________________
શુભસંગ્રહ-ભાગ પાંચમ ६८-पुरुषोत्तम कृष्णचंद्रनी जयंती
પુરુષોત્તમ એવા શ્રીકૃષ્ણચંદ્રની જયંતી શ્રાવણ વદી અષ્ટમીએ આવે છે. આર્યજનતાને કહે કે આખી એ માનવસમાજને કહે-એ મહાન ઉત્સવનો દિવસ પાંચ હજાર વર્ષથી આ ભારતભૂમિમાં પળાતે આવ્યો છે. ભાગવતનો વણધારી કને એવો બાલકૃષ્ણ અને મહાભારતને ગીતા ગાનાર યોગેન્દ્ર શ્રીકૃષ્ણચંદ્ર હજીએ માનવસમાજના જીવનમાં પ્રેમ અને ચેતન પૂરે છે. ભાગવતાદિમાં જે કાવ્યરૂપે કૃષ્ણલીલા ગાઈ છે તે ઐતિહાસિક સત્ય નથી. ભાગવતકારની મનોવૃષ્ટિએ જે ભક્તિભાવથી અને વિદ્યુલતાથી ગોપગોપીઓના પ્રેમનું અને શૌર્યની ઘટનાઓનું ઈશ્વરી ચમકારરૂપે વર્ણન કરેલું છે તેને કોઈ આધ્યામિકરૂપે ભલે ઘટવે, પણ ભક્તિમાર્ગનું એણે વૈષ્ણવ સંપ્રદાયમાં જે વામમાગ સ્વરૂપ ધારણ કર્યું છે તે તો અધમ પ્રકારનું, પાગલ અને કૃષ્ણના નામને કલંક લગાડનારું છે. નારદના ભક્તિમાર્ગને એથી ભારે અન્યાય થવા ઉપરાંત એણે ધર્મને નામે અધર્માચાર શીખવ્યા છે. બાલકૃષ્ણની રમણભૂમિ વ્રજ અને ગોકુલ ગમે તે હોય, પણ હાલ વ્રજકુંજ પર વૈષ્ણવ સખીભાવે વિહવળ બની પાગલ થાય છે એ વ્રજની રચના તો ચૈતન્ય રચવાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. કૃષ્ણઘેલા વૈષ્ણએજ આ વ્રજ વસાવ્યું છે. એની પાછળ તુલસીદાસ, ચૈતન્ય આદિ અનેક ભક્તવર કુરબાન બન્યા છે. કૃષ્ણપ્રેમમાં કામવાસનાના પ્રાદુર્ભાવે સત્ય ધમને જે અત્યંત નુકસાન કર્યું છે તેવું ભાગ્યે જ બીજાથી થયું હોય. સમર્થ ભકત અને સંતેના પ્રેમેન્માદે જ્ઞાન અને વિવેકનો ત્યાગ નહેજ કર્યો. ત્રિગુણાતીત દશાને એ પ્રાપ્ત થયા હોય કે ગુણોના આશક બન્યા હોય છતાં એ સંતભક્તો વંદનીય છે. પરંતુ અજ્ઞાન અને ભેળી સ્ત્રીઓ અને પુરુષોની જ્ઞાનરહિત ભક્તિએ એમને નિષ્કર્મ બનાવી વેકશન્ય કરી મૂક્યાં છે અને એનાં અનિષ્ટ પરિણામ આવ્યાં છે. અવતાર અને ચમત્કારેનું આરોપણ કરવા જેટલી અંધશ્રદ્ધાએ શું શું નથી કર્યું ? કૃણનો મહાન આત્મા આજે પણ આ પાગલપણું માટે દુઃખ પામતે હશે.
ગમે તેમ પણ કૃષ્ણને સમય વિકટ હતા. અધર્મ, અત્યાચાર, મિથ્યામદ અને દુઃખભરી પરવશતામાં દેશ ત્રાહ્ય ત્રાહ્ય પિકારી રહ્યો હતો. કંસ અને એને માથે પણ ચપટી ભભરાવે એવા રાજાઓ રાક્ષસ બની આર્યાવર્તન અને જગતને પીડી રહ્યા હતા. ધર્માત્માઓ અને શૂરવીરેનાં શૌર્ય બંદીખાને પૂરાયેલાં રહેતાં અથવા તો જાલીમ તરવારની ધાર પર લટકતાં. ગે, બ્રાહ્મણ અને માનવપ્રજાનું કોઈ બેલી નહોતું. ગુલામીનાં જ દુદુભિ વાગી રહ્યાં હતાં. આવા વિષમ સમયે કૃષ્ણજન્મ મથુરાના કારાવાસમાં થયો હતો. નરપિશાચ કંસે પિતાનાં બહેન દેવકીજી અને બનેવી વસુદેવને પણ કારાવાસમાં પૂર્યાં હતાં. પિતાના પિતાને પણ કંસે ઘાટ ઘડવા ફરતા. મદને ભર્યો એ નરપિશાચ રાજાના સ્વાંગમાં રહી કશુંએ પાપ કર્યા વિના નહે છોડતું. આજ પ્રકારે આયોવતું અને એની બહારનાં રાજ્યની પ્રજા તાબા પિકારી રહી હતી. કાઈ એમની હાર કરનાર મઈ ધર્મામા ન મળે. વાસુદેવ અને દેવકીનાં સંતાન થાય અને રખેને એ ભાણેજે કંસનો નાશ કરે એ કાલ્પનિક બીકે, બહેનને સંતાન થાય કે તરતજ એને નાશ કરતા. એનાં સાત સંતાનને કસે નાશ કર્યો. આઠમા કૃષ્ણને બચાવવાને ગુપ્ત રીતે એમને જન્મતાં જ કારાવાસમાંથી ઉપાડી ગોકુલમાં નંદને ઘેર માતા યશોદાના ખોળે મૂકવામાં આવ્યા અને એવી જ યુક્તિથી યશોદાની તરત જન્મેલી પુત્રીને વાસુદેવના કારાવાસમાં મૂકવામાં આવી. કંસને આની કલ્પના પણ ન આવવા દીધી; છતાં વાત ગંધાઈ અને વહેમાયેલા કંસે ગોકુલનાં તરત જન્મેલાં બાળકોનો સંહાર કરવાની જાળ પાથરી સેંકડે બાળકોનો કપટથી નાશ કરાવી નાખ્યા. દેવકી, વાસુદેવ અને યશોદા તથા નંદના આ અપૂર્વ સત્યાગ્રહ આખી પ્રજાને ખળભળાવી મૂકી. હતાશ બની કસના નાશને ઇછતી પ્રજા વિદ્રોહી બનવા તૈયાર થઈ ગઈ. આ દશામાં કૃષ્ણ અને એમના મોટા ભાઈ રહિણપુત્ર બલભદ્રના નાશ માટે કંસે કપટભર્યા અનેક પ્રપંચ કર્યા; પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com