________________
ચેતા, નહિ તેા આપણા હિંદુ સમાજના પગ ભાગી જશે.
૨૬૫
१०४ - चेतो, नहि तो आपणा हिंदु समाजना पग भागी जशे .
ધનું વાસ્તવિક સ્વરૂપ ન સમજવાને લીધે પૃથ્વીના પડ ઉપર કેટલાએ અત્યાચારે। થયા છે અને થાય છે. ગાર્મિકતા જ્યારે ધર્માંધતાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેા અવધ થાય છે. ધર્મને નામે જેટલું લેાહી રેડાયું છે, તેટલું ભાગ્યેજ બીજી કોઇ બાબતને માટે રેડાયું હશે. દુનિયાના ઇતિહાસમાં આના દાખલા મેાજુદું છે. સ્લામના પ્રચાર લેાહીથી ખરડાયેલા છે. મુસલમાનેાએ અન્ય પ્રજાએ ઉપર જે ત્રાસ વર્તાવ્યા છે, તે ધર્મોને નામેજ વર્તાવ્યેા છે. ધર્મને અહાને તેમને બહેકાવવામાં ન આવ્યા હાત તેા કદાચ તેમણે તેમ ન કર્યુ· હેત; પણ આજે આપણે આવી જાતના અત્યાચારી વિષે વિચાર નથી કરવા, પરંતુ આપણા ભાઇઓ ઉપર જે અત્યાચાર આપણે પે તેજ ગુજારી રહ્યા છીએ તેના વિષે કાંઇક વિચાર કરવા ધાર્યો છે.
હિંદુએની વસ્તી ૨૨ કરાડની ગણાય છે, તેમાં એછામાં આછા પ થી ૬ કરાડ જેને હાલ આપણે અત્યજતરીકે ઓળખીએ છીએ તે લેાકે છે. આ લેાકેાને આપણે અસ્પૃશ્ય ગણીએ છીએ અને તેમ ગણવામાં ધર્મના આધાર છે, એમ પણ માની બેઠા છીએ. અસ્પૃશ્યતાને જો ધર્માંના સ્વાંગ પહેરાવવામાં ન આવ્યો હોત તો તે અત્યારસુધી ટકી પણ ન હત. મહિ દયાનંદ અને મહાત્મા ગાંધીજી જેવાના સજ્જડ ક્રટકા પડવા છતાં હજી તે જડમૂળથી ઉખડી નથી. તે કેવળ એક રૂઢિજ હાત ! યારનીયે નિર્મૂળ થઇ ગઇ હેાત, પણ તેને ધર્મનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે, તેથીજ તે આવા મહાપુરુષોના મપ્રહાર થવા છતાં જીવી રહી છે; પણ હવે અને મૃત્યુઘંટ વાગ્યા છે, એ તેા નક્કીજ છે.
એક મનુષ્ય બીજા મનુષ્યને અડતાં અભડાઇ જાય એટલે અપવિત્ર થઈ જાય, એ ભાવના ક્યાંથી જન્મી એજ અક્કલમાં ઉતરતું નથી. ગમે તે કારણે અને ગમે તે સમયે તે અસ્તિત્વમાં આવી હાય તાપણુ અત્યારે તે! તે કલકરૂપ થઇ પડી છે. એ વિષે હિંદુસમાજના લગભગ બધા અગ્રેસરે એકમત છે. જેતે આપણે અસ્પૃશ્યવર્ગ માનીએ છીએ તે સમાજના પગરૂપ છે, જે સમાજના પગ સહેલા હેાય તે પ્રગતિ કરે કેવી રીતે? આપણે તેમના તરફ જે અમાનુષી વન ચલાવી રહ્યા છીા તેને ધર્માંના ખીલકુલ ટકા નથી. ધર્માં તે ‘આમવત્ સર્વભૂતપુ’ થવાની ઉમદા ભાવના શીખવે છે. પ્રાણીમાત્રને પોતાના જેવાં ગણવાનું શીખવનાર ધર્મ મનુષ્ય તરફ ઘૃણાદિષ્ટ રાખવાનું કેળવે કેવી રીતે ? એ પાપાચાર આપણે પાતેજ આચરી રહ્યા છીએ અને તેનાં માઠાં ફળ પણ ભાગવી રહ્યા છીએ. પરદેશમાં આપણી સ્થિતિ અંત્યજોના જેવીજ થઇ છે, એ આપણા પાપનાંજ ભૂરાં ફળ છે. હજી પણ આપણે એ પ્રથાને ચાલુ રાખીશું તે ભવિષ્યમાં પણ આપણે એ કડવાં ફળ ચાખવાં પડશે.
સમાજશરીરના એ ચેાથા અંગને સુદૃઢ કરવાને તેમને મનુષ્યતરીકેના અને સામાજિક હ આપીશું ત્યારેજ આપણે પ્રગતિને પંથે પડીશું. એ હક્ક આપવામાં કઇ જાતને ઉપકાર નથી, માત્ર પાપને જ શ્રાત્તાપ છે અને તેમાં આપણી પણ શુદ્ધિ રહેલી છે. અસ્પૃશ્યતાનિવારણ એટલે અંત્યજ સનાતા લેાકેાને માત્ર અડવુ એટલેાજ એને અર્થ નથી, પણ તેમને અસ્પૃશ્ય માનીને તેમના જે કુદરતી હક્ક છીનવી લીધા છે, તે પાછા આપવા એમાંજ સાચું અસ્પૃસ્યતાનિવારણ છે. પહેલાં આપણે મનુષ્યતરીકેના હક્કનો વિચાર કરીએ. દરેક મનુષ્યને એછામાં ઓછુ પેટ ભરીને ખાવાપીવાનુ અને ટાઢતડકા તથા વરસાદથી રક્ષણ કરી શકાય એટલું પહેરવાનુ અને રહેવાનું મળવુ જો એ. બીજી રીતે કહીએ તે! હવા, પાણી ને ખોરાક જે કુદરતની અમૂલ્ય બક્ષિસે છે, તેનેા લાભ દરેક માણસને સહેલાઈથી મળવા જોઇએ. અંત્યજોને પેટપૂરતા ખારાક મળતા નથી, એ તે આપણે જાણીએ છીએ. વળી અંત્યજોમાં જે નીચ ગણાય છે, તેમને તેા એઠવાડજ મળે છે. કાઇ પણ મનુષ્યને એ ખારાક ખાવા આપવા એ અસ્વચ્છતાની પરાકાષ્ઠા છે. ભંગી લેાકેાને આપણે રાંધેલા ખારાક આપવા હેાય તે તે સ્વચ્છજ આપવેા જોઇએ. એ’ઠવાડના ટાઢા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com