________________
સંસ્કારવિધિમાં રહેલા ઉત્તમ લાભે નામના દેવતાએ તને રૂપગુણસંપન્ન ગૃહિણું થવા માટે મારે સ્વાધીન કરી છે. હું પુરુષ અને તું પ્રકૃતિ છે. હું સામવેદ અને તું તેની ઋચા પ્રમાણે છું. હું ઘોરૂ૫ ને તું પૃથ્વીરૂપ છે. તારી પ્રજા દીર્ધાયુષી થાઓ. આપણે પરસ્પર પ્રેમથી જોડાઈ તેજસ્વી થઈએ, ને ઉચ્ચ મનોવૃત્તિ ધારણ કરીએ. હે કન્યા ! આ પથ્થર પર પગ મૂકી તેના જેવી દઢ થા, તારી જોડે કંકાસ કરનારને સામી ઉભી રહી શાંત પાડ અને તને મારવા આવનારને પરાજય કર.”
પછી વળી વર, દેવી સરસ્વતી પ્રત્યે કહે છે કે “હે કલ્યાણેશ્વરિ ! તમે સર્વની રક્ષા કરે, વેદાદિ સર્વ શાસ્ત્ર આપને માતારૂપે વર્ણવે છે. તેમજ પ્રકૃતિ છો ને તમારામાંથીજ આ વિશ્વ ઉત્પન્ન થઇ તમારામાં પાછું સમાય છે. ગીતામાં ગવાતા તમારા યશ, ગુણ તથા પ્રભાવ સાંભળી ત્રીઓ સુયશ-કીતિ સંપાદન કરે છે. લાજામ પૂરે થતાં વરકન્યાને ઉત્તર તરફ સાત પગલાં ભરાવતાં દરેક પગલે જે મંત્ર ભણે છે તે કેવા પવિત્ર અને સ્વધર્મ સૂચક છે તે જુઓ -
(૧) ૩૪ ઉન્નમિત્તે વિજુવાનયgો અર્થ:–ભગવાન વિષ્ણુ તને પહેલું પગલું અન્નપ્રાતિ સારૂ ચલાવે,
(૨) ૩૪ ઉર્જા વિષ્ણુરવાન તુ ! અર્થ –ભગવાન વિષ્ણુ તને બીજું પગલું બળની પ્રાપ્તિ સારૂ ચલાવે,
(૩) ૩૪ નળ યોગાચા વિષ્ણુવાન અર્થ –ભગવાન વિષ્ણુ તને ત્રીજું પગલું ધનની પ્રાપ્તિ સારૂ ચલાવો.
(૪) 8 જવાના મવાર વિજુરાવાના અર્થ –ભગવાન વિષ્ણુ તને ચોથું પગલું સુખની પ્રાપ્તિ સારૂ ચલાવે.
(૫) હઝ પંજ વસ્તુ વિષ્ણુરવાજચતુ. અર્થ –ભગવાન વિષ્ણુ તને પાંચમું પગલું ગાય, ઢોર વગેરે પશુની સમૃદ્ધિ માટે ચલાવો.
(૬) ૩૪ પત્ર તુચ્ચા gિવાનચતુ અર્થ:–ભગવાન વિષ્ણુ તને છઠું પગલું સર્વત્રતુએના આનંદ માટે ચલાવો.
(૭) ૩% રહે તારા મવ ા મામનુત્રતા મવા અર્થ:–અને તું સાતમું પગલું ચાલીને સલેકમાં પ્રસિદ્ધ તથા મારી આજ્ઞા પ્રમાણે વર્તાનારી થા. મારા વ્રતને અનુકુળ હું તારું હૃદય કરું છું. તારૂં ચિત્ત મારા ચિત્તને અનુકૂળ થાઓ. તું એકચિતે મારી આજ્ઞાનું પાલન કર. પ્રજાપતિ ભગવાન મારૂં કલ્યાણ કરવા તને પ્રેરણા કરે.
વર કન્યાને આશીર્વાદયુક્ત વચનોથી કહે છે કે વસ્ત્ર આપું છું તે પહેરી વૃદ્ધ થા અને પતિવ્રતના તેજવડે સો વર્ષ જીવ. પ્રજાને ઉત્પન્ન કરનારી તથા દ્રવ્યનું રક્ષણ કરનારી હે કન્યા ! એક દિશામાંથી બીજી દિશામાં જતા વાયુની પેઠે પ્રસન્નતાપૂર્વક તું તારા પિતાના ઘરમાંથી મારી જોડે આવે છે, તેથી વાયુદેવતા તારા કર્ણનો આશ્રય લઈ તને તેજસ્વી વચને સંભળાવી સ્વધર્મનિષ્ઠ કરો. હે કન્યા ! તું સૌમ્ય (શીતળ) દષ્ટિવાળી થા. કદી પણ પતિનો વિરોધ કરીશ નહિ, પશુઓનું પાલન કરજે, સૂર્યાદિ દેવતાઓનું સેવન કરજે. તારૂં મન પ્રસન્ન રાખજે, સુખી થજે અને સૌને સુખ આપજે.
પછી વરકન્યાને ધ્રુવના તારાનું દર્શન કરાવતાં કહે છે કે “હે વધૂ! તું આ ધ્રુવની પેઠે સ્થિર થા.” ત્યાર પછી વરકન્યાને જમાડતી વખતે જે મંત્રો કહે છે તેનો ભાવાર્થ “મારા પ્રાણની જોડે હું તારા પ્રાણને ડું છું, મારાં અસ્થિ (હાડકાં) જોકે તારાં હાડકાં જેડું છું, મારા માંસની જોડે તારા માંસને અને મારી ત્વચા(ચામડી)ની જોડે તારી ત્વચાને જોડું છું.” - પૂર્વે આ પ્રમાણે વિવાહ સંસ્કાર થતે એટલું જ નહિ, પણ મંત્રોચ્ચારપૂર્વક વરકન્યા જાતે ક્રિયા કરી પછી સંસારમાં દાખલ થતાં. વિવાહના (લગ્ન) દિવસથી આરંભી ત્રણ દિવસ વરકન્યા મેળું ભોજન જમતાં, જમીન ઉપર પથારી કરી સૂઈ રહેતાં અને એક વર્ષપર્યત અથવા તે ન બને તે બાર રાત્રિ, છ રાત્રિ અથવા છેવટ ત્રણ રાત્રિ બ્રહ્મચર્ય પાળી મનને વશ રાખતાં હતાં. તે ઉપરાંત લનથી આરંભી નિત્ય અગ્નિની ઉપાસના કરતાં. આ ક્રિયા કરતી વેળા જમણે હાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com