________________
૧૫૩ -
ભારતવર્ષનાં આંધળાં ५७-भारतवर्षनां आंधळां
મુંબઈમાં આંધળાંને આશ્રય આપનારું એક સ્થાન તારદેવમાં છે. તેમાં શ્રી. હરિપ્રસાદ છત્રપતિ આચાર્યું છે ને તેમાં હાડવૈદ્ય ભાઈ બહેરામજી ખંભાતા તથા તેમનાં પત્ની રસ લે છે. ત્રણ પ્રકારનાં આંધળાનો પરિચય ડોઘણે આપણને બધાયને છે. એક તો જ્ઞાને આંધળાં છે. તેમની સંખ્યાની ગણતરી કેાઈ કાઢી શકાયું નથી. અજ્ઞાનરૂપી અંધાપાનું દુઃખ ભલે આપણે ન ઓળખીએ, પણ શરીરના અંધાપા કરતાં એ ઘણું વધારે છે. બીજા આંધળાં ભૂખના દુઃખથી પીડાતા લકે છે. એમની સંખ્યા ગણાય એવી છે. ઓછામાં ઓછી દશ કરોડની તે ગણવામાં આવી છે. તેઓ દેખે છે, છતાં આંધળાં છે. તેમની આંખમાં તેજ નથી. મીણનાં પૂતળાંમાં મૂકેલી આંખ યંત્રવડે ચાલે છે, પણ તે જોતી નથી; તેમ લગભગ આ દશ કરોડની આંખની કીકી ચાલે છે ખરી, પણ તે દેખતી નથી. આ આંધળાંની સેવા કરવામાં હું નિરંતર ગુંથાયેલો હોવાથી પેલા શરીરે આંધળાંને વિષે ઉદાસીન રહ્યો છું.
પણ ભાઈ ખંભાતાને પ્રેમ મને તેમની યત્કિંચિત ક્ષણિક સેવા કરવા મુંબઈ ઘસડી ગયો. મજકૂર આશ્રયધામની મદદઅર્થે વનિતા વિશ્રામમાં થયેલી સભામાં પ્રમુખપદ લેવું એ તા. ૭ મીની ત્રીજી ક્રિયા હતી.
આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ સાહિત્ય અને ભાઈ છત્રપતિના ભાષણને સાર એ છે કે, દેશમાં પંદર લાખ આંધળાં છે. તેમાંના લગભગ સિત્તેર ટકાની જે વેળાસર તજવીજ થાય તો તેઓ દેખતાં થઇ શકે. આટલી સંખ્યા બંને આંખે આંધળાંની છે. તેના કરતાં અઢીગણું સંખ્યા અર્ધ આંધળાંની છે. મુંબઈમાં રહેતા એક આંધળાને મુંબઈના સખી પણ વિવેક ન જાળવનારા ગૃહસ્થી જણ દીઠ ૨ાજ રૂ. ૫) સરેરાશ આપતા જણાય છે; પણ આ પૈસા બધા અધિળાં ભાઈબહેનો નથી પામતાં. તેમને દોરનારા તેમના ભાડૂતી નોકરો તેમાં મુખ્ય ભાગ ખાઈ જાય છે.
આ દુઃખદ સ્થિતિને સુધારવી એ પ્રયાસ આ સંસ્થાના સંચાલન છે. આંધળાં તે દુનિયામાં બધેય છે. પશ્ચિમના શોધક અને પરોપકારી લોકેએ આવી બાબતમાં ઘણું કામ કર્યું છે. અમેરિકામાં આ પ્રકારની દયાનો પ્રચાર વધારેમાં વધારે જોવામાં આવે છે. હિંદુસ્તાનમાં ચાલતા આધુનિક પ્રયને તેનું યતકિંચિત્ અનુકરણ છે. ત્યાં આંધળાંને સારૂ અનેક નિશાળો છે, કુશળ શિક્ષકે છે ને હેલન કેલર જેવી પ્રખ્યાત ને સુશિક્ષિત સ્ત્રી તૈયાર થઈ શકી છે, જેનાં પુસ્તકો પ્રેમપૂર્વક વાંચે છે. મતલબ કે, ત્યાંનાં આંધળાં કોઈની ઉપર બોજારૂપ થવાને બદલે છેવટે અનેક ધંધા કરી પિતાની આજીવિકા કમાય છે.
તારદેવમાં તૈયાર થયેલાં આંધળાને સભામાં લાવવામાં આવ્યાં હતાં. તેમણે સંગીત ગાયું. એકે હારમોનિયમ વગાડયું, બીજાએ તબલાં વગાડયાં. કેઈએ આંધળાંને સારૂ જે ઉપસેલી લિપિ શોધવામાં આવી છે તેમાં લખાયેલું પુસ્તક વાંચી સંભળાવ્યું, બીજાઓએ લખી બતાવ્યું. એકે સોય પરોવી. તેમણે કરેલું નેતરકામ પણ રજુ કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાની માગણું નીચે પ્રમાણે છે – ૧–તેને નિભાવવાને સારૂ ધનિક લોક પૈસા આપે.
૨-આંધળાને ભીખ કઈ ન આપે, પણ તેમને મજકૂર સ્થાને મોકલી આપે તો તેમની સારવાર કરવામાં આવશે ને તેમની આંખ દરસ્ત થાય એવી હશે તો તેનો ઇલાજ પણ કરવામાં આવશે.
૩-આમ ભીખ ન આપતાં બચતે પૈસો અથવા તેમાંનો અંશ મજકુર સંસ્થાને દાની લોક આપે.
૪–જેની પાસે ધન નથી પણ આવાં અપંગ પ્રત્યે દયા છે તે તેમને જુએ ત્યારે ધીરજથી સમજાવે ને સંસ્થામાં મોકલે, જ્યાં તેમની તપાસ થશે. - આપણામાં સ્વરાજ્યની ખરી ભાવના પેદા થઈ હોય તો આંધળાને પણ તેની હૂંફ મળતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com