________________
૨૦૩
-~-~
~-
~
-~~
યુગાચાર્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ પૂજ્યબુદ્ધિ દર્શાવતા. સર્વ ધર્મોની સત્યતા અને જરૂરીઆતની તેમને ખાત્રી થઈ જવાથી તેમણે કદી પણ કોઈ ધર્મપંથની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેઓ બધાને સલાહ આપતા કે, ભાઈ ! ઈશ્વરનો સાક્ષાત્કાર કરો એટલે બધા ઝઘડાનો અંત આવશે. જ્યાં સુધી ઘડા ખાલી હોય છે ત્યાં સુધી તેમાં પાણી ભરાય છે ત્યારે ભખભખ અવાજ થાય છે; પણ ઘડે પૂરે ભરાયો કે અવાજ શાંત થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી ઈશ્વરની ખરી ઓળખાણ થતી નથી ત્યાં સુધી વાદવિવાદ રહે છે.
કામિની તથા કાંચનને પણ તેમણે અપૂર્વ ત્યાગ કર્યો હતો. સર્વ સ્ત્રીઓમાં તેમને સ્નેહમયી જગદંબાનાંજ દર્શન થતાં. પોતાની પત્નીને પણ તેમણે કહી દીધું હતું કે, તમારામાં પણ મને જગદંબાનાંજ દર્શન થાય છે. માટે તમારી સાથે પણ હું તેજ વ્યવહાર રાખી શકીશ.
- મથુરબાબુએ તેમને સૌંદર્યવાન સ્ત્રીઓના સંસર્ગમાં મૂકી અનેક રીતે તાવી જોયા હતા, પણ એ સર્વ પ્રસંગમાં શ્રી રામકૃષ્ણ “મા, મા કહી ઉંડી સમાધિમાં આવી જતા અને તેમનું બધું બાહ્યજ્ઞાન ચાલ્યું જતું.
દ્રવ્યનો તો તેમણે એટલે સુધી ત્યાગ કર્યો હતો કે કોઈપણ જાતની ધાતુને સ્પર્શ સુદ્ધાં કરી શકતા નહિ. એક વખત ટીખળી નરેદ્ર (પાછળથી સ્વામી વિવેકાનંદ) તેઓ ન જાણે તેમ તેમની પથારી નીચે બેઆની મૂકી દીધી. પરિણામ એ આવ્યું કે, આખી રાત પરમહંસદેવને નિદ્રા આવી નહિ. બીજે એક પ્રસંગે લક્ષ્મીનારાયણ નામને મારવાડી તેમને દશ હજાર રૂપિયા આપવા આવ્યો હતો તેને પણ તેમણે અસ્વીકાર કર્યો હતો. તેઓ કહેતા કે, માટી અને રૂપિયામાં કશેજ કેર નથી. એ બંને જડ પદાર્થો છે. તેમની મદદથી ચિંતન્યને મેળાપ થતા નથી. માટે બંને તદ્દન નકામાં છે.
હવે તેમનો ઉપદેશ સાંભળવાને ઘણી ભક્તમંડળી ભેગી થવા લાગી. બ્રાહ્મધર્મપ્રવર્તાક કેશવચંદ્રસેન પણ તેમના ઉપદેશામૃતનું પાન કરવા આવવા લાગ્યા. બંગાળી સુપ્રસિદ્ધ નાટયલેખક ગિરીશચંદ્ર ઘોષ પણ તેમના પરમ ભક્ત બન્યા.
ધર્મપપાસુ ભક્તગણની તૃષા શાંત કરવાને માટે પરમહંસદેવને કેટલીક વાર તે દિવસમાં વીસ વીસ કલાક વાતચીત કરવી પડતી, જેથી તેમના શરીરને ઘણો પરિશ્રમ પડતા; પણ તેની તેમને જરા પણ દરકાર ન હતી. કોઈ તેમને શરીરની વધારે સંભાળ રાખવાનું કહેતું કે તેઓ એકદમ જવાબ આપતા - ભાઈ! દુનિયામાં એક માણસને પણ ખરી સહાય કરી શકાય તો તેના જેવું બીજું એક ઉત્તમ કાર્ય નથી. આ નશ્વર દેહ તો આત્માનું પાંજરું છે તેને સાચવીને શું કરું?”
છેવટે અતિશય પરિશ્રમને લઈને તેમના ગળાની નળીમાં એક ફલે થયો. છતાં પણ તેમને આ બ્રહ્મયજ્ઞ તો ચાલુ જ રહ્યો. એક દિવસ એક પંડિતે તેમને વિનતિ કરીને કહ્યું કે “આપ તે મહાન યોગી છે, કેવળ આપની ઇચ્છાશક્તિના ઉપયોગથી આપ રોગ મટાડી શકે
| શામાટે આપ તેમ કરતા નથી ? આપના સંકલ્પમાત્રથી સર્વ રોગ દૂર થશે તે મહેરબાની કરીને તેમ કરો. પરમહંસદેવે જવાબ આપ્યો –
“પંડિતજી ! હું ધારતો હતો કે, તમે શાસ્ત્રો વાંચી તેમાંથી બેધ લીધે હશે. મેં મારું મન પરમાત્માને સમર્પણ કરી દીધું છે, તે મનને ત્યાંથી પાછું ખેંચી શું હું નાશવંત દેહ પર સ્થિર કરું?”
સેવા કેવા ભાવથી કરવી જોઈએ તે વિષે પણ પરમહંસદેવના જીવનમાંથી એક પ્રસંગ ટાંકવા જેવો છે. એક વખત બધા શિ પરમહંસદેવની આસપાસ બેઠા હતા અને સર્વે જીવપ્રત્યે દયા બતાવવી જોઈએ એ સંબંધી ચર્ચા કરી રહ્યા હતા. પરમહંસદેવ આ સાંભળી એકદમ બોલી ઉઠયા –
“સર્વ જીવપ્રત્યે દયા બતાવવી !” આટલું બોલી સમાધિસ્થ દશામાં આવી ગયા. થોડી વારે જ્યારે બાહ્યજ્ઞાન પાછું આવ્યું ત્યારે કહેવા લાગ્યા કે “સર્વ જીવપ્રત્યે દયા? મનુષ્ય ! તને ફિટકાર છે, તે પિતે મગતરા જેવો કેવી રીતે ઈશ્વરસૃષ્ટ જીવો તરફ દયા બતાવી શકે? દયા દર્શાવનારે. તું કેણુ? ના, ના; દયા નહિ પણ સેવા. શિવજ્ઞાને સર્વ જીવોની સેવા કર, સેવા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com