________________
'૧૪૦
શુભસંગ્રહ-ભાગ પાંચમો
MAHAAAAAAAAAAA
પાસે બીજું કામ માગતા હતા. તે ભયભીત થઈને દોડવા લાગ્યો, દેવ તેની પાછળ પાછળ દોડયા. રસ્તામાં એક સાધુ મળ્યો. તેણે દોડવાનું કારણ પૂછ્યું અને તેણે તેનો ઉપાય બતાવી કહ્યું કે, એક વાંસ દાટે અને તેની ઉપર ચઢ-ઉતર કરવાની તેને આજ્ઞા આપે. આ ઉપાયથી તે છૂટયો. આપણું મન પણ એ દેવના જેવું જ છે; જે એને કોઈ કામ નહિ બતાવો તો તે તમને જ ખાઈ જવા દોડશે. કર્મમાગંજ તેને માટે વાસરૂપ છે અને તેના દ્વારાજ તેનાથી બચી શકાય છે.
ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે, ઈદ્રિયોને બહારથી રોકી મનથી વિષયનું ચિંતન કરવું એ ધૂર્તોનું કામ છે. મનુષ્યનો સ્વભાવજ તેને કર્મ કરાવે છે; જ્ઞાનીઓએ પણ એટલા માટે કમ કરવું જરૂરનું છે કે જેથી બીજાએ પણ તેનું અનુકરણ કરે. શ્રીકoણ કહે છે કે, જો કે સંસારમાં મારે કઈ પણ કર્તવ્ય બાકી નથી, છતાં પણ હું કામ કરું છું કે જેથી સામાન્ય માણસ કર્માને ત્યાગ કરીને વિનાશ પામે નહિ.
કર્મ દ્વારા કર્મનો ત્યાગ કરવો એજ કર્મયોગનું રહસ્ય છે. કર્મ અને ત્યાગનો પ્રત ઉઠાવીને પાંચમા અધ્યાયના બીજા લેકમાં તેનો ઉત્તર આપ્યો છે. જે કે સંન્યાસ (ત્યાગ) પણ સારે છે, પરંતુ કર્મમાગ તેનાથી ઉત્તમ છે. કેટલાક માણસો કર્મને કાદવની ઉપમા આપે છે, કેમકે જ્યારે કામ કરીને અંતે કર્મ થી મુક્તિ મેળવવી છે તે કર્મ કરવું એ કાદવથી હાથ બગાડીને ધોવા બરાબર છે. તેને ઉત્તર કે અદભુત જે લાગે છે પરંતુ સાચેજ કર્મથી છૂટવાનું તે કર્મકારાજ બની શકે છે. માટે કર્મ કાદવ જેવું નથી; કેમકે કર્મ કરવાનો તો મનુષ્યનો સ્વભાવજ છે; એટલે કર્મ ન કરવું એ તો અસંભવિત છે. માટે હવે આપણું કર્તવ્ય એજ છે કે, એને એવો ઉપયોગ કરીએ કે જેથી કર્મ ની જાળમાંથી છૂટી જઈએ, એજ કર્મયોગનું સૌથી શ્રેષ્ઠ રહસ્ય છે.
મનુષ્ય એ એક ભારે વિચિત્ર યંત્ર છે. સાધારણ રીતે તે એ યંત્રને ચલાવનારી ચાવી માત્ર “સ્વાર્થ” છે, કેમકે તે જે કંઈ કાર્ય કરે છે તેનો અંતિમ હેતુ “સ્વાર્થ જ હોય છે. (પણ ટુંકી બુદ્ધિને લીધે અનિત્ય અને સારરહિત પદાર્થોમાંજ સુખ માની લેવાને લીધે ઘણાંખરાં મનુષ્યો અને ભલભલા પંડિત, દેશસેવક અને હોંશિયાર સજજને પણ એ અવળેજ રસ્તે શક્તિ અને આયુષ્ય ગુમાવી નાખે છે તેથી) કર્મના પાયામાંથી આ (ભૂલભરેલા) સ્વાર્થને દૂર કરવા, (અને સાચો તથા સર્વોપરિ સ્વાર્થ સમજો અને પછી એ સમજણને અનુસરતાં લોકિક સ્વાર્થીવગરનાં નિષ્કામ કર્મો કરીને એ સ્વાર્થ સાધવો) એનું જ નામ કર્મયોગ છે. જો કે એ વાત (એવી સમજણ અને આચરણ) કઠિન (કહેવાય) છે; પણ (ખરું જોતાં) તેની રીત સરલ છે. પ્રથમ તો માત્ર એટલું જાણવું જોઈએ કે એવું કર્મ કરવું કે જેમાં બીજાઓનું હિત રહેલું હોય. એમાં કર્તાનું પોતાનું ભલું તો આપોઆપજ થશે, પરંતુ ક્રમે ક્રમે પિતાની (લૌકિક સ્વાર્થની) વાસનાઓ ઓછી કરતા ચાલીને બીજાઓનું ભલું થાય તેવાં જ કાર્યો કરવા જોઈએ. (અર્થાત સાચા અલૌકિક સ્વાર્થ માટે એમ કરવું જરૂર છે એવી સમજણ વધારતા ચાલીને) એવાજ પ્રકારનાં કાર્ય બને તેટલાં વધારે ને વધારે કરતાં ચાલવું જોઈએ.) જેમકે ગીતાના ત્રીજા અધ્યાયના ૧૧, ૧૨ લોકોમાં કહ્યું છે કે “જેમ સૌ દેવતા, સૂર્ય, ચંદ્ર, પવન પોતપોતાનું કામ કરતા થકા સંસારને ચલાવે છે, તેમ તમે પણ બીજાઓને માટે કામ કરો.” આગળ એગણીસમામાં પણ કહ્યું છે કે “જે કામે અજ્ઞાની લેકે વાસનામાં બંધાઈને કરે છે તે કામે સીની વાસના મુક્ત થઈને કરે છે.” (જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે આજ મેટો અને અગત્યનો ફેર છે, કેમકે) જ્ઞાની માણસ એથી કરીને ધીમે ધીમે અહંભાવને ભૂલતાં શીખે છે. પરોપકારને માટે કામ કરવામાં પણ એક યા બીજા પ્રકારની ફળની ઇરછા અવશ્ય રહે છે, કેમકે જ્યારે (સાધક કોટિના) પરોપકારી પુરુષના કામ ઉપર કટાક્ષ-ટીકાઓ થાય છે, ત્યારે તેને દુઃખ થાય છે; કેમકે એમાં ઘણેભાગે એવું બને છે કે, જેનું તે ભલું કરવા ઈચ્છતો (અને મથતો) હોય છે તેઓજ તેના શત્રુ થઈ બેસે છે. આ વિષે એક સારા માણસવિષે કહેવાય છે કે, કોઈએ તેને કહ્યું કે અમુક માણસ તમને બહુજ ખરાબ કહે છે. તે આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે “ આ શું ? મેં તે તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com