જશે; પણ તેની જગ્યાએ જે “શ્રીકૃષ્ણ પ્રેમથીજ જગતને જીત્યું હતું એ અર્ધસત્ય અને અર્ધ સુધરેલી ભાવના ઘુસી જશે, તે તે વિઘાતક ભાવયુક્ત પાપડમના પાયા ઉખેડવાનું કામ એર વધારે મુશ્કેલ બની ગયા વગર રહેશે નહિ ! તેનાં પરિણામ પણ આત્મઘાતક જ નીવડશે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com