________________
૧૫૮
શુભસંગ્રહ-ભાગ પાંચમો ६२-बाळकोने पूछवा समजाववा जेवा केटलाक प्रश्नो ૧–તમે સવારમાં વહેલા ઉઠે છે કે નહિ ?
૨-સવારમાં પથારીમાંથી ઉઠીને ઈશ્વરનું સ્મરણ, માતપિતા વગેરે ગુરુજનેને શ્રદ્ધાપૂર્વક પ્રણામ, શૌચ, દાતણ અને સ્નાનાદિ નિત્યકર્મો કરવામાં આળસ તે નથી કરતા ને ?
૩-નિત્યકર્મોથી પરવારી તમારા પાઠ તૈયાર કરે છે ?
૪-ભોજન નિયમિત અને થોડી ભૂખ બાકી રાખીને કરે છે કે નહિ ? અને જે કંઈ રુચિપૂર્વક ખાઓ છે તે બધું સાદુ અને સાત્વિક તો હોય છે ને ? ગળ્યા, ખાટ અને તીખા તમતમા ભેજનના ચક્કરમાં તે તમે ફસાયા નથી ને ? ચા, પાન અને બીડી-સિગારેટની બૂરી આદત તે તમારામાં પિડી નથી ને ?
પ-ભોજન પછી હાથમાં જોઇને, દાંત સારી રીતે સાફ કરીને સાદાં અને સ્વચ્છ કપડાં પહેરી પ્રસન્નચિત્ત તમે શાળામાં જાએ છે કે નહિ ?
રસ્તામાં કોઈ સાથે લડતા ઝગડતા કે ગપાટા કે ખેલતમાશામાં વખત : 1ળી નિશાળે મેડા તે નથી જતા ને?
૭-શાળામાં બરાબર વખતે પહોંચી તમારા સરળ, સાદા અને સત્ય વર્તન તથા આજ્ઞાપાલન અને નમ્રતાથી શિક્ષક તથા સહાધ્યાયીઓને પ્રસન્ન અને સંતુષ્ટ રાખે છે કે નહિ ?
૮-હમેશના પાઠ હમેશાં તૈયાર કરે છે ? ૯-તમારા સાથીઓ સાથે લડતા ઝગડતા તો નથી ને ? ૧૦-કેઇની નિંદા તે નથી કરતા ને ?
૧૧-પોતાની ભૂલ સમજાતાં તેને તરત સ્વીકાર કરે છે કે નહિ ? અને એવું થાય ત્યારે ચીરાવા અને ખોટું લગાડવા કરતાં પશ્ચાત્તાપ પૂર્વક ભવિષ્યમાં એવી ભૂલોથી બચવાના પ્રયત્ન કરે છે કે નહિ ?
૧૨-આજ્ઞાપાલન અને નમ્રતા એ સદગુણ છે; પરંતુ અાગ્ય થા નીતિવિરુદ્ધ વિષયમાં ગુરુજનોથી પણ દબાવું કે નમતું આપવું જોઈએ નહિ. આ સુવર્ણ સિદ્ધાંત તમને માલમ છે કે નહિ?
૧૩-શાળામાંથી આવીને રમો છો કે નહિ ? ૧૪-શાળાના પાઠ વગેરે રાત્રે અથવા કોઈ પણ વખતે તમારાં માતપિતા વગેરેને બતાવો છો કે નહિ? ૧૫-રાતનું ભોજન સૂતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક પહેલાં કરે છે કે નહિ ?
૧૬–વહેલા સૂવું અને વહેલા ઉઠવું એ માત્ર તંદુરસ્તી માટે જ નહિ, પરંતુ બુદ્ધિ, બળ, * સંપત્તિ અને આરોગ્ય માટે પણ જરૂરનું છે, તે તમે જાણો છો કે નહિ?
૧૭-રાત્રે નવ વાગતા સુધીમાં તે સૂઈ જાઓ છો ને?
૧૮-સૂતા પહેલાં એક વાર એકાગ્ર અને શાંત મનથી તે મહાપ્રભુનું પણ મરણ–વંદન કરો છે કે નહિ કે જેની તમે એક નાનકડી પ્રતિમૂર્તિ અને રચના છો ?
૧૯-પિતાનાં સર્વ કાર્યો તમે તે મહાપ્રભુના શુભ સ્મરણપૂર્વક શરૂ કરે છે ને ? ૨૦-રોજ શક્તિ પ્રમાણે વ્યાયામ પણ કરે છે કે નહિ ?
૨૧-કઈ વાતની અતિશયતા તે સારી નહિ; છતાં પણ તમારા મનોરંજનાથે સંગીત અને વાદ્ય વગેરેનો પણ કંઇક શેખ તમને છે કે નહિ ?
૨૨-ચિંતાતુર અને ઉદાસ તો નથી રહેતાને ? દિવસમાં એક વાર તે ખૂબ હસી લ્યો છે ને? ૨૩–ઘરમાં વડીલેથી રીસાતા કે ભાઈ-બહેનો વગેરે સાથે લડતા-ઝગડતા તે નથી ને ?
૨૪-કેઇને સતાવતા કે ખીજવતા તો નથી ને ? સૌની સાથે પ્રેમ અને દયાભર્યું વર્તન રાખો છો ને ? ૨૫-સ્વચ્છતાનું મહત્ત્વ જાણું સમજીને તેનું પાલન કરો છે કે નહિ ?
(“ત્યાગભૂમિ” ના એક અંકમાં- શ્રી. “મુકુટ' ના લેખનો અનુવાદ.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com