________________
૨૦૨
શુભસંગ્રહ-ભાગ પાંચમે ८१-युगाचार्य श्रीरामकृष्ण परमहंस
હુગલી જીલ્લાના આરામબાગ નામના મહાલમાં આવેલ કામારપુકુર નામના ગામડામાં વિ. સં. ૧૮૯૨ ના ફાગણ માસના શુકલપક્ષની બીજને બુધવારે આ મહાપુરુષનો જન્મ થયો હતો.
જ્યારે આ દિવ્ય બાળકની ઉંમર આઠ માસની થઈ ત્યારે અન્નપ્રાશનની વિધિ કરી તેમનું ગદાધર નામ પાડવામાં આવ્યું, પરંતુ આ નામ કુટુંબનાં માણસેને પસંદ નહિ પડવાથી તેઓ તેમને રામકૃષ્ણના નામથી સંબોધવા લાગ્યાં.
તેમની ઉંમર પાંચ વર્ષની થઈ ત્યારે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા, પણ આ પુસ્તકીયા જ્ઞાનપર શ્રીરામકૃષ્ણનું મન જરા પણ ચેટતું નહિ; એ કરતાં તો તેમને ભજન ગાવામાં તથા સાંભળવામાં વિશેષ મજા પડતી. ગામની અંદર અથવા તેથી થોડે દૂર આવેલાં બીજા ગામડાંઓમાં હરિકથા, રામલીલા અથવા ધાર્મિક શ્રવણ થવાની ખબર તેમને મળતી તે તેઓ ત્યાં સાનંદ જતા અને અતિ ધ્યાનપૂર્વક આ સર્વ ધાર્મિક ચર્ચામાંથી સાર શોધી લેતા. રામકૃષ્ણના પિતા સુદીરામ ચટ્ટોપાધ્યાય યજનયોજન કરીને મહામહેનતે કુટુંબનું ભરણપોષણ ' કરતા. સંતતિમાં તેમને ત્રણ પુત્રે અને બે કન્યા હતાં.
મોટા પુત્રનું નામ રામકુમાર, વચેટ પુત્રનું નામ રામેશ્વર અને સૌથી નાનાનું નામ રામકહ્યું હતું. પિતા પરના કુટુંબને બેજાને ઓછો કરવા જ્યેષ્ઠ પુત્ર રામકુમાર કલકત્તે આવ્યા અને ત્યાં એક ચતુbપાઠી (સંસ્કૃત પાઠશાળા) ઉઘાડી ગુજરાન ચલાવવા લાગ્યા.
કામારપુકુરમાં શ્રી રામકૃષ્ણને અભ્યાસ બરાબર ચાલતો નથી, એ જોઈ રામકુમાર તેમને કલકત્તે લઈ આવ્યા અને પોતાના સંસ્કૃત વર્ગમાં તેમને અભ્યાસ કરાવવા લાગ્યા. આ વખતે રામકૃષ્ણની ઉંમર ચૌદ વર્ષની હતી. ત્યાં આવ્યા પછી પણ તેમને આ જાતના અભ્યાસ તરફ ખાસ આકર્ષણ થયું નહિ. પણ તેમની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે જૂદા જૂદા શાસ્ત્રજ્ઞ પંડિતેની પાસેથી રામાયણ, મહાભારત અને બીજાં શાસ્ત્રોની ચર્ચા સાંભળીને તેમણે એ સર્વમાંથી ખરું રહસ્ય ખેંચી કાઢયું. તેમના ઉપદેશામૃતનું પાન કરવાથી આપણાં ધર્મશાસ્ત્રોનું તેમનું અગાધ જ્ઞાન એકદમ જણાઈ આવશે.
પરમહંસદેવની ઉંમર લગભગ ૧૮ વર્ષની થઈ. એ સમયે એક એ બનાવ બન્યો કે જેથી તેમની ભવિષ્યની આખી જીંદગી ફરી ગઈ. એ સમયે કલકત્તાથી ઉત્તરમાં લગભગ ત્રણ ગાઉ દૂર આવેલા દક્ષિણેશ્વર નામના મંદિરમાં રામકુમારની કાલી માતાના પૂજારી તરીકે નિમણુક થઈ. તેથી રામકુમારે પિતાની ચતુષ્કાઠી (સંસ્કૃત વર્ગ) બંધ કરી અને શ્રી રામકૃષ્ણને લઈને ત્યાં ગયા.
ત્યાર પછી થોડે વખતે જયરામવાટી નામના ગામડામાં રહેતા શ્રી રામચંદ્ર મુખોપાધ્યાયનાં પુત્રી શ્રી. શારદામણિ દેવી સાથે શ્રી રામકૃષ્ણનાં લગ્ન થયાં. રામકુમારે બે ત્રણ વર પૂજારીતરીકે કામ કર્યું હશે એટલામાં તો તેમનો દેહાન્ત થયો. રાણી રસમણિ અને તેમના જમાઈ મથુરબાબુ રામકુમાર પર બહુ ભાવ રાખતાં અને તેથી તેના પરિવારનું ભરણપોષણ ચાલુ રહે એ ઇચ્છાથી પૂજારીની ખાલી પડેલી જગ્યા તેમણે શ્રી રામકૃષ્ણને આપી. શ્રી રામકૃષ્ણ પર પણ તે બનેને ઘણે પ્રેમ હતો.
પરમહંસદેવે આ કાલી મંદિરમાં રહી અપૂર્વ સાધના કરી. માતાનાં દર્શન માટે એવો સતત પ્રયત્ન ચાલુ રાખ્યો કે છેવટે તેમને કાલી માતાએ દર્શન આપ્યાં. ત્યાર પછી હિંદુ ધર્મ સિવાયના બીજા ધર્મપંથમાં બતાવ્યા પ્રમાણે સાધના કર્યા પછી તેઓ એવા સિદ્ધાંત પર આવ્યા કે સર્વે ધમપંથે પરમાત્માને પહોંચવાના જાદા જુદા ભાગરૂપ છે અને તેઓ વચ્ચે ઝઘડાઓને સ્થાન જ નથી; કારણ કે અધિકારભેદે આ સર્વ ધર્મપંથેની આવશ્યકતા છે. મુસલમાનના અલ્લાહ અને ઈસુ ખ્રિસ્તના સ્વર્ગમાં રહેતા પિતા તેમજ અન્ય ધર્મને દેવતાઓ પ્રત્યે તેઓ પૂરેપૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com