________________
૨૫૭
મૃત્યુ મરી ગયું રે લેલ! १०१-मृत्यु मरी गयुं रे लोल! જમછત જતીન્દ્ર–શહીદનાં શૂરાતન
બપોરના બાર વાગી ગયા છે. લાહોરની બોસ્ટલ જેલના દરવાજે એક આતુર ટોળું રાહ જુએ છે. વારંવાર દરવાજેથી ખબર કઢાવે છે. સવારના આઠ વાગે અંદર ગયેલ જતીનના ભાઈ કિરણુદાસ હજી પાછા ફર્યા નથી. શું હશે ? વેંકટરો ઝપાટાબંધ અંદર જતા દેખાય છે. કોઈ પાછું ફરતું નથી, જતીનની સ્થિતિના ભય ઉપજાવે એવા સમાચાર સાંભળવા માટે સૌ તૈયાર બનીને ઉભા છે. રાજ કરતાં આજ મામલો વધુ બગડેલો લાગે છે.
એટલામાં કિરણદાસ પાછા વળે છે. સૌ તેમને વિંટળાઈ વળી પૂછે છે. જતીનને કેમ છે ? ફિકકે ચહેરે, ઉંડા અવાજે તે કહે છે કે ભાગ્યેજ બે કલાકે તે વધુ કાઢે. તેની જીવનદેરી કયાં તૂટી જશે તે સમજાતું નથી. પછી સપટેમબરની ૧૩ મી તારીખે બપોરે ૧ ને ૫ મિનિટે જતીન ગયો. તાર ઉપર તાર છૂટયા, હિંદભરમાં ગમગીની ફેલાઈ ગઈ.
તાલાઈની ૧૩ મી તારીખે જતીને ઉપવાસ શરૂ કર્યા. ભગતસિંગ અને દત્તની લડતમાં એણે સહાનુભૂતિ આપવા માટે પ્રાણ પાથરવાનો નિશ્ચય જાહેર કર્યો. દિવસો તો ઝપાટાબંધ પસાર થતા ગયા; પણ રાજદ્વારી કેદીઓની સ્થિતિમાં ફેરફાર ન થયા. ઉપવાસ ચાલુજ રહ્યા. ઉપવાસીઓનાં અંગ જૂઠાં થયાં. હાથપગમાં લોહી ફરતું અટયું, માત્ર છાતીના ધબકારા સંભળાતા. લેહીની ઉલટીઓ થઈ. ચેતન થીજી ગયું.
એ જતીન કોણ હતા? જતીન બંગાળી હતા. નાનપણથી એની મક્કમતા જાણીતી હતી. પૈસાના ફંદમાં એ પડે નહોતો, ધારે એ પૂરું કરવું એ એનો નિશ્ચય હતો. બંકિમ બિહારી બાબુનો એ ક પુત્ર હતો. એનાં સગાંસંબંધીઓ એને હેતમાં “ મેંદો ” કહેતાં. એને એક નાની બહેન હતી, તેના તરફ જતીનને ખૂબ ભાવ હતો. જતીનને વર્ણ કૃષ્ણ હતો અને કિરણદાસના ગૌર વણને જોતાં કે ભાએજ માને કે એ બને એક માના દીકરા હશે. એનાં સગાં એને બુડથલ માનતાં, હઠીલા ગણતાં, છોકવાદ સમજતાં. જતીન જ્યારે ૧૦ વર્ષના હતા ત્યારે ૧૯૧૪ માં તેની માતા ગુજરી ગઈ. ત્યારપછી અનેક દુ ખો સહન કરતાં કરતાં માતૃભૂમિને ખાતર ૨૫ વર્ષની જુવાન વયે જતીન સિધાવ્યો.
જ્યારે દેશમાં અસહકારની ભરતી ફરી વળી ત્યારે જતીન ઝાલ્યો ન રહ્યો. સત્તર વર્ષનો જુવાન જતીન આનાકાની કરવામાં વખત ગુમાવે તેમ ન હતું. એણે પણ સાઉથ સબર્બન કૅલેજના ત્યાગ કર્યો, અને તનમનથી ઝુંબેશમાં જોડાયે. એના પિતાને આવી વાત ગમતી ન હતી. તેમણે જતીનને બોલાવ્યા ને આવા ઢંગ છોડી દેવા કહ્યું, પણ જતીન આગ્રહી હતો. એણે વિનયથી પિતાને જણાવી દીધું કે, મારું કાર્ય ખોટું નથી ને આપની કિંમતી સલાહ હું સ્વીકારી શકતો નથી. પિતાએ પિતાની સત્તા વાપરી, એ માવિનાના બાળકને કહી દીધું કે, જો એમજ હોય તો ફરી પેર મોઢું બતાવીશ નહિ ! જતીન ત્યાંથી ઉપડયો તે ઊંગ્રેસ ઍફીસમાં શ્રી હેમેન્દ્રનાથ દાસગુપ્તાને ત્યાં ગયો. પછી તો સભાઓ, સરઘસે, પૈસાની ઉઘરાણું એવાં કોંગ્રેસનાં કાર્યમાં એણે ઝંપલાવ્યું. એ બધામાંથી સમય મળતો તે વખતે તે ટયૂશન આપતો અને તેમાંથી મળતા માત્ર ૧૦ રૂપિયા ઉપરજ તેનો ગુજારે નભી જતો. જતીન કેટલીય વાર સાંજે ખાતો નહિ, અને કેટલીય વાર પૌઆ ખાઈ ૫ડયે રહેતો. આમ છતાં કેંગ્રેસના કાર્યોમાં પણ એનાથી પોતાના પૈસા ખર્ચી દેવાતા. એનો મકામ ઉગ્રેસ ઍડીસમાંજ રહેતા. મરછરના ઉપદ્રવવાળી ગંદી જગ્યાએ આવેલી એફીસમાં રાત પસાર કરવી એ પણ કઠણ કામ હતું.
એક રાતે કોઈ ગોરા અમલદારે એક બંગાળી સન્નારી હેમનલિની ઘોષ ઉપર પોતાની સોટીવડે હુમલો કર્યો. કોંગ્રેસના કેઈ સ્વયંસેવકે એના હાથમાંની સોટી ખુંચવી લીધી. એ સોરી.
શુ. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com