________________
शुभसंग्रह-भाग पांचमो
१-वैदिक प्रार्थना अने वचनामृत
गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे निधीनां त्वा निधिपतिं વામદેવલોકમાં વાદમષાનિમેષમારવમાસિનર્મધNI (ય૦ અ ૨૩ મં૦ ૧૯)
હે સમૂહાધિપતે ! આપ અમારા સર્વ સમૂહોના પતિ લેવાથી આપને ગણપતિ નામથી ગ્રહણ કરીએ છીએ. અમારા પ્રિય કર્મકારી પદાર્થનું અને જનનું પાલન પણ આપજ કરી છે, જેથી અમે અવશ્ય આપને પ્રિય પતિ જાણીએ છીએ. એજ પ્રકારે અમારા સર્વ ભંડારના પતિ હોવાથી આપને નિશ્ચયપૂર્વક નિધિપતિ જાણીએ છીએ. જે સામર્થ્યથી સર્વ જગતને ઉત્પન્ન કર્યું છે, તે આપના સામર્થ્યનું ધારણ તથા પેષણ કરવાવાળા આપને જ જાણીએ છીએ. સર્વનું કારણ આપનું સામર્થ્યજ છે. આપ જ સર્વ જગતના ધારણપષણકર્તા છે. આ જીવાદિ જગતમાં જન્મે છે અને મરે છે, પરંતુ આપ સદૈવ અજન્મા અને અમૃતસ્વરૂપ છે. આપની કૃપાથી અધર્મ, અવિદ્યા અને દુષ્ટ સ્વભાવાદિને અમે દૂર ફેંકીએ, અમે સર્વ આપનીજ અત્યંત સ્પૃહા એટલે પ્રાપ્તિની ઈચ્છા કરીએ છીએ. તે. આપ હવે શીઘ અમને પ્રાપ્ત થાઓ. જે પ્રાપ્ત થવામાં આપ વિલંબ કરશો તો અમારૂ કાંઈ પણ ઠેકાણું લાગશે નહિ. __ अग्ने व्रतपते व्रतं चरिष्यामि तच्छकेयन्तन्मेराध्यताम् ॥ इदमहमनृतात्सत्यमुपैमि ॥
(ય. અ૦ ૧ નં. ૫) હે સચ્ચિદાનંદ સ્વપ્રકાશ સ્વરૂપાને ! બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આદિ સત્ય વ્રતનું હું આચરણ કરીશ. તે એ વ્રતોને આપ કૃપાવડે સારી રીતે સિદ્ધ કરો; તથા હું અમૃત,
અનિત્ય દેહાદિ પદાર્થોથી જૂદ થઈને યથાર્થ સત્ય કે જે કોઈ પણ વખતે વ્યભિચાર ન પામે, તેમજ વિનાશ ન પામે તેવાં વિદ્યાદિ લક્ષણ ધર્મને હું પ્રાપ્ત થાઉં. એ મારી ઈચ્છાને આપ પૂર્ણ કરે, જેથી હું સભ્ય, વિદ્વાન, સત્યાચરણ તથા આપની ભક્તિથી યુક્ત ધર્માત્મા થાઉં. ëિ પૂર્વના વધે થાન ગોગા ફન્દ્રોચવમુ (૪૦ ૫-૮-૧૭-૪૧)
હે ઈશ્વર ! હે સર્વજ્ઞ અને સર્વ પૂર્વજોના એક અદ્વિતીય કર્તા-અર્થાત ઈશ્વરતા કરવાવાળા! ઈશ્વર તથા સર્વથી મહાન, પ્રલયોત્તર કાળમાં પણ આપજ રહેવાવાળા તેમજ અનંત પરાક્રમથી યુક્ત છે.
હે ઈંદ્ર ! હે મહારાજાધિરાજ ! હે સર્વ ધનના પ્રદાતા ! શીધ્ર કૃપાને પ્રવાહ આપના સેવકો ઉપર વહાવી રહ્યા છે, આપ અત્યંત સુકમળ સ્વભાવવાળા છો. स्वस्तिन इन्द्रोवृद्धश्रवाः स्वस्तिनः पूषाविश्ववेदाः॥ સ્વરિતના વરિષ્ટનેમા સ્વતિનોવૃત્તિવા (૧૦ અ૦ ૨૫ મં૦ ૧૯)
મહાકીર્તિવાન પરઐશ્વર્યયુક્ત ઈશ્વર અમારું કલ્યાણ કરો. પુષ્ટિકર્તા સર્વ જ્ઞાતા ઈશ્વર અમારે માટે કલ્યાણકારી થાઓ. તીર્ણ, તેજસ્વી, દુઃખહર્તા, ઈશ્વર અમને મંગલકારી થાઓ અને વિપુલ - ઐશ્વર્યના સ્વામી અમારે માટે કલ્યાણકારક થાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com